SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જન જ્ઞાન સાગર છે અને ચોરી કરનારને મૂકે છે પણ ઈદ્રિયના વિકારરૂપી જે ચેર છે તેને કોઈ મેહવંત બાંધી શક્તિ નથી. ૩૧ એ પ્રમાણે નમી રાજર્ષિનું કહેવું સાંભળીને દેવેંદ્ર આ પ્રમાણે કહે છે. ૩૨ હે ક્ષત્રી! જે કઈ રાજા તને નમતા નથી તે સર્વને વશ કરીને પછી જાજે. ૩૩ એ પ્રમાણે દેવેંદ્રનું કહેવું સાંભળીને નમી રાજર્ષિ આ પ્રમાણે કહે છે ૩૪ હે વિપ્ર ! દશલાખ- દ્ધાઓ જીતવા દોહ્યલા છે. તેને કેઈ સંગ્રામને વિષે જીતી શકશે. પણ પિતાના આત્માને જીતી શકે તે દશલાખ દ્ધાના જીતનાર કરતાં ઉત્કૃષ્ટ જીતનાર જાણ. ૩૫ આપણે પિતા આત્માથી જ યુદ્ધ કરવું, મનુષ્ય સાથે બાહ્યયુદ્ધ કરવાથી શું થાય ? અર્થાત કાંઈ નહિ. પણ આપણે પિતાને આત્મા જીતવાથી મેક્ષનાં સુખ પામશું ૩૬ પાંચ ઈદ્રિયે, ક્રોધ, માન, માયા તેમજ લોભ એ સર્વ છતાં બહુ દોહ્યલાં છે. પણ જેણે પિતાના આત્માને જીત્યો છે. તેણે સર્વને જીત્યા છે ૩૭ એ પ્રમાણે નમી રાજાનું કહેવું સાભળી દેવેંદ્ર આ પ્રમાણે કહે છે. ૩૮ હે ક્ષત્રી ! મોટા થા કરી, બ્રાહ્મણોને જમાડી, ગાય, સુવર્ણાદિ દાન દઈ મનન ભગીને, યજ્ઞ અંત સ્થાપીને પછી તું જાજે. ૩૯ એ પ્રમાણે દેવેંદ્રનું કહેવું સાંભળીને તેની રાજર્ષિ આ પ્રમાણે કહે છે. ૪૦ જે કોઈ મહિને મહિને દસ લાખ ગાયનું દાન કેઇને આપે, તેને જે લાભ થાય તેના કરતાં સંયમ (ચારિત્ર) લેનારને ઘણો જ વધારે લાભ થાય છે, માટે ગાયનાં દાન દેવાની શકિત ન હોય તેણે પણ સંયમ લેવો એ વધારે કલ્યાણનું કારણ છે. ૪૧ એ પ્રમાણે નમી રાજાનું કહેવું સાંભળીને દેવેંદ્ર આ પ્રમાણે કહે છે. ૪૨ હે મનુષ્યના અધિપતિ! ઘેર આશ્રમ છાંડીને બીજે આશ્રમ શા સારૂ છે છે ? આ ગૃહસ્થાશ્રમમાં જ રહીને વિધાદિકને વિષે અનુરક્ત થાઓ. ૪૩ એ પ્રમાણે દેવેંદ્રનું કહેવું સાંભળીને નમી રાજર્ષિ આ પ્રમાણે કહે છે. જ હે બ્રાહ્મણ! કોઈ અજ્ઞાની મૂખ પ્રાણી માસ માસ ખમણને પારણે ડાભની અણી ઉપર રહે એટલે આહાર કરે પણ તે પુરુષ નિરવધ ચારિત્રરૂપ ધર્મને સોળમે ભાગે પણ પહેચે નહિ અર્થાત અજ્ઞાનપણામાં ગમે તેવી આકરી કરેલી પિયા ચારિત્ર ધર્મને કાંઈ અંશે આવી શકે નહિ, માટે મને ગૃહસ્થાશ્રમ છાંડી ચારિત્ર આચરવું શ્રેય છે ૪૫ એ પ્રમાણે નમી રાજર્ષિનું કહેવું સાંભળીને દેવેંદ્ર આ પ્રમાણે કહે છે. ૪૬ હે ક્ષત્રી ! સોનારૂપાન વગર ઘડેલાં અને ઘડેલાં અલંકારે મણિ, મોતી, કાંસાનાં વાસણું, વસ્ત્ર અશ્વાદિક વાહને અને કેડાર વધારીને પછી જાજે, ૪૭ એ પ્રમાણે દેવતાનું કહેવું સાંભળીને નમી રાજર્ષિ આ પ્રમાણે કહે છે. ૪૮ હે બ્રાહ્મણ! કદાચિત સેના રૂપાના મેરૂ પર્વત જેવડા અસંખ્યાત પર્વતે હોય તે લેભી મનુષ્યને કિંચિત માત્ર સંતોષ થાય નહિ કારણ કે તૃષ્ણા અનંત આકાશસરખી છે. ૪૯ સઘળી પૃથ્વી સાળ-જવ આદિ ૨ જાતના ધાન્યથી, સેના-રૂપાથી તથા પશુ આદિથી ભરી આપે તે પણ એક લેભી મનુષ્યની ઈચ્છા પૂર્ણ થાય નહિ પણ હું એવું જાણીને લેભથી નિવત, સંતોષની વૃત્તિરૂપ તપ આચરીશ. ૫૦ એ પ્રમાણે નમી રાજનું કહેવું સાંભળીને દેવેંદ્ર આ પ્રમાણે કહે છે. પ૧ હે રાજર્ષિ ! મને ઘણું આર્ય ઉપજે છે કે પિતાને મળેલા કામગને છાંડીને હવે પછીથી (અછત) મળવાના ભેગની ઈચ્છા રાખે છે! પણ ઈછા રાખેલા ભોગ મળશે કે નહિ એવા સંકલ્પ વિકલ્પ કરી હઈશ, માટે છતા ભગતે છાંડી નહિ. પર. એ પ્રમાણે દેવતાનું કહેવું સાંભળીને નમી રાજર્ષિ આ પ્રમાણે કહે છે. ૫૩ હે બ્રાહ્મણ! એ કામભોગ શલ્યસરખા છે, ઝેરસરખા છે, દષ્ટિવિયવાળ સર્ષની ઉપમા સરખા છે. જો કે તે કામગ મળી શકે તેમ નથી, ભોગવી શકે તેમ નથી, તે પણ આકરી અભિલાષા રાખે છે, એવા જીવ તંદુલ મચ્છની માફક નરકને વિષે માડી ગતિએ ઊપજે છે, ૫૪ ક્રોધે કરી નરકાદિક અધોગતિએ જાય છે, અહંકારે કરી માઠી ગતિએ જાય છે. માયાપટે કરી સદ્દગતિને
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy