SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી નવ તત્વ - બાર ભાવના ભાવવી તે કહે છે ૧ અનિત્યભાવના-સંસારના સર્વ પદાર્થને અનિત્ય, અસ્થિર જાણવા. ૨ અશરણભાવના-કઈ કઈને શરણ નથી, એક ધર્મનું જ શરણું છે. ૩ સંસારભાવના સંસારમાં ઘણુ કાળ થયાં રઝળ્યાં કરે છે મા તે સ્ત્રી થાય, સ્ત્રી તે મા થાય, પિતા તે પુત્ર થાય, પુત્ર તે પિતા થાય ઈત્યાદિ ભાવને અનુભવ કરે. ૪ એકત્વભાવના-આ જીવ એકલે આવ્યે, એ જશે અને એક સુખ દુઃખ ભેગ છે પણ તેનું કોઈ સાથી નથી એવી ભાવના. ૫ અન્યત્વભાવના-જીવ કાયાથી જુદે છે અને કર્મો કરી જુદી જુદી કાયા ધારણ કરે છે. તેમ જ ધન તથા સ્વજનાદિ પણ અન્ય છે એવી ભાવના. ૬ અશુચિભાવના-રસ રૂધિર, માંસ મેદ, અસ્થિ, મજજા, વીર્ય, પરૂ, તથા આંતરડાં પ્રમુખે કરી આ શરીર બનેલું છે અને જેનાં નવ દ્વાર સદા વહેતાં રહે છે. એ શરીર કેઈ કાળે પણ પવિત્ર થવાનું નથી. એવી ભાવના ૭ આAવભાવના-પાંચ આશ્ર કરી પાપ બંધાય છે અને તેથી જીવ દુઃખ ભેગવે છે તેને વિચાર. ૮ સંવરભાવનાવ્રત પશ્ચકખાણેથી આશ્રવ રોક અને સંવર આદ. ૯ નિર્જરાભાવનાબાર પ્રકારના તપે કરી કમેને પચાવવું અર્થાત્ પૂર્વનાં સ ચેવા કર્મનું તેડવું તે. ૧૦ લોકભાવના-લેકનું સ્વરૂપ ચિંતવવું તથા આ જીવે સ લેક પશી મૂક્યું છે, ૧૧ બોધભાવનાથ પ્રવૃત્તિ કરણને વેગે કરી અકામ નિર્જર વડે પુણ્યના પ્રયોગે મનુષ્યભવ, આઈ દેશ, નિરોગીપણું તથા ધર્મશ્રવણતિ પ્રાપ્ત થઈ તથાપિ, સમ્પલ પ્રાપ્ત થવું દુર્લભ છે એવી ભાવના કરવી તે. ૧૨ ધર્મભાવના-દુસ્તર સંસાર સમુદ્રમાંથી પ્રવાહણ સમાન તે શ્રી જિનપ્રણીત દશવિધ ક્ષમાદિક શુદ્ધ ધર્મ તથા જ્ઞાન, દર્શન, ચરિત્ર એ રત્નત્રયાત્મક ધર્મ પામવે તે દુર્લભ તેમજ તે ધર્મના સાધક અરહિંતાદિ દેવે પામવા તે પણ દુર્લભ છે એવી ભાવના કરવી. એ બાર, પાંચ પ્રકારનાં ચારિત્ર-૧ સામાજિક, છેદે પસ્થાપનીય, ૩પરિહાર વિશુદ્ધ, ૪ સૂક્ષ્મસં૫રાય, ૫ યથાખ્યાત ચારિત્ર, પહેલું સામાયિક ચારિત્ર કહે છે-સમ અને આયિક એ બે શબ્દને એક સામાયિક શબ્દ થયે છે. સમ એટલે રાગ દ્વેષ રહિતપણને માટે આય એટલે ગમણુ પ્રાપ્ત છે જ્યાં તે સમ કહીએ, તે જ્યાં ઉત્પન્ન થાય તેને સામાયિક કહેવાય છે. વળી સમ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર તેને આર્થિક ત લામ જ્યાં થાય છે, એટલે જેણે કરી જ્ઞાન, દર્શન તથા ચારિત્ર એ ત્રણેની પ્રાપ્તિ થાય તેને સર્વ સાવઘ યોગ ત્યાગરૂપ અને નિરવદ્ય વેગ સેવનરૂપ સામાયિક કહીએ, એને સમ્યફ ચારિત્ર પણ કહે છે, એ સામાયિક ચારિત્ર જીવને પ્રાપ્ત થયા વિના બીજા ચારિત્રને લાભ થાય નહિ માટે એને આદિમાં કહ્યું છે. બીજું છેદેપસ્થાપનીય ચરિત્ર-તે પૂર્વોક્ત સર્વ વિરતિ સામાયિક ચરિત્રને જ છેદાદિ વિશેષપણે વિશેષીએ. એ વારે શબ્દથી તથા અર્થથી નાના પ્રકારપણું ભજે તે વારે છેદેપસ્થાપનીય ચારિત્ર થાય છે એટલે પૂર્વ પર્યાયને છેદ કરે અને ઉપસ્થાપન એટલે ગણાધિપે આપેલું પંચમહાવ્રતરૂપપણું જે મહાવ્રતને વિષે હેાય તે છેદેપસ્થાપનીય ચારિત્ર કહીએ. જ્યાં નવા પયનું સ્થાપન કરવું તથા પંચ મહાવ્રતને ઉચ્ચાર કરાવ, તે બે ભેદ, એક સાતિચાર તે મળ ગુણ ઘાતિને પ્રાયશ્ચિતરૂપ અને બીજે નિરતિચાર તે ઈશ્વર સામાયિકવંત નવ દીક્ષિત શિષ્યને છજીવણુથા અધ્યયન ભણ્યા પછી હાય તથા બીજા
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy