SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભ વિચાર ૧૭૩ આંગળની કહેવાય છે. આઠ પળનું હદય છે, પચીસ પળનું કાળજું છે. (હવે સાત ધાતુનાં પ્રમાણ માપ કહે છે.) તે શરીરમાં એક આ રૂધિરને અને અરધો આ૮ માંસને હોય છે, એક પાથે માથાને ભેજ એક આ લઘુનીત, એક પાથ વડી નીતરે છે. કફ, પિત્ત, ને શ્લેષ્મ એ ત્રણને એકેકે કવિ અને અડધો કલવ વીર્યને હોય છે, એ સર્વને મૂળ ધાતુ કહેવાય છે, એ ધાતુ ઉપર શરીરને ટકાવે છે. એ સાતે ધાતુ પિતાના વજન પ્રમાણે રહે ત્યાં સુધી શરીર નિરોગી અને પ્રકાશવાળું રહે છે, તેમાં વધઘટ થવાથી શરીર રોગને આધિન થાય છે. નાડીનું વિવેચન :- તે શરીરમાં ગશાસ્ત્રને ન્યાયે બેતેર હજાર નાડી છે. તેમાંથી નવસે નાડી મોટી છે. તેમાંથી નવ નાડી ધમણી ને મોટી છે. તેના થડકારા ઉપરથી રોગની તથા સચેત શરીરની પરીક્ષા થાય છે. તે બે પગની ઘુંટી નીચે બે, એક નાભીની એક હૃદયની, એક તાળવાની, બે લમણાની, અને બે હાથની; એ નવ, એ સર્વ, નાડીઓની મૂળ રાજધાની “નાભી” છે. તેની વિગત એ છે કે નાભીની એકસો ને સહ નાડી, પેટ તથા હૃદય ઉપર પથરાદને ઠેઠ ઊંચે મસ્તક સુધી પોંચી છે. તેનાં બંધનથી મસ્તક સ્થિર રહે છે. તે નાડીઓ મસ્તકને નિયમ મુજબ રસ પહોંચાડે છે, તેથી મસ્તક સતેજ, આરોગ્ય ને તર રહે છે. તે નાડીઓમાં નુકસાન હોય ત્યારે આંખ, નાક, કાન અને જીભ એ સર્વ કમજોર થાય છે, રેગિષ્ટ બને છે, શ, ઝામર વગેરે વ્યાધિઓને પ્રકોપ થાય છે. નાભીથી બીજી એકસો ને સાઠ નાડી નીચી ચાલે છે, તે પગનાં તળીઓ સુધી પહોંચી છે. તેનાં આકર્ષણથી ગમનાગમન કરવાનું, ઊભું રહેવાનું તથા બેસવાનું બને છે. તે નાડીઓ ત્યાં સુધી રસ પહોંચાડી આરોગ્ય રાખે છે. તે નાડીમાં નુકસાન થવાથી સંધિવા, પક્ષઘાત સાથલના ચસકા, કળતર, તેડ, ફાટ, માથાના ભેજાને દુઃખાવો અને આધાશીશી વગેરે રોગને પ્રપ થાય છે. નાભીથી ત્રીજી એકસો ને સાઠ નાડી તીરછી ચાલીને બે હાથની આંગળીઓ સુધી પહોંચી છે, તેટલે ભાગ તેનાથી મજબૂતે રડે છે. તેને નુકસાન થવાથી પાસાળ, પેટનાં અનેક દર, મુખપાકનાં, દાંતનાં દર્દો વગેરે અનેક રોગને પ્રકેપ થાય છે. નાભીથી ચોથી એકસો ને સાઠ નાડી નીચી મર્મસ્થાન ઉપર પથરાઈને, અપાન દ્વાર સુધી પહોંચી છે. તેની શક્તિ વડે બધે જ રહી શકે છે. તેને નુકસાન થવાથી લધુનીત, વડીનીતની કબજીયાત અથવા અનિયમિત છૂટ થઈ પડે છે. તેમજ વાયુ, કૃમિપ્રકેપ, ઉદરવિકાર, હરસ, ચાંદી, પ્રમેહ, પવનરોધ, પાંડુરોગ, જળદર, કઠોદર, ભગંદર, સંગહ વગેરેને પ્રકોપ થાય છે, નાભીથી પચીસ નાડી ઊપડીને ઊંચી લેબ્સ દ્વાર સુધી પચી છે, તે લેખની ધાતુને પુષ્ટિ આપે છે, તેની નુકસાનીથી શ્લેષ્મ, પીનસનો રોગ થાય છે. તેમજ બીજી પચીસ નાડી તે તરફ આવીને પિત્ત ધાતુને પુષ્ટિ આપે છે. તેની નુકસાનીથી પિત્તને પ્રકેપ અને જવરાદિક રોગ થાય છે. તેમજ ત્રીજી દસ નાડી વીર્ય ધારણ કરનારી છે, તે વીર્યને પુષ્ટિ આપે છે. તેમાં નુકસાન થવાથી સ્વપ્નધાતુ, મુખલાળ, ખરાબ પેસાબ વગેરેથી નબળાઈમાં વધારે થાય છે, એ સર્વે મળીને સાતમેં નાડી રસ ખેંચી પુષ્ટિ આપે છે અને તે શરીરને ટકાવી રાખનારી છે, તે નિયમિત રીતે ચાલવાથી નિરોગ, અને નિયમભંગ થવાથી રોગ થાય છે. તે સિવાયની અસેં નાડી ગુપ્ત ને જાહેર રીતે શરીરનું પિપણ કરે છે, તેથી નવસે નાડી કહેવાય છે.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy