SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રમાસ વિતસઈ સહિત સંસ્કૃત અનુવાદ. पृथ्व्युपलवज्रशर्करमयकंद उपरि यावत्सौमनसं । स्फटिकांकरजतकांचनमयश्च जाम्बूनदः शेषः ॥ ११२ ॥ થઈ–મેરૂ પર્વતની ઉપર ચઢતાં યાવત્ ભૂમિતલ સુધી માટી-પત્થર–વજી અને કાંકરાવાળો ૧લે કંદ છે, બીજે કાંડ સૌમનસ સુધી સ્ફટિકરન્ન અંકરત્ન રૂપું અને સુવર્ણને મિશ્ર છે, અને શેષભાગ [ત્રીજે કંદ જાંબૂનદ સુવર્ણન છે. ૧૧૨ વિસ્તર:–વિભાગ તે કાંડ કહેવાય, તેવા ત્રણ કાંડ (ત્રણ વિભાગ ) મેરૂપર્વતના છે તે આ પ્રમાણે છે મેરૂપર્વતને ૩ કાંડ છે મેરૂપર્વતના સર્વથા નીચેના મૂળભાગથી ઉપર ચઢતાં ભૂમિ (સમભૂતલ) સુધી આવીએ ત્યાં સુધીમાં ૧૦૦૦ એજન થાય છે, તે હજાજન જેટલો વિભાગ ભૂમિમાં દટાયેલું હોવાથી ચંદ્ર કહેવાય, તે કંદરૂપ પહેલે કાંડ માટી પત્થર વજરત્ન અને કાંકરા એ ચાર વસ્તુઓથી મિશ્ર બનેલો છે, એટલે એ ચાર વસ્તુઓ ઘણુ પ્રમાણમાં છે. જે દતિ પ્રથમ વાંs I ત્યારબાદ સમભૂતલથી ૬૩૦૦૦ એજન ઉપર સોમનસ નામનું વન છે. ત્યાં સુધીના બીજા કાંડમાં સ્થાને સ્થાને ઘણુ પ્રમાણમાં સ્ફટિકરન્ન અંકરત્નરૂપું અને સુવર્ણ હોવાથી એ બીજે કાંડ સ્ફટિકાદિ ચાર વસ્તુઓથી મિશ્ર છે. છે રતિ દિતીય i | ત્યારબાદ સમનસવનથી ઉપર ૩૬૦૦૦ એજન ચઢતાં શિખરઉપર પંડકવન નામનું વન આવે છે, ત્યાં સુધી એ ત્રીજો કાંડ કેવળ જાંબૂનદ સુવર્ણને છે, જેથી કંઈક રક્તવર્ણન છે. અર્થાત્ એ વિભાગમાં જાંબુનદસુવર્ણ ઘણા પ્રમાણમાં છે. | તિ તૃતીય ક્રાંડ છે. ૧ એ પ્રમાણે ત્રણ વિભાગમાં ભિન્ન ભિન્ન વસ્તુઓને બનેલો હોવા છતાં મેરૂ પર્વત સુવર્ણ ગણાય છે, તે સમભૂલથી ઉપરને ૬૩૦૦૦ એજન સુધીમાં પીતસુવર્ણ (સ્ફટિકાદિ ત્રણથી ) વિશેષ પ્રમાણમાં હોવાથી અને ૩૬૦૦૦ યોજન સુધીમાં કંઇક રક્ત જાંબૂનદ સુવર્ણ ઘણુવિશેષ પ્રમાણમાં લેવાથી સુવર્ણને કહી શકાય. પુનઃ દરેક કાંડમાં જે ચાર ચાર ને એક પદાર્થ કહ્યા તે સિવાય બીજું કંઈજ નથી એમ સર્વથા નહિં, પરંતુ પહેલા કાંડમાં પણ ટિકાદિ પાંચે પદાર્થ અતિઅલ્પપ્રમાણમાં
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy