SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણ નય ૨૫૭ ૪ ભાવ નિક્ષેપ- સ પૂર્ણ ગુણયુકત વસ્તુને જ વસ્તુરૂપે માનવી. દૃષ્ટાંત-મહાવીર નામ તે નામ નિક્ષેપ, તે ગમે તેનું નામ રાખ્યું હેય, મહાવીર લખ્યું હેય, ચિત્ર કર્યું હેય, મૂર્તિ હોય કે કોઈ ચીજ મૂકીને એને મહાવીર તરીકે કહીએ, તે મહાવીરને સ્થાપના નિક્ષેપ, કેવળજ્ઞાન થયા પહેલાંના સંસારી જીવનને કે નિર્વાણ પામ્યાના બાદ શરીરને મારી માનવા તે મહાવીરને દ્રવ્ય નિક્ષેપ. અને મહાવીર પિતે કેવળજ્ઞાન, દર્શન સહિત બિરાજતા હેય તેમને જ મહાવીર કહેવા તે ભાવ નિક્ષેપ માને એ રીતે જીવ અજય આદિ સર્વ પદાર્થોનું ચાર નિક્ષેપ ઉતારી જ્ઞાન થઈ શકે. ૩. દ્રવ્ય-ગુણ-પર્યાય દ્વાર-ધમસ્તિકાય આદિ જેમ છ દ્રવ્ય છે; ચલન સહાય આદિ સ્વભાવ તે દરેકના જુદા ગુણ છે; અને દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય, આદિ પરિવર્તન થવું તે પર્યા છે. મૂળ ગુણ અને દ્રવ્ય ધ્રુવ છે. - દષ્ટાંત-જીવ તે દ્રવ્ય, જ્ઞાન-દર્શન આદિ ગુણ મનુષ્ય, તિર્યંચ, દેવ, સાધુ આદિ દશા તે વ્યંજન પય સમજવી અને ગુણેમાં ઉપગ આશ્રી પરિવર્તન દશા તે અર્થ પર્યાય. ૪. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, દ્વાર-વ્ય તે જીવ, અજીવ આદિ; ક્ષેત્ર તે આકાશ પ્રદેશ, કાળ તે સમય ઘડી, જાવ કાળચક્ર; ભાવ વર્ણ ગંધ, રસ, સ્પર્શ આદિ. જીવ, અજીવ બધા ઉપર દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ ઉતારી શકાય. ૫ ભાવ-દ્વાર-ભાવને-પ્રકટ કરવામાં તે સહાયક દ્રવ્ય છે. જેમ દ્રવ્યથી જીવ અમર. શાશ્વત છે, ભાવથી અશાશ્વત છે દ્રવ્યથી લેક શાશ્વત છે, ભાવથી અશાશ્વત છે. એટલે કે દ્રવ્ય તે મૂળ વસ્તુ છે, સવશાશ્વતી છે, ભાવ તે વસ્તુની પર્યાય છે –અશાશ્વતી છે. જેમ ભમ લાકડું કરે છે તેમાં કે' જેવો આકાર બની ગયો દ્રવ્ય કે અને કોઈ પંડિતે સમજીને “ક” લખ્યો તે ભાવ “ક જાણ. ૬ કારણ-કાર્ય દ્વાર-કાર્ય (સાધ્ય)ને પ્રગટ કરનાર પહોંચાડનાર તે કારણ છે. કારણ વિના કાર્ય ન થાય. જે ઘડે બનાવે તે કાર્ય છે, તે માટી, કુંભાર, ચાકડો આદિ કારણ અવશ્ય જોઈએ. માટે કારણ મુખ્ય છે. ૭ નિશ્ચય વ્યવહાર-નિશ્ચયને પ્રકટ કરનાર તે વ્યવહાર છે. વ્યવહાર બળવાન છે. વ્યવહારથી જ નિશ્ચયને પહોંચી શકાય છે. જેમ નિશ્ચયમાં કર્મના કર્તા કમ છે, વ્યવહારથી જીવ કર્મોને કર્તા મનાય છે જેમ નિશ્ચયથી આપણે ચાલીએ છીએ અને વ્યવહારથી કહીએ કે ગામ આવ્યું. પાણી યુવે તેને કહીએ કે નાળ યુવે છે ઇત્યાદિ. ૮ ઉપાદાન-નિમિત્ત-ઉપાદાન તે મૂળ કારણ જે સ્વયં કાર્યરૂપે પરિણમે જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી અને નિમિત્ત તે સહકારી કારણે જેમાં ઘડો બનાવવામાં કુંભાર, પાવડો ચાહે, વગેરે, શુદ્ધ નિમિત્ત કારણ હોય તે ઉપાદાનને સાધક થાય અને અશુદ્ધ નિમિત્તા હાથ તે ઉપાદાનને બાધક પણ થાય. ૯ ચાર પ્રમાણ-પ્રત્યક્ષ, આગમ, અનુમાન અને ઉપમા પ્રમાણ. પ્રત્યક્ષના ૨ ભેદ૧ ઈન્દ્રિય પ્રત્યક્ષ (પાંચ ઈદ્રિયોથી થતું પ્રત્યક્ષ જ્ઞાન) અને ૨ નોઈન્દ્રિય પ્રત્યક્ષ (ઈ-ક્રિયેની સહાય વિના માત્ર આત્મશુદ્ધતાથી પ્રત્યક્ષ જ્ઞાન થાય તે) તેના ૨ ભેદ–૧ દેશથી તે અવધિ મનપર્યવ જ્ઞાન અને ૨ સર્વથી તે કેવળજ્ઞાન.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy