SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ શ્રી જેને શાન સાગર નહીં ભેદ હે પ્રભુ આપને આત્મા વિષે આ બુદ્ધિથી, ચિંતન કરે પંડિત અહીં તે આપ સમ થાયે નકી; જે જળ વિષે શ્રદ્ધાથકી અમૃતતણું ચિંતન કરે; જે જળ ખરેખર વિશ્વના વિકારને શું ના હરે ? ૧૭ તમને જ અજ્ઞાને રહિત પરધમી પણ નામાંતરે, વિભુ હરિહરાદિક બુદ્ધિથી નિશ્ચય કરી પામે ખરે; કમળાતણ રેગેથી જેનાં નેત્ર પ્રભુ પીળા રહે, તે સાફ જોળા શંખને શું પતવણું નહીં કહે ? ૧૮ ધર્મોપદેશતણું સમયમાં આપના સહવાસથી, તરૂ પણ અશોક જ થાય તે શું મનુજનું કેવું પછી ? જયમ સૂર્યના ઉગ્યા થકી ના માત્ર માનવ જાગતાં, પણ વૃક્ષ પલ્લવ પુષ્પ સાથે સહેજમાં પ્રફૂલ્લિત થતાં. ૧૯ ચારે દિશાએ દેવ જે પુષ્પોતણી વૃષ્ટિ કરે આશ્ચર્ય નીચા મુખવાળા ડીંટથી તે કામ પડે; હે મુનીશ અથવા આપનું સામીપ્ય જબ પમાય છે; પંડિત અને પુષ્પતણું બંધન અધોમુખ થાય છે. ૨૦ જે આપના ગંભીર હૃદય સમુદ્રમાંથી ઉપજે, તે વાણમાં અમૃતપણું લેકે કહે તે સત્ય છે; કાંકે કરીને પાન પરમાનંદને ભજતાં થકા, ભવિજન અહે એથી કરીને શીધ અજરામર થતા. ૨૧ દેવે વીંછે જે પવિત્ર ચામર, સ્વામી આપ સમીપ તે, હું ધારું છું નીચા નમી ઊંચા જતાં એમ જ કહે; મુનિશ્રેષ્ઠ એવા પાર્શ્વને જે નમન કરશે સ્નેહથી, તે શુદ્ધ ભાવી ઉર્ધ્વ ગતિને પામશે નિશ્ચયથકી. ૨૨ સુવર્ણ રત્નોથી બનેલા ઊજળા સિંહાસને, ગંભીર વાણીવાન રૂપે શ્યામ સ્વામી આપને; ઉત્સુક થઈને ભવ્ય જનરૂપી મયુરે નીરખે, મેસશિરે અતિ ગાજતા નવ મેઘ સમ પ્રીતિવડે. ૨૩ ઊંચે જતી તુમ શ્યામ ભામંડળતણું કાંતિવડે, લેપાય રંગ અશેક કેરા પાનને સ્વામી ખરેક પ્રાણી સચેતન તે પછી વીતરાગ આપ સમાગમે, રે કેણુ આ સંસારમાં પામે નહિ બૈરાગ્યને. ૨૪ રે રે પ્રમાદ તજે અને આવી ભજો આ નાથને, જે મોક્ષપુરીમાં જતાં વ્યાપારી પાર્શ્વનાથને, સુર દુદુભીને શબ્દ જે આકાશમાં વ્યાપી રહે, હું માનું છું હે દેવ તે રીલેકને એમ જ કહે. ૨૫
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy