SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ આપણું પ્રતિભાસંપન્ન સમર્થ આચાર્યોની ધર્મકથાનુગ સંબંધી કૃતિઓમાં ઈષ્ટ ભવ્યાત્માના જીવનચરિત્ર સાથે પ્રસંગે પ્રસંગે દ્રવ્યાનુયોગાદિ પ્રથમના ત્રણ અનુગ સંબંધી તાત્વિક વાતે સ્થળે સ્થળે દશ્યમાન થતી હોવાથી ધર્મકથાના જ્ઞાન સાથે દ્રવ્યાદિનું સ્વરૂપ પણ સહેલાઈથી સમજી શકાય છે. ભવ્યાત્માઓ કયા માર્ગથી પિતાના આત્માને અધોગતિમાંથી પડતો બચાવી ઉચ્ચસ્થાન ઉપર પહોંચાડે છે? ઉચ્ચ સ્થાન ઉપર આરૂઢ થતાં ભયંકર ઉપદ્ર-ઉપસર્ગોને આત્મિક ક્ષમા વડે સહન કરવા પૂર્વક કેવી રીતે કસોટીના પ્રસંગોમાંથી પસાર થાય છે? ઈત્યાદિ વિષયોથી ભરપુર કલ્યાણકારી આત્માઓના ચરિત્રે એ આ અનુયેગને પ્રાણ છે. શ્રી જ્ઞાતાસૂત્ર-ઉપાસકદશાંગસૂત્ર-વિપાકસૂત્ર-ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર, સુપાર્શ્વનાથ ચરિત્ર, ચન્દ્રપ્રભ ચરિત્ર, મલ્લિનાથ ચરિત્ર, શ્રી મહાવીર ચરિત્ર ઇત્યાદિ સંખ્યાબંધ આગમ પ્રમુખ ગ્રન્થો આ ધર્મકથાનુગસંબંધી હાલમાં પણ ઉપલબ્ધ છે. શ્રી લઘુક્ષેત્ર સમાસ પ્રકરણ” નામના આ ગ્રન્થમાં પૂર્વે જણાવેલા ચાર અનુયોગ પૈકી ગણિતાનુયોગનું જ પ્રાધાન્ય છે. દ રાજ આ ગ્રન્થનું લોકર્તિ તે તે ક્ષેત્ર તેમજ ક્ષેત્રમાં રહેલ પર્વત-નદી-દ્રહોઅભિધેય શાશ્વત વિગેરેની લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ, ઉંડાઈ પ્રમુખ પ્રમાણનું ઘણું વિસ્તારથી વર્ણન આ ગ્રન્થમાં કરવામાં આવેલ છે. ગ્રન્થકાર શ્રીમાનું રતનશેખર સૂરીશ્વરજી મહારાજે આ ગ્રન્થ એકદર છ અધિકારમાં રચેલ છે. ૧ જબૂદીપાધિકાર ૨ લવણસમુદ્રાધિકાર ૩ ધાતકી ખંડાધિકાર ૪ કાલોદધિસમુદ્રાધિકાર ૫ પુષ્કરાર્ધદ્વીપાધિકાર અને ૬ અવશિષ્ટ પ્રકીર્ણાધિકાર. એ છએ અધિકારમાં અનુક્રમે જંબૂદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિ અને પુષ્કરાઈ દ્વીપ સમુદ્રી તેમાં રહેલા મહાક્ષેત્રે, વર્ષધર પર્વતો, દીર્ધ વૈતાઢ્ય વૃત્તતાલ્ય, મેરૂપર્વત, ભદ્રશાલવન, નંદનવન, પાણ્ડકવન, સીતા, સદા, રૂધ્યકૂલા-સુવર્ણકૂલા-ગંગા સિંધુ પ્રમુખ મહાનદીઓ, પાતાલ કલશાઓ, લઘુપાતાલ લશાઓ, લવાણસમુદ્રની જળશિખા, તે તે દ્વીપ સમુદ્રની વેદિકાઓ, વનખંડ, જબંવૃક્ષ, ધાતકીવૃક્ષ, માનુષેત્તર પર્વત વિગેરે તીછોલેકમાં રહેલ પ્રાય: ઘણા ખરા શાશ્વત પદાર્થો સંબંધી લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ, ઉંડાઈ વિગેરે પ્રમાણ સાથે વર્ણન આપવામાં આવ્યું છે. ભાષાન્તરમાં પણ પ્રાય: પ્રત્યેક સ્થાને દરેક વસ્તુને તે તે વસ્તુના આયામ-વિખુંભ-આહલ્ય વિગેરે સંબંધી માપને ગણિતના પ્રયોગોથી સ્પષ્ટ કરવામાં જરાપણ ન્યૂનતા રાખવામાં આવેલ નથી. એટલું જ નહિ પરંતુ તે તે વિષયની પૂર્ણાહુતિ થતાં તદ્વિષયક વિસ્તૃત યંત્રો તેમજ ઘણું જ મહેનતથી તૈયાર કરવામાં આવેલ સુંદર લગભગ ૫૦ રંગીન ચિત્રો આપેલા હોવાથી તે તે ક્ષેત્રે વિગેરેના આયામ-વિધ્વંભ-ક્ષેત્ર ફી–ઘન ફળ વિગેરે પ્રમાણના જ્ઞાન સાથે ચિત્ર દર્શન દ્વારા પદાર્થનું પ્રત્યક્ષજ્ઞાન થતું હોય તે ખ્યાલ આવે છે. પ્રકાકારની પજ્ઞવૃત્તિમાં બતાવેલ ભાવાર્થ સંત-ળે સ્થળે પ્રાસંગિક વિવેચને કે
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy