SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શ્રી જૈન જ્ઞાન સાગર કહી એવી શેભાએ કરી તથા અનેક પ્રકારના રોના વએ કરી મનને આનંદ કરે છે અને સૂર્યની પેઠે સર્વ દિશાઓને દીપાવે છે. ૧૪ આ જશ મેરુ ગિરિરાજ પર્વતના કહેવાય છે. એ પૂર્વોકત ઉપમાઓ શ્રમણ ભગવાન જ્ઞાતપુત્ર શ્રી મહાવીરદેવ જાતિએ, થશે, દર્શને, જ્ઞાને એવું આચારે સર્વોત્તમ છે. ૧૫ લાંબા પર્વતેમાં નિષધ પર્વત મોટો છે, ગોળાકાર પર્વતમાં રૂચક પર્વત શ્રેષ્ઠ છે, તે ઉપમાએ શ્રી મહાવીદેવ જગતમાં પ્રજ્ઞાએ કરી શ્રેષ્ઠ કહ્યા છે તથા સર્વ મુનિઓને વિષે પ્રજ્ઞાવંત કહ્યા છે. ૧૬ તે ભગવાન પ્રધાન ધર્મ પ્રકાશિત પ્રધાન, ઉજજવળમાં ઉજજવળ, દેવરહિત, ઉજજવળ, શંખ અને ચંદ્રમાની પેઠે એકાંત ઉજ્જવળ, સર્વ ધ્યાનમાં સર્વોત્તમ એવું શુક્લ ધ્યાના ધ્યાય છે, ૧૮ તે મોટા વીશ્વર (મહાવીરદેવ) સમસ્ત કર્મ ખપાવીને જ્ઞાને કરી, ચારિત્રે કરી દર્શન કરી, સર્વોત્તમ લેકેને અપ્રભાવે ઉત્કૃષ્ટી સાદિ અનંત ભાગે સિદ્ધિગતિને પામ્યા, ૧૮ જેમ સેને વિષે શામલી વૃક્ષ પ્રસિદ્ધ છે, જે વૃક્ષને વિષે સુવર્ણકુમાર દેવતાઓ રતિસુખ વેદે છે. વનને વિષે જેમ નંદનવન શ્રેષ્ઠ કહ્યું છે તેમ શ્રી મહાવીરદેવ જ્ઞાન અને ચારિત્રે કરી પ્રસ્તાવંત છે. ૧૯ શબ્દોમાં જેમ મેઘની ગર્જનાને શબ્દ, તારાઓને વિશે જેમ ચંદ્રમાં અને સુગંધીઓમાં જેમ ચંદન શ્રેષ્ઠ છે તેમ મુનિઓમાં આકાંક્ષારિત એટલે અલેક પરલેકની વાંછના રહિત શ્રી મહાવીરદેવ શ્રેષ્ઠ કહ્યા છે. ૨૦ જેમ સર્વ સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર, નાગકુમાર દેવતાઓમાં ધરણેન્દ્ર અને રસમાં શેરડીનો રસ શ્રેષ્ઠ છે તેમ તપોધ્યાને કરી મુનિઓમાં શ્રી મહાવીરદેવ શ્રેષ્ઠ છે ૨૧ હાથીઓને વિષે જેમ રાવત હાથી, મૃગાદિક જનાવમાં સિંહ, પાણીમાં ગંગા નદીનું પાણી. પક્ષીઓને વિષે ગરૂડ પક્ષી (વેણુદેવ) પ્રધાન છે. તેમ નિર્વાસવાદીઓમાં જ્ઞાનપુત્ર શ્રી મહાવીરદેવ પ્રધાને કહ્યા છે. રર દ્ધાઓમાં જેમ વિશ્વસેન (ચક્રવત,) ફલેમાં જેમ અરવિંદ કમળ, ૧ ક્ષત્રીમાં જેમ દાતા–વાક્ય (વચન) પાળનારે એ જે ચક્રવતી તે શ્રેષ્ઠ છે તેમ ઋષિઓને વિષે શ્રી વર્ધમાન સ્વામી શ્રેષ્ઠ કહ્યા છે. ૨૩ દાનમાં અભયદાન, સત્ય વચનમાં અનવદા વચન અને તપને વિષે બ્રહ્મચર્ય શ્રેષ્ઠ કહ્યું છે, તેમ સર્વ લેકમાં ઉત્તમ શ્રમણ જ્ઞાનપુત્ર શ્રી મહાવીરદેવ શ્રેષ્ઠ છે. ૨૪ સ્થિતિવાળા લેકેમ જેમ લવ સપ્તમ દેવ. (પાંચ અનુત્તર વિમાનવાસી દેવતા) સભાઓમાં સૌધર્મ સભા, અને સર્વ ધર્મોમાં જેમ મેક્ષધર્મ શ્રેષ્ઠ છે તેમ જ્ઞાતપુત્ર શ્રી મહાવીરદેવથી કે ઉત્કૃષ્ટ જ્ઞાની નથી એટલે શ્રી મહાવીરદેવ સર્વથી શ્રેષ્ઠ જ્ઞાની છે. ૨૫ જેમ પૃથ્વી સર્વ વસ્તુને આધારભૂત છે તેમ શ્રી મહાવીરદેવ પણ પૃથ્વી સમાન તથા આઠ પ્રકારનાં કર્મ ખપાવીને અભિલાષારહિત, દ્રવ્યસંનિધિ તે ધન, ધાન્ય, દુપદ અને ચતુષ્પદાદિ અને ભાવસંનિધિ તે ક્રોધ, માન, માયા અને લેભ એ બે પ્રકારની સંનિધિ ન કરનાર, એવા પ્રજ્ઞાવાન ચાર ગતિરૂપ મોટા સમુદ્રને તરીને મોક્ષ પામ્યા છે. અભય કરનાર શુરવીર તથા અનંત ચક્ષવાળા છે. ૨૬ ક્રોધ, માન, માયા તેમજ ચોથે લોભ એ ચાર અધ્યાત્મ દેને ત્યાગીને અરિહંત અને મોટા ઋષિ થયા તેથી પાપકર્મ કરે નહિ અને કરાવે પણ નહિ. ર૭ ક્રિયાવાદીના ૧૮૦, અક્રિયાવાદીને ૮૪, વિનયવાદીના ૩૨ તથા અજ્ઞાનવાદીના ૬૭ એ સર્વ ૩૬૩ પાંખડીઓના ભેદ જાણવા. શ્રી મહાવીરદેવ તે સર્વ ભેદને (દુર્ગતિ જવાનાં કારણ, જાણીને તેને ત્યાગ કરી ચારિત્રરૂપ ધર્મને વિષે જાવજીવ સુધી સાવધાનપણે રહ્યા ૨૮ તે રાત્રિ ભોજનરહિત, સ્ત્રી-ભાગનું નિવારણ કરીને અષ્ટ કમરૂપ દુ:ખને ક્ષય કરવાને અર્થે ઉપપ્પાનવાન (તપઆવડે દેહ સુકાવી નાંખે એવા) થયા. વળી તે પ્રભુએ આ લેક અને પરલોકનાં સ્વરૂપ જાગીને સર્વ પ્રકારનાં ૧ સુર્યવિકાસી કમળ ૨ કોઈ જીવને પીડા ન થાય એવું.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy