SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ખામણા ધરણહાર છે, બાવીશપરી સહના છતણહાર છે. સત્તાવીશ સાધુજીના ગુણે કરી સહિત છે, બેંતાલીશ. સુડતાલીશ તથા છાનુ છેષ રહિત આહાર પાણીના લેનાર છે, બાવન અનાચરણના ટાળણહાર છે. સચેતના ત્યાગી, અચેતના ભેગી, કંચન કામિનીના ત્યાગી, માયા મમતાના ત્યાગી, સમતાની સાગર દયાના આગર આદિ અનેક ગુણે કરી સહિત છે. ધન્ય મહારાજ ! તમે ગામ, નગર, પુરપાટણને વિષે બિરાજે છે. હું અપરાધી, દીનકિંકર ગુણહીન અહીં બેઠો છું તમારા જ્ઞાન, દર્શન, ચારિત્ર. તપ સંબંધી અવિનય, આશાતના, અભકિત, અપરાધ કર્યો હોય તે મન, વચન, કાયાએ કરી હાથ જોડી મરતક નમાવી ભુજે જુજે કરી ખમાવું છું. (સાધુને ખમાવવા) (તિકૂખને પાઠ ત્રણ વાર કહે.) છઠા ખામણું છઠા ખામણ અઢીદ્ધીપમાંહી સંખ્યાતા, અઢીદ્વીપ બહાર અસંખ્યાતા શ્રાવક, શ્રાવિકાને કરું છું તે શ્રાવજી કેવા છે ! હુંથી, તમથી, દાને, શિયળે, તપ, ભાવે, ગુણે કરી અધિક છે. બે વખત આવશ્યક પ્રતિક્રમણના કરનાર છે. મહિનામાં છ પષાના કરનાર છે, સમકિત સહિત બાર વ્રતધારી, અગિયાર પડિમાના સેવણહાર છે, જીવ અજીજ આદિ નવ તત્વના જાણનાર છે, ત્રણ જ મનેથના ચિંતવનાર છે, એકવીશ શ્રાવકને ગુણે કરી સહિત છે. દુબળી પાતળા છવની દયાના જાણનાર છે, પરધન પથ્થર બરાબર લેખે છે, પરસ્ત્રી માતા, બેન બરાબર લેખે છે. દૂધમી પ્રિયધમી દેવતાના ડગાવ્યા ડગે નહિ એવા છે, ધર્મને રંગ હાડહાડની મિરજાએ લાગે છે, એવા શ્રાવક, શ્રાવિકા, સંવ, પાષા, પ્રતિક્રમણમાં બિરાજતાં હશે તેમને આજના દિવસ સંબંધી અવિનય, આશાતના કરી હોય તે ભુજે ભુજે કરી ખમાવું છું. સાધુ સાધીને વાંદું છું. શ્રાવક, શ્રાવિકાને ખમાવું છું. સમકિતદષ્ટિજીવને ખમાવું છું, ઉપકારી ખાઈ, ભાઈને ખમાવું છું. ચોરાશી લક્ષ છવાજેનિના જીવને ખમાવું છું, સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઊંકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈદ્રિય, બે લાખ તેઈદ્રિય, બે લાખ ચૌરેંદ્રિય, ચાર લાખ નારદી ચાર લાખ દેવતા, ચાર લાખ તિર્યંચ પચેંદ્રિય ચૌદ લાખ મનુષ્યની જાતિ, એ ચશશી લક્ષ છવાજેનિના જીવને, હાલતાં ચાલતા, ઊઠતાં, બેસતાં, જાણુતાં, અજાતાં, હણ્યા હોય, હણાગ્યા હોય, છેદ્યા હોય, ભેદ્યા હોય, પરિતાપના કિલામના ઉપજાવી હોય તે અનંતા સિદ્ધ કેવળીની સાખે મિચ્છા મિ દુક્કડ. ખામેમિ-ખમાવું છું. સવવે છવા–સર્વ જીવને સરવે છવા વિ-સર્વ જીવ પણ ખમંતુ મે-મારે અપરાધ ક્ષમા કરજે. મિત્તિ-મિત્રાઈ છે. મે-મારે. સવ ભૂસુ-સવ જીવ સાથે વેર–વેર-દુશ્મનાઈ. મજખું–મારે. ન કેણઈ-કઈ સાથે નથી. એવમહં-એ પ્રકારે હું. આલેઇય-કહું છું. નિદિય-નિંદા કરું છું. મેં કીધું તેની ગરહિય–ગહરા કરું છું. દુગંછિયં-બેટું કીધું એમ કહું છું. સર્વ-સર્વ પાપ, તિવહેણું-ત્રણ પ્રકારે મન કયારે પરિગ્રહ છાંડીશ. ૨ કયારે દીક્ષા લઈશ. ૩ કયારે સંથારે કરીશ.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy