SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત. સમાપ્તિ સુધીમાં પ્રતિસમય વર્તુગંધ રસ સ્પર્શ સંસ્થાન સંઘયણુ ખળ આયુષ્ય વિગેરે ભાવામાં શુભતાની વૃદ્ધિ થતી જાય છે, અને પ્રાદ્યુઋતુમાં, સૂર્ય સવત્સરમાં, દક્ષિણાયનમાં, અભિજીતનક્ષત્રમાં, અવકરણમાં, શ્રાવણવદ પડવાને દિવસે પહેલા મુહૂત્તના પહેલાસમયે આ આરા પ્રારંભાય છૅ, અર્થાત્ એ સર્વ કાળભેદના પહેલા જ સમયે પ્રારંભાય છે. ૨ ૩:૧મ બારો—પૂર્વ અવસર્પિણીને પાંચમે આરા દુ:ખમ નામના વણું બ્યા તેવાજ સ્વરૂપવાળા આ બીજો આર હાય છે, પરન્તુ તફાવત એ છે કે—આ ખીજા આરાના પ્રારંભમાં ભરતક્ષેત્રના ચે. પર૬ ક. ૬ જેટલા વિસ્તારવાળુ અને ૧૪૪૭૧ યેાજન જેટલુ દીર્ઘ પુષ્કલાવનામના મહામેઘનુ વાદળ પૂર્વસમુદ્રથી પશ્ચિમસમુદ્રસુધીનુ પ્રગટ થાય છે, તે પુજાવર્ત મામેત્ર ગાજવીજ સહિત સાતદિવસ સુધી અખંડ મુશળધારાએ વર્ષ છે, એ મહામેથી ભૂમિ ઊષ્ણુ હતી તે અતિશાન્ત થાય છે. એ મેઘ છ દિવસ વધી રહ્યાખાદ ક્ષીરમમંત્ર નામના મેઘ આકાશમાં ભરતક્ષેત્ર જેટલા સંપૂર્ણ વ્યાપ્ત થઇને સાતદિવસસુધી મુશળ સરખી મહાધારાથી અખંડ વર્ષ છે તેથી ભૂમિમાં શુભ વર્ણ લગધ રસ સ્પર્ધા ઉત્પન્ન થાય છે. તે ક્ષીરમેઘ છ દિવસ સુધી વર્ષી રહ્યા બાદ વૃતમેધ નામના મહામેઘ છ દિવસ સુધી વર્ષતાં ભૂમિમાં સ્નેહ ( સ્નિગ્ધતા ) ઉત્પન્ન થાય છે. ત્યારબાદ મૂળમંત્ર નામના મહામેઘ પણ ૭ દિવસ સુધી ગાજવીજસહિત વર્ષેતાં વૃક્ષ ગુચ્છ શુક્ષ્મ લેતા આદિ અનેક પ્રકારની વનસ્પતિ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ રસમંત્ર નામના મહામેઘ ગાજવીજ સહિત ૭ દિવસસુધી વર્ષીને વનસ્પતિઓમાં પાંચ પ્રકારના રસ ઉત્પન્ન કરે છે, એ પ્રમાણે પાંચપ્રકારના મેઘથી ભૂમિ વનસ્પતિયુક્ત અને બિલવાસીઓને હરવા ફરવા ચેાગ્ય થાય છે, ત્યારબાદ બિલવાસી મનુષ્યેા [ મેઘવર્ષા સમાપ્ત થયે ] બહાર નિકળી સૃષ્ટિની અતિસુંદરતા દેખી અતિ યામીને એક બીજાને મેલાવી સર્વ ભેગા થાય છે, અને સર્વ એકત્ર ધઇને વનસ્પતિઓ પ્રગટ થયેલી હાવાથી હવે વનસ્પતિના આહાર કરવા પરંતુ માંસાહાર ન કરવા એવા નિણૅય કરે છે, અને માંસાહાર કરે તેને પાતાના સમુદાયથી બહાર [ જ્ઞાતિ બહાર કરી તેની છાયામાં પણ ઉભા ન રહેવું એવા સામુદાયિક નિર્ણય કરે છે, એ પ્રમાણે બિલવાસીએ હવે વનસ્પતિના આહારી થાય છે, ધીરે ધીરે છ એ સંઘયણુ છે સંસ્થાન ઉત્પન્ન થાય છે, આયુષ્ય પણ વધતું વધતુ ૧૩૦ વર્ષ જેટલું પતે થાય છે. અને શરીરની ઉંચાઈ છ હાથ જેટલી થાય છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy