SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ : શ્રી જૈન જ્ઞાન સાગર અર્થ:- સંયમને વિષે જેણે ભલી રીતે આભાને સ્થાપ્યો છે, જે વિવિધ પ્રકારના પરિગ્રહથી મુકાણ છે અને છકાયના રખવાળ છે એવા, તથા ચારિત્રના પાળનાર નિગ્રંથ, મોટા અધીશ્વરને આગળ કહેશું તે અનાચરણ આચરવાં યોગ્ય નથી તે બાવન અનાચરણનાં નામ કહે છે. ૧ આધાકમ આહાર લેવો તે, ૨ પૈસા આપી લાવેલી વસ્તુ લેવી તે, ૩ નિત્ય ચાર પ્રકારને આહાર લે તે, ૪ સામી મંગાવીને વસ્તુ લેવી તે, ૫ રાત્રિ ભોજન કરે છે, ૬ નાહવું તે, ૭ સુગંધી, શરીરે લગાવે તે ૮ કુલ પ્રમુખની માળા પહેરે તે, ૯ પંખાથી વાયરે લે તે, ૧૦ રાતવાસી આહાર રાખે છે, ૧૧ ગૃહસ્થનાં વાસણમાં જમે તે, ૧ર રાયપિંડ (રાજાને વાસ્તે ઘણું વિગયથી અને બલિષ્ટ આહાર બનાવેલ હોય તે.) ભેગવે તે, ૧૩ દાન દેવાને વાસ્તે કાલે આહાર લે તે ૧૪ શરીરે મર્દન કરવું તે. ૧૫ દાંત સાફ કરવા તે, ૧૬ ગૃહસ્થને ખુશ ખબર પૂછવા તે, ૧૭ દર્પણ આદિમાં મોટું જોવું તે, ૧૮ અર્થ ઉપાર્જનને કારણે ચોપાટ, ગંજીપા અને શેત્રુંજ આદિ રમત રમવી તે તથા જુગટે રમે તે, ૧૯ છત્રકંબલ આદિ માથે રાખે, રખાવે તે, ૨૦ વૈદું કરવું, કરાવવું તે, ૨૧ પગમાં પગરખાં પહેરવાં તે, (કપડાના અથવા ચામડાનાં). ૨૨ આરંભ કરે તે, ૨૩ અગ્નિને આરંભ કરે તે, ૨૪ સ્થાનકના ધણીને આહારદિક લે તે, ૨૫ ટેલીઆ, પલંગ અને ખુરશી પર બેસે તે, ૨૬ ગૃહસ્થીને ઘેર બેસે તે, ૨૭ શરીરના ગાત્રને વિલેપન કરવાં તે (પીઠી પ્રમુખનાં) ૨૮ ગૃહસ્થની વૈયાવચ્ચ કરે તે, ર૯ પિતાની જાતિ જણાવી આજીવિકા કરવી તે, ૩૦ મિશ્ર એટલે કાંઈક છવના પ્રદેશ રહી ગયા હોય તેવાં કાચાં, પાકાં આહાર પાણી ભોગવવાં તે, ૩૧ ભૂખ તૃષાદિક અથવા રેગાદિક પીડા ઊપજવાથી ગૃહસ્થનું શરણ લે તે, ૩૨ કાચા મૂળા, ૩૩ કાચું આદુ, ૩૪ શેરડીના કટકા ભેગવે તે, ૩૫ સુરણ આદિ કંદ ભોગવે તે, ૩૬ વૃક્ષનાં મૂળ સચિત ભોગવે તે, ૩૭ કાચાં ફળ, ૩૮ કાચાં બીજ લેવાં તે, ૩૯ સંચળ, સિંધવ, ૪૦ મીઠું, ૪૧ અગરનું કાચું મીઠું ભોગવવું તે, ૪ર સમુદ્રનું મીઠું, ૪૩ ખારી ધૂળથી નીપજેલું મીઠું, ૪૪ કાળું મીઠું કાચું ભેગવવું તે, ૪પ વસ્ત્રાદિકને ધુપ દેવો અથવા દેવા તે, ૪૬ ઔપધથી વમન કરવું તે; ૪૭ ગળાથી નીચેના વાળ સમારવા તે, ૪૮ જુલાબ લેવો તે, ૪૯ આંખમાં આંજન કરવું તે, ૫૦ દાતણ કરવું તે, ૫૧ શરીરે તૈલાદિક વિલેપન કરવું તે, પર શરીરની સુશ્રુષા કરવી તે અનાચાર દોષ. એ સર્વ અનાચરણ દોષ નિર્ગથ મોટા ઋષિવર, સંયમને વિષે જોડાયેલા અપ્રતિબંધ પણે વિચરનારને આચરવા ગ્ય નહિ. ૧૧ પાંચ આશ્રવ માઠા જાગી છેડનાર, ત્રણ ગુપ્તિ ગોપવનાર, છકાય જીવની સમ્યફ પ્રકારે થના કરનાર, પાંચ ઈંદ્રિયનો નિગ્રહ કરનાર, દૌર્યવંત, નિર્ગથ, સરલ દષ્ટિએ સંયમ પાળનાર ૧૨ ઉનાળાની ઋતુને વિષે આતાપના લીએ, શિયાળાની ઋતુને વિષે વસ્ત્ર દૂર મુકી ટાઢ સહન કરે. વષકાળે અંગોપાંગને સંવરી એક ઠામ બેસે. સમ્યફ પ્રકારે યત્નાને કરણહાર, ભલી સમાધિવંત જ્ઞાનાદિકના ધરણહાર. ૧૩ જેણે પરિપહરૂપ વેરીને દમ્યા, મેહને દૂર કર્યો, ઈદ્રિયને છત્યાં એવા મેટા ઋષીશ્વર, શારીરિક અને માનસિક દુઃખ ટાળવાને અર્થે ઉદ્યમ કરે છે. ૧૪ દુષ્કર કર્તવ્ય કરીને દુષ્કર-સહી ન શકાય તેવા પરિપ સહીને તે માંહેલા કેટલાક મુનિરાજે દેવકને વિષે પજે અને કેટલાક સિધ્ધ ' થાય. ૧૫ પાછલા ભવનાં કમને, સંયમે કરી, તપે કરી, ખપાવીને મેક્ષ મા પામ્યા થકી છકાય જીવને તારનાર અને અતિશય શીતળ થયા. એમ હું કહું છું.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy