SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ જંબૂલીપ વિચાર સુવર્ણમય છે. એ સર્વ મળીને ૧ લાખ જેજનને મેરૂ પર્વત છે. તે મૂળે ૧૦૦૯૦ જન ને એક જજનના ૧૧ ભાગ કરીએ તેવા ૧૦ ભાગ એટલે ધરતીને મૂળે પળે છે, દશ હજાર જજનનો ધરતીને સમભૂતળે લાંબે પહેળે છે. ધરતીથકી અગિયાર હજાર જોજન ઊંચા જઈએ ત્યાં નવ હજાર જજનને લાંબે ને પહેળે છે, એમ અગિયાર અગિયાર હજારે ૧ હજાર ઘટાડતાં શિખરે ૧ હજાર જજનને લાંબે પહોળો છે. તેની ત્રિગુણું અધિક પરિઘી છે. મેરુને ૪ વન છે; ભદશાલ વન ૧, નંદન વન ૨, સૌમનસ વન ૩, પંડગ વન ૪, ભદ્રશાલ વન ડે મેરુને ચારે બાજુ ધરતી ઉપર છે. તે પૂર્વ પશ્ચિમે બાવીશ હજાર જેજન લાંબુ છે, અને અઢીસો જેજન ઉત્તર દક્ષિણે પહેલું છે. તેને એક પવરવેદિક ને એક વન ખંડ સઘળે, ચારે બાજુએ છે. મેરુ પર્વત થકી પૂર્વ દિશાએ ૫૦ જેજન વનમાં જાય ત્યાં એક સિપ્લાયતન છે. તે પ જોજનનું લાંબુ ને ૨૫ જનનું પહેલું છે અને ૩૧ જનનું ઊંચું છે. અનેક સ્તંભ છે. તે સિધ્ધાયતનને ૩ બારણાં છે. પૂર્વ ૧, દક્ષિણે ૨, ઉત્તરે ૩, તેના દરવાજા આઠ આઠ જજનના ઊંચા છે ને ૪ જજનના પહોળા છે. તે સિધ્ધાયતનના મધ્ય દિશ વિભાગને વિષે એક મણિમય પીઠિકા છે. તે ૮ જોજનની લાંબી ને પહોળી છે. ૪ જજનની જાડ૫ણે છે, ને સર્વ રત્નમય છે. તે ઉપર દેવદો (ગભારો) છે તે ૮ એજનને લાંબે ને પહોળો છે, અને ૮ જનને અધિક ઊંચે છે. ત્યાં જિનપ્રતિમા છે તેનું વર્ણન આ પ્રમાણે છે. દેવદેવ ધુપના કરુછા છે. એમ એક સિધ્ધાયતનનું વર્ણન કર્યું તેમ ચાર દિશે ૪ સિધ્ધાયતન છે. ત્યાં મેરુ પર્વતથી ૫૦ જોજન ઈશાન કેણ વનમાં જાય ૪ વાવડીઓ છે મેરુ પર્વતથી ૫૦ જન અમ્રિકેણુ વનમાં જાય ત્યાં ૪ વાવડીઓ છે. મેરુ પર્વતથી ૫૦ જજન નૈઋત્યકોણે વનમાં જાય ત્યાં જ વાવડીઓ છે મેરુ પર્વતથી ૫૦ જેજન વાયવ્યકોણે વનમાં જાય ત્યાં જ વાવડીઓ છે. તે એકેકી વાવડી ૫૦ જનની લાંબી અને ૨૫ જનની પહોળી છે, અને દશ દશ એજનની ઊંડી છે. તેઓ ચારે દિશા તરણ સહિત છે. તે ચાર ચાર વાવડીઓના મધ્યમાં એક એક મહેલ છે ને તે દક્ષિણની બે બાજુમાં (અગ્નિ ને નૈ કેણમાં) શ દના ને ઉત્તરની બે બાજુમાં (ઈશાન ને વાયવ્યમાં) ઇશારેંદ્રના મહેલ છે. તે ચારે પાંચસો પાંચસે લેજનના ઊંચા છે, અને અઢીસો અઢીસે જોજનના લાંબા ને પહેળા છે તથા ઊંચા શિખરબંધ છે, ભદ્રશાલ વનમાં ૮ દિગતિ કુટ છે. ભદ્રશાલ વનથી પાંચસે જોજન મેરૂ ઉપર જઈએ ત્યાં નંદનવન આવે. તે નંદનવન ૫૦૦ જેજન ચક્રવાલ વિષ્કપણે ફરતું વર્તુળ વલયને આકારે છે. તે મેસે. પર્વતની નજીક છે, જ્યાં ઘણાં દેવ-દેવાંગના હાસ્યરતિ ખેલે છે. ત્યાં પણ ૪ સિધ્ધાયતન છે, ૧૧ વાવડીઓ છે. ૪ મહેલ છે. પહેલાના પડે છે. પણ ત્યાં ૯ ફૂટ છે. વળી નંદનવનથી સાહીબાસઠ હજાર જેજન ઊંચા જઈએ ત્યાં સૌમનસ વન આવે તે ૫૦૦ જેજન ચક્રવાલ વિષ્કપણે ફરતું વળ–વલયને આકારે છે. મેને વીંટી રહ્યું છે સિધ્ધાયતન છે. ૧૬ વાવડીઓ છે, ૪ મહેલ છે. ત્યાંથી ૩૬ હજાર જેજન મેરુને શિખરે જઈએ ત્યાં પંડગવન આવે, તે ૪૯૪ જન ચક્રવાલ વિધ્વંભપગે ફરતું વર્તુળ-વલયને આકારે છે. મેરુની યુલિકાને વીંટી રહ્યું છે. પંડગ વનને વિષે એક યુલિકા છે, તે ૪૦ જનની ઊંચી છે. ૧૨ જોજનની મૂળે પહોળી છે, અને ૪ જોજનની મથાળે પહાળી છે. આઠ જે જનની વચમાં પહોળી છે ગાયના પૂ ને આકારે છે. સર્વ દૌરય રય છે. તેની એક પઘવર વેદિકા છે. ઉપર ઘણી સમરમણિક ભૂમિકા છે. તે યુલિકા ઉપર એક સિધ્ધાયતન છે. તે ૧ કેશનું લાંબુ ને અર્ધ કેશનું પહેલું છે અને દેશ ઉણું કોશ ઊંચું છે, અનેક સ્તંભે છે, જવ ધુપના કપુજા છે. તે પંડિગ વનમાં ૪ સિધ્ધાયતન છે. ૧૬ વાવડીઓ છે, ૪, મહેલ છે, તે પહેલાંની પેઠે જાગુવું. પંડગ વનમાં ૪ અભિષેક શિલા છે, તેનાં નામ :
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy