SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જેને જ્ઞાન સાગર પરમમિત્ર, પરમવાલેશ્વરી, પરમ હિતવંક, પરમઆધાર, સફરજહાજસમાન, જગત્રાતા, જગતમાતા, જગતભ્રાતા, જગતજીવન, જગતમેહન, જગતસેહન, જગતપાવન, જગતભાવન, જગતઈશ્વર, ગતવીર, ગતધીર, જગતગંભીર, જગતઈષ્ટ, જગતમિષ્ટ, જગતશ્રેષ્ઠ, જગતમિત્ર, જગતવિભુ, જગતપ્રભુ, જગતમુગટ, જગતપ્રગટ, જગતનંદન જગતવંદન, ચૌદ રાજલકને વિષે ચુડામણી મુકુટસમાન, ભવ્યજીવના હૃદયના નવસરહાર, શિયલપુંજ, જગતશિરોમણિ, ત્રિભૂવનતિલક, સમવસરણના સાહેબ, સરસ્વતીના તુરંગ, ગણધરના ગુરુરાજ, છકાયના છત્ર, ગરીબના નવાજણહાર, મેહના ઘરંદ, વાણીના પઘસરેવર, સાધુના સેહરા, લેકના અગ્રેસર, અલકના સાધણહાર, ત્રાસિતના શરણાગત, મેક્ષના દાનેશ્વરી, ભવ્યજીવનાં લોચન, સતેજના મેરુ, સુજશના કમલ, સુખના સમુદ્ર, ગુણના હંસ, શબ્દના કેસરી, જમના જિતણહાર, કાલના ભક્ષણહાર, મનના અંકુશ, મનુજના કલ્પવૃક્ષ, સમદષ્ટિના માત-પિતા, ચતુર્વિધ સંઘના ગોવાલ ધરતીના ઈદ્રધ્વજ, આકાશને થંભ, મુક્તિના વરરાજા, કેવળના દેવડાર, ચોસઠ ઈદ્રના વંદનિક, પૂજનિક, અર્ચનિક, સ્મરણનિક, એવા દીદ્વાર, દીનબંધુ, દીન આધાર, સબદેવકાદેવ, સર્વ મુનિના નાથ, યોગીના ઠાકુરપુરુષ, તરણતારણ, દુઃખનિવારણ, અધમ ઉદ્ધારણ ભવદુઃખભંજન, સમતાના સિધુ, દયાના સાગર, ગુણના અગર ચિંતામણિ રત્નસમાન, પાર્શ્વમણિસમાન, કામદુગ્ધા ઘેનસમાન, ચિત્રાવેલસમાન, મોહનલસમાન, અમૃતરસકુંભસમાન, સુખને કરણહાર, દુઃખના હરણહાર, પાપડલતિમિરના ટાલણહાર, ચંદ્રમાની પેરે શીતળદશાના ધણી, સૂર્યની પેરે ઉદ્યોતના કરણહાર, સમુદ્રની પેરે ગંભીર; મેની પેરે અડોલ, વાયુની પેરે અપ્રતિબંધવિહારી, ગગનની પેરે નિરાલંબી, મારવાડી વૃષભોરી સમાન, પંચાનનકેશરીસિંહસમાન, એવા કેત્તર પુરુષ, અભયદાતા, ચક્ષુદાતા, માર્ગદાતા, એહવા ચરમ જિનેશ્વર, જગધણી, જિન શાસન શણગાર; ભાવ ધરીને સમરતાં, પામી જે ભવપાર. એવા તત્તાનંદી, તત્ત્વવિશ્રામી, અનંતાગુણો ધણી, અલક્ષગુણના ધણી, અનંતબળના ધણી, અનંતરૂપના ધણી, અનંત તેજના ધણી, અનંત અવ્યાબાધ આત્મિક સુખના ધરણહાર, સફલનામ ને સફલત્રના ધરણહાર, મે હણે મ હ’ શબ્દના પ્રકાશણહાર, અહો ભવ્ય જો કેઈ જીવને હણશો તે હણવવાં પડશે, છેદશે તે છેદાવવાં પડશે, ભેદશે તે ભેદાવવાં પડશે, કર્મ બાંધશે તે ભોગવવાં પડશે. એહવા “મ હણે મ હણો શબ્દના પ્રકાના કરણહાર, શ્રમણ ભગવંતમહાવીરે, ઉપન્નનાણદંસણધરે, અહજિણકેવલી, અપરિશ્રવી કહેતાં–અનાથવી પષ, તેં પ્રભુજીનાં ગુણ કહ્યામાં નાવે, મવ્યામાં નાવે, વર્ણવ્યામાં નાવે, એવા અકલસ્વરૂપ, જિનેશ્વરદેવ, તે પ્રભુએ સાડાબાર વર્ષને પંદર દિવસ સુધી મહા મહેનત કરી કમને ટાળી કર્મને ગાળી કર્મપ્રજાળી, કમને દૂર ઈડી, કર્મનાં દેણાં દઈ કરી, કર્મથી નિકરા થઈ કરી, કેવળશ્રી વરી, આમદશા પ્રકટ કરી, જિનેશ્વરદેવ, વીતરાગદેવ, મેલનગરે પધાર્યા. પણ જગતવાસી જંતુજીવને ઉપકાર નિમિત્ત, શાતા નિમિત્તે કલ્યાણ કરવા નિમિત્તે, ભવ્યજીવના દુ:ખ મટાડવા વાસ્તે, ચારગતિ, ચોવીસ દંડક, ચેરાશલક્ષ છવાયોનિને વિષે, એક કોડ સાડી સત્તાણુલાખ ક્રોડ કુલને વિષે, જીવ અન–પરિભ્રમણ કરે છે, સંગી શારીરિક, માનસિક વેદનાઓ સહન કરે છે, તે મટાડવા માટે પરમેશ્વરદેવે સિદ્ધાંતરૂપ વાણી ભાવભેદવૃત્તાંત, વિસ્તારપણે વર્ણવ્યાં.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy