SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ જણાવાયું, તે મુજબ આ માળા પ્રકાશન-ઉપદેણા આચાર્યશ્રી છે. એટલું જ નહિ પરંતુ અલ્પ પાંખડીવાળા બેપાંચ પુપિથી ગુંથાએલી આ માળા સેંકડે પાંખડીઓવાળા-જ્ઞાનસેરભથી ભરેલા મનમોહન ગ્રંથપુનું અનુસન્ધાન કરવા પૂર્વક પિતાના કદનો વિસ્તાર કરવા સાથે પ્રાજ્ઞ પુરૂષાનું ધ્યાન ખેંચવામાં પુન્યપનોતી બની છે, તે પણ માળાના ઉત્પાદક પૂજ્યપ્રવર આચાર્યશ્રીને જ આભારી છે. સ્થલે સ્થલે વિચરતા એ પૂજ્ય આચાર્ય મહર્ષિએ જેનતત્ત્વજ્ઞાનની અભિવૃદ્ધિ થવામાં આવા તાત્વિક ગ્રન્થનાં પ્રકાશનની ઉપબિતા જનસમાજ પાસે સચોટ તેમ જ હૃદયંગમ ભાષામાં રજુ કરી જ્ઞાનક્ષેત્રમાં સહાયક થવા જે અમેઘ ઉપદેશ આપ્યો છે. તે બદલ તેઓશ્રીના ચરણારવિન્દમાં અમારાં અનેકશ: અભિવન્દન સાથે અભિનન્દન ઘટે છે. શ્રી લઘુક્ષેત્રસમાસ-સવિસ્તરાર્થ સચિત્ર સયંત્ર સંજ્ઞક આ ગ્રન્થના તૈયાર કરાવવાપૂર્વક પ્રકાશનમાં અનેક મુશ્કેલીઓ સહન કરવાને પ્રસંગ ઉપસ્થિત થયેલ છે. ભાષાંતરને બાલ તેમ જ તત્ત્વજ્ઞ પુરૂષા સુગમતાથી લાભ લઈ શકે તે ઉદ્દેશથી શક્ય પ્રયત્નો દ્રારા સરલતા સાથે સ્પષ્ટ વિવચન થાય તે માટે લીધેલા ઉપાય, ક્ષેત્રોની લંબાઈ પહોળાઈ વિગેરે યુગપતું જાણી શકાય તે અંગે તૈયાર કરાયેલા સુગમ યંત્રો અને તે તે ક્ષેત્ર સંબંધી વિષયના વાચન સાથે જ તેને નું લગભગ યથાર્થ ભાન થાય તે માટે દોરાયેલા સુંદર એકરંગી ફિરંગી ચાવત પંચ-પડુરંગી સ્થાપનાચિત્રો ઇત્યાદિ સાહિત્ય તૈયાર કરવા કરાવવામાં તેમ જ તેના મુદ્રણમાં વિવિધ શ્રમના ભાગી થવું પડેલ છે. તેમાં પણ એકરંગીથી લઈને ચાવત પંચ-છરંગી ચિત્રાના મુદ્રણમાં તા જે પરિશ્રમ અને ખર્ચનો બોજો સહન કરે પડ્યો છે તે અવર્ણનીય છે. આ પ્રમાણે અનેક મુશ્કેલીઓ છતાં આ માળાની ઉત્પત્તિના પ્રેરક પૂજ્ય આચાર્યશ્રીના સફળ ધર્મલાભથી અમે એ સર્વ મુશ્કેલીઓને સાંગોપાંગ પાર પાડવામાં ફતેહમંદ થયા છીએ તે માટે ઘણે જ હર્ષ થાય છે. આ લઘુક્ષેત્રસમાસનું છુટછવાયું ભાષાન્તર જાણવા મુજબ એક બે સ્થાનેથી પ્રગટ થયેલ છે. આ ગ્રન્થનું મુદ્રણ પ્રેસમાં શરૂ થયા બાદ ( આ ગ્રંથ છપાય છે એમ જાણવા છતાં) પણ એ જ પ્રેસમાં અમુક સંસ્થા તરફથી ફક્ત વિશ ફાર્મ (૧૬૦ પાનાં) જેટલા પ્રમાણમાં આ ગ્રન્થનું ભાષાન્તર પ્રસિદ્ધ કરાવ્યું છે. આમ છતાં લગભગ પાસે ફર્મનો (૬૦૦ પાનાને ) દલદાર અમારો ગ્રન્થ, અને એથી જ જણાઈ આવતું સરલ–સ્પષ્ટ તેમ જ સવિસ્તૃત વિવેચન, અનેક યંત્રો, અને પંચરંગી ચિત્રો પ્રમુખ અજોડ સામગ્રીથી આ અમારું પ્રકાશન સર્વ પ્રકાશન કરતાં કોઈ અનોખું જ તરી આવશે! અને તત્ત્વવિનાદીઓને તત્વવિદમાં અસાધારણ આલંબનભૂત થશે! એમ હાર્દિક ઊર્મિઓ અભિપ્રાય આપે છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy