________________
-
૧
/
*
*
* *
*
*
*
*
*
*
**
*
૩૪ દીર્ધતાનું વર્ણન. ૬ સાવરપુર જસદિગિતુ–દરેક વૈતાઢય વિદ્યાધરનાં ૫૦ અને ૬૦નગર વાળી બે શ્રેણિ સહિત છે. અર્થાત્ ભૂમિથી ૧ યોજન ઉપર જ્યાં પહેલી બે મેખલા બે બાજુએ છે ત્યાં વિદ્યાધરોની વસતી છે અને તેઓનાં ૫૦ તથા ૬૦ નગરે છે તે આ રીતે–ભરતક્ષેત્રના વૈતાઢયની પહેલી બે મેખલામાં દક્ષિણમેખલા સ્થાને વિદ્યાધરોનાં ૫૦ નગર છે, અને ઉત્તરભરતાર્ધ તરફની ઉત્તરમેખલામાં ૬૦ નગર છે. દક્ષિણમેખલાની લંબાઈ જંબદ્વીપની ગોળાઈના કારણથી ટુંકી છે માટે ૫૦ નગર છે, અને ઉત્તર મેખલાની લંબાઈ વિશેષ છે માટે ૬૦ નગરે છે. ( વળી અહિં નગર એટલે એક નગર નહિ પરંતુ અનેક દેશ ગ્રામ સહિત રાજધાનીનું એક શહેર તેજ એક નગર, જેમ વડેદરા એક નગર એટલે વડેદરા તાબાના અનેક કસબા પ્રાન્ત મહાલ સહિત એવું રાજધાનીનું વડોદરા એક નગર ગણાય તેવાં એ ૫૦-૬૦ નગરે રાજધાનીનાં જાણવાં,) તેનાં દક્ષિણ બાજુએ ગગનવલ્લભઆદિ નગરે છે, અને ઉત્તરબાજુએ રથનપુરચકવાળ આદિ નગર છે, એ રાજધાનીઓ અને દેશ ગ્રામ મેખલાની લંબાઈ પ્રમાણે દીર્ઘપંક્તિએ શ્રેણિએ હોવાથી વિદ્યાધર ગણાય છે, જેથી ૫૦ નગરો દક્ષિણશ્રેણિમાં અને ૬૦ નગર ઉત્તરશ્રેણિમાં કહેવાય છે. અંરાવતના વૈતાઢયમાં પણ એ રીતે છે પરંતુ વિશેષ એ કે—ઐરાવતક્ષેત્રના વૈતાઢય ઉપરની પહેલી બે મેખલામાં શિખરી પર્વત તરફની દક્ષિણ મેખલામાં ૬૦ નગરની શ્રેણિ છે, અને સમુદ્રતરફની ઉત્તર મેખલામાં ૫૦ નગરની શ્રેણિ છે, બીજું સર્વસ્વરૂપ યથાયોગ્ય ભરતવૈતાઢય સરખું છે. એ પ્રમાણે પહેલી બે મેખલામાં બે વિદ્યાધર શ્રેણિઓ કહી ને હવે તે ઉપરની બીજી બે મેખલામાં શું છે તે કહે છે.
૭ રઢિોરોલોજિસ્ટિમેન્ટ્સવા–પોતપોતાની દિશિના ઈન્દ્રના કપાળને ઉપભગયોગ્ય ઉપરની બે મેખલાવાળા સર્વે વૈતાઢય છે. અર્થાત્ જે વૈતાઢય દક્ષિણ દિશાના છે તેની સર્વોપરિતન મેખલામાં ધર્મ ઈન્દ્રના અને જે વૈતાઢય ઉત્તરદિશિમાં હોય તે વૈતાઢયની સર્વોપરિતન બે મેખલામાં ઈશાન ઈન્દ્રના લોકપાળના આભિયોગિકદે રહે છે, કારણ કે સૌધર્મઇન્દ્ર દક્ષિણ દિશાને ઈન્દ્ર છે, અને ઇશાન ઈન્દ્ર ઉત્તરદિશાનો ઈન્દ્ર છે, માટે “સ્વસ્વ દિશિના ઈન્દ્રના” એમ કહ્યું. એ પ્રમાણે હોવાથી ભરતતાઢય મેરૂથી દક્ષિણદિશામાં હોવાથી એ વેતાઢયની છેલ્લી ઉપરની બે મેખલામાં સૌધર્મેન્દ્રના સમયમ વરૂણ અને કુબેર નામના ચારે લેપાલના આભિગિકદેવોના અનેક ભવનોની શ્રેણિ છે, તેમાં તે આભિયોગિકદેવો રહે છે, અને ઐરાવતનો વૈતાઢય મેરની ઉત્તરદિશામાં હોવાથી તેની સપરિતન બે મેખલાઓમાં ઈશાનઈન્દ્રને એજ ચાર નામવાળા