________________
માને તે પણ હજુ સુધી ઉત્તર અને દક્ષિણધ્રુવની તરફના પ્રદેશોની શોધ ન્યુન હોવાથી ઉત્તર કે દક્ષિણ તરફની મુસાફરી એક દિશાની થઈ શકી નથી અને તે વિના પૂર્વ પશ્ચિમની મુસાફરી મધ્યક્ષેત્રમાં રહેલ ધ્રુવની ચારે બાજુ કેમ ન હોય? સમુદ્રકિનારેથી ચાલી જતી સ્ટીમર શરૂઆતમાં સંપૂર્ણ દેખાય છે, અમુક
પ્રમાણમાં દૂર જતાં સ્ટીમરની નીચેનો ભાગ દેખાતું બંધ થાય સ્ટીમરના દષ્ટાંત છે, વિશેષ દૂર જતાં નીચેનો ભાગ વિશેષ પ્રમાણમાં દેખાતે માં વિસંવાદ. બંધ થાય છે, સ્ટીમરનું અને સમુદ્રકિનારાનું ઘણું અંતર પડતાં
દરીઆકિનારે ઉભેલ વ્યક્તિ ફક્ત સ્ટીમરના અગ્રભાગને અથવા ધુમાડાનેજ દેખી શકે છે, અને તેથી આગળ જતાં સ્ટીમરનો તે ભાગ દેખાતે પણ બંધ થાય છે. માટે પૃથ્વી નારંગી સરખી ગોળ છે એમ માનવામાં કારણ મળે છે, આ પ્રમાણે સમજનારા અને અન્ય વ્યક્તિઓને સમજાવનારા પાશ્ચાત્ય વિદ્ધાને જણાવવાની જરૂર છે જે સમુદ્રકિનારાથી દૂર દૂર જતી સ્ટીમરને નીચે ભાગ વિશેષ વિશેષ ન્યૂન દેખાય છે તેમ થવામાં કારણ પૃથ્વીની નારંગી સરખી ગોળાઈ છે? કે ચક્ષુનો તે પ્રમાણે દેખવાનો સહજ સ્વભાવ છે? જે પૃથ્વીની નારંગી સરખી ગોળાઈજ તેમ થવામાં કારણ હોય તે સમુદ્રકિનારે ઉભેલ બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિની ચક્ષુઓ મન્દdજવાળી અને અન્ય વ્યક્તિની ચક્ષુઓ વિશેષ તેજવાળી છે. તેમાં મન્દતેજેયુક્ત ચક્ષુવાળે વિવક્ષિત સ્થાને રહેલી સ્ટીમરને જેટલા પ્રમાણમાં દેખે છે તે અપક્ષાએ વિશેષ તેજેયુક્ત ચક્ષુવાળ પુરૂષ તજ સ્થાને રહેલી સ્ટીમરને વિશેષ પ્રમાણમાં જોઈ શકે છે. જે પૃથ્વીની નારંગી સરખી ગેળાઈથી સ્ટીમર સંબંધી નીચેનો ભાગ દબાઈ ગયે (આવૃત થયેલો) હોય તે સ્પષ્ટ અસ્પષ્ટપણે ભલે સ્ટીમરનો ઉપરનો ભાગ બનેને યથાસંભવ દેખી શકાય. પરંતુ તેમ નહિ થતાં મન્દ તેજેયુક્ત ચક્ષુવાળો નીચેનો ભાગ દેખી શકતા નથી કેવલ ઉપરજ ભાગ જોઈ શકે છે, જ્યારે વિશેષ તેજેયુકત ચક્ષુવાળો પુરૂષ સ્ટીમર સંબંધી નીચે-ઉપરના ભાગને સ્પષ્ટપણે જોઈ શકે છે અને એ હકીકત અનુભવ સિદ્ધ છે. એથી સાબીત થાય છે કે સ્ટીમરનો નીચેનો ભાગ ચુનચૂન દેખાવમાં પૃથ્વીની નારંગી સરખી ગોળાઈ એ કારણ નથી. પરંતુ ચક્ષુને મર્યાદામાં રહેલ વસ્તુ જેવાને તથા પ્રકારને સ્વભાવ જ કારણ છે અને એથી જ ચાક્ષુષ પ્રત્યક્ષમાં રાવિત્તિ ' ગ્ય દેશમાં વિષયના રહેવાપણાની ખાસ જરૂરીયાત સ્વીકારેલી છે. અભ્યાધિક દેખવાની શક્તિવાળા બે પુરૂષાના દષ્ટાન્તમાં કાંઈ અસંગતપણું લાગતું હોય તે સમુદ્રમાં ઘણે દૂર ચાલી જતી સ્ટીમર કે જેને ઉપરજ અમુક ભાગ પૂલદષ્ટિથી જોવામાં આવે છે તે સ્ટીમરનેજ દુનિથી જોતાં નીચેના તલીઆથી લઈને ઉપર સુધી સ્પષ્ટપણે દેખવામાં આવે છે તે પ્રસંગે સ્ટીમરના નીચેના ભાગને ઢાંકનાર પૃથ્વીની ગોળાઈ દુર્બિનથી શું દૂર થઈ જતી હશે?
બીજુ જે પૃથ્વી નારંગી સરખી ગોળ છે એમ માનવા સાથે તેના પડ ઉપર