SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ વિજયોનાં નામ. वप्रः सुवप्रश्च महावो वप्रावतीति च । चल्गुस्तथा सुवल्गुश्च गंधिलो गंधिलावती ॥ १५७ ॥ થા–૧ કચ્છવિજય, ૨ સુચ્છવિજય, ૩ મહાચ્છવિજય, ૪ કચ્છવતી વિજય, ૫ આવર્તવિજય, ૬ મંગળાવર્તવિજય, ૭ પુષ્કલવિજય, ૮ પુષ્કલાવતી વિજય, ૧૫૪ છે ૯ વત્સવિજય, ૧૦ સુવત્સવિજય, ૧૧ મહાવત્સવિજય, ૧૨ વત્સાવતીવિજય, ૧૩ રમ્યવિજય, ૧૪ રમ્યવિજય, ૧૫ રમણીય (રમણિક) વિજય, ૧૬ મંગલાવતીવિજય. જે ૧૫૫ . ૧૭ પહ્મવિજય, ૧૮ સુપમવિજય, ૧૯ મહાપમવિજય, ૨૦ પક્ષમાવતીવિજય, ત્યારબાદ ૨૧ શંખ વિજય, ૨૨ નલિનવિજય નામની વિજય, ૨૩ કુમુદવિજય, ૨૪ નલિનાવતીવિજય. જે ૧૫૬ ૨૫ વપ્રવિજય, ર૬ સુવપ્રવિજય, ર૭ મહાવપ્રવિજય, ૨૮ વપ્રાવતીવિજય, ર૯ વર્લ્સવિજય, તથા ૩૦ સુવષ્ણુવિજય, ૩૧ ગંધિલવિજય, સર ગંધિલાવતીવિજય ૧૫૭ વિરતી–ગાથાર્થવતુ સુગમ છે. વિશેષ એ કે–એ દરેક વિજયને તે તે નામવાળો અધિપતિદેવ પોપમના આયુષ્યવાળે છે, તેથી એ નામે છે, અથવા શાશ્વતનામે છે. એ દેવોની રાજધાની બીજા નંબદ્વીપમાં પોતપોતાની દિશિમાં ૧૨૦૦૦ એજન પ્રમાણની છે. એ દરેક વિજયની લંબાઈ પહોળાઈ પૂર્વગાથાઓમાં કહેવાઈ ગઈ છે તે પ્રમાણે જાણવી. તથા ચક્રવર્તિઓ એ ક્ષેત્રને વિ=વિશેષ પ્રકાર ના=જીતે છે તે કારણથી વિનય એવું નામ કહેવાય છે. અર્થાત્ ચક્રવતીને જીતવા ગ્ય ક્ષેત્ર તે વિજય. તથા આ બત્રીસે વિજયોમાં અવસર્પિણી ઉત્સર્પિણી અને તેના છ છ આરારૂપ કાળ છે નહિં તેથી નો ઉત્સff નો અવાજ કાળ છે, તે કાળ અવસપિના ૪થા આરા સરખે સદાકાળ વર્તે છે, જેથી ૫૦૦ ધનુષની કાયાવાળા મનુષ્ય, ક્રોડપૂર્વના આયુષ્યવાળા છે, ઈત્યાદિસ્વરૂપ પૂર્વે ચોથા આરાનું કહેવાઈ ગયું છે તે સરખું જાણવું. તથા વર્તમાનકાળમાં ૮મી પુષ્કલાવતી વિજયમાં શ્રી સીમંધરસ્વામી નામના તીર્થકર વિચરે છે, ૯મી વત્સવિજયમાં યુવામંધર નામના તીર્થકર વિચરે છે. ૨૪મી નલિનાવતી વિજયમાં શ્રી નામના તીર્થકર વિચરે છે, અને ૨૫મી વપ્રવિજયમાં શ્રીકુવાદુ નામના તીર્થકર વિચરે છે. એ પ્રમાણે * એ અર્થપ્રમાણે ભરત તથા ઐરવતક્ષેત્ર પણ વિજય તરીકે ગણી શકાય, અને તે કારણથી જાતીયું વિના એ જંબુદ્વીપ સંગ્રહણીના પાઠથી જંબુકીપમાં ૩૪ વિજયે કહેલી છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy