SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ઉન બને : 1. ર છે . ઉપદેશી દેહરા પલેકે સુખ પામવા, કર સારે સંકેત; હજી બાજી છે હાથમાં, ચેત ચેત નર ચેત ૧ શેર કરીને જીતવું. ખરેખરું રણ ખેત; દુશ્મન છે તુજ દેહમાં, ચેત ચેત નર ચેત. ૨ ગાફીલ રહીશ ગમાર તું, ફેગટ થઈશ ફજેત; હવે જરૂર હુશીયાર થઈ, ચેત ચેત નર ચેત. તન ધન તે તારું નથી, નથી પ્રિયા પરણેત; પાછળ સૌ રહેશે પડયાં, ચેત ચેત નર ચેત ૪ પ્રાણ જશે જ્યાં પિંડથી, પિંડ ગણાશે પ્રેત; માટીમાં માટી થશે, ચેત ચેત નર ચેત. રહ્યા ન ાણું રાજીયા, સુરનર મુનિ સમેત; તું તે તરણું છે, ચેત ચેત નર ચેત. ૬ રજકણ તાાં રખડશે, જેમ રખડતી રેત; પછી ન તન પામીશ કયાં, ચેત ચેત નર ચેત. ૭ કાળા કેશ મટી ગયા, સર્વ બનીયા વેત; જોબન જોર જતું રહ્યું, ચેત ચેત નર ચેત. માટે મનમાં સમજીને, વિચારીને કર વૈત, કયાંથી આવ્યા કયાં જવું, ચેત ચેત નર ચેત, ૯ શુભ શિખામણું સમજ તે, પ્રભુ સાથે કર હેત; અંતે અવિચળ એ જ છે, ચેત ચેત નર ચેત. ૧૦
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy