SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. સંસ્કૃત અનુવાદ नदीपूर्वापरकूले कनकमयौ बलसमौ गिरी द्वौ द्वौ । उत्तरकुरुषु यमको विचित्रचित्रौ च इतरे ॥ १३१ ॥ થઈ–મહાનદીના પૂર્વ કિનારે અને પશ્ચિમકિનારે (મળીને) બે બે પર્વતે સુવર્ણના અને બેલકૂટ સરખા છે, તે ઉત્તરકુરુક્ષેત્રમાં બે પર્વત યમકગિરિ નામના અને દેવકુરૂમાં ચિત્રગિરિ તથા વિચિત્રગિરિ નામના છે કે ૧૩૧ છે વિસ્તર –ઉત્તરકુરૂક્ષેત્રમાં નીલવંતપર્વતથી મેરૂસન્મુખ ૮૩૪ પેજન દૂર જતાં સીતાનદીના પૂર્વ કાંઠે અને પશ્ચિમકાંઠે એકેક પર્વત કાંઠાને સ્પશીને રહેલે છે, તે બન્ને પર્વતનું નામ અમર છે. જેડલે જન્મેલા ભાઇસરખા પરસ્પર સરખા આકારાદિવાળા હોવાથી, અથવા યમકનામના પક્ષી વિશેષસરખા આકારવાળા હોવાથી અથવા યમકદેવ અધિપતિ હોવાથી યમકગિરિ નામ છે. એ બન્ને પર્વત સુવર્ણના હેવાથી પીતવર્ણના છે. તથા પ્રમાણમાં નન્દનવનમાં કહેલા નવમા બેલકૂટ સરખા હોવાથી મૂળમાં ૧૦૦૦ જન વિસ્તારવાળા, મધ્યમાં ૫૦ જન અને શિખરસ્થાને પ૦૦ યજન વિસ્તારવાળા છે, જેથી મૂળથી શિખર સુધી અનુક્રમે હીનહીન વિસ્તારવાળા છે. અને ૨૫૦ જન ભૂમિમાં ઉંડા ગયેલા છે. સર્વબાજુએ એક વન અને એક વેદિકાવડે વીટાયેલા છે. એ બન્ને ગિરિના શિખરઉપર યમકદેવને એકેક પ્રાસાદ ૩૧ જન વિસ્તારવાળે અને દરા જન ઉંચા છે, તેમાં ચમકદેવનાં પરિવાર સહિત સિંહાસન છે, એ બન્ને યમકદેવેની ચમકા નામની રાજધાની બીજા નંબુદ્વીપમાં ૧૨૦૦૦ એજન વિસ્તારવાળી વિજય રાજધાની સરખી છે. તથા દેવકુરૂક્ષેત્રમાં પણ નિષધપર્વતથી મેરૂસન્મુખ ૮૩૪જન દૂર જતાં સીતાદાનદીના પ્રવાહના પૂર્વકાંઠે વિચિત્ર પર્વત અને પશ્ચિમ કાંઠે વિત્ર પર્વત છે. તે સર્વ રીતે ઉત્તરકુરૂનાં યમકગિરિ સરખા છે, પરન્તુ વિશેષ એ કે–વિચિત્રગિરિઉપર વિચિત્રદેવને પ્રસાદ અને ચિત્રગિરિઉપર ચિત્રદેવને પ્રાસાદ છે. શેષ સર્વસ્વરૂપ યમકદેવવત્ જાણવું. તથા અહિં ૮૩૪છું જનની ઉત્પત્તિ આગળની ગાથામાં પાંચ કરૂદ્રહના અન્તર પ્રસંગે કહેવાશે કે ૧૩૧ | –એ ચારે પર્વતોને પર્વતમાં ગણ્યા છે કે કૂટમાં? જે કૂટમાં ગણ્યા હોય તે ઘટિત છે, અને પર્વતેમાં ગણ્યા હોય તો પાંચસો પાંચસો જન ઉંચા કરિટ વિગેરેને કુટ તરીકે ગણ્યા, અને ૧૦૦૦ જન ઉંચા આ ચાર પર્વતને પર્વત તરીકે કેમ ગણ્યા ?
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy