SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ફંડ કરાવ્યું તેમજ દાદા શ્રીજિન દત્તસૂરિ અષ્ટમ શતાબ્દિ મહોત્સવના ફંડ માટે અજમેરથી ડેપ્યુટેશન આવ્યું તેઓને પણ છ સાત હજારનું ફંડ કરાવી આપ્યું. ત્યાર પછી મુંબઈથી વિહાર કરી દહાણુ પરગણાના ગામેગામમાં વિચરી શ્રીજિનદત્તસૂરી બ્રહ્મચર્યાશ્રમ પાલીતાણા માટે હજારોનું ફંડ કરાવ્યું. અહીંથી વિહાર કરી ભરૂચ ખંભાત આદિની યાત્રા કરી પાલીતાણા આવ્યા. સિદ્ધાચળમાં તીર્થયાત્રા કરી ગિરનારજીની યાત્રા કરીને શ્રીહરિચંદ માણેકચંદ શાહ માટુંગા નિવાસીના અત્યંત આગ્રહથી તેમની જન્મભૂમિ વીરનગરમાં ચાતુર્માસ રહ્યા. અહીં શ્રીહરિચંદભાઈના પિતા શ્રીમાણેકચંદ ભાઈ તથા વીરચંદભાઈ આદિને ઉપદેશ કરી ક૯પસૂત્ર ગુજરાતી ભાષાંતર સહિત પ્રકાશિત કરવા રૂપીયા ત્રણ હજાર અપાવ્યા. વીરનગરમાં મુનિરાજોનું પ્રથમ ચાતુર્માસ હોઈ શ્રીવીરચંદભાઈ પાનાચંદના આખા કુટુંબે તથા બીજા ભાઈબહેનોએ ખૂબ લાભ લીધો. શ્રીમાણેકચંદ ભાઈએ ચારે માસ મુનિરાજેની ખૂબ શ્રદ્ધા પૂર્વક સેવા ભક્તિ કરી. ચાતુર્માસ પૂર્ણ કરી ભદ્રેશ્વરની યાત્રા કરી કચ્છ માંડવી જઈ પૂ. ઉપાધ્યાય શ્રીલબ્ધિમુનિજી મ. ને વંદન કર્યું સં. ૨૦૧૪ નું ચાતુર્માસ તેઓશ્રીની છત્ર છાયામાં કચ્છ ભુજમાં કર્યું. ચોમાસા પછી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ સાથે માંડવી આવ્યા. અહીં દાદા સાહેબની પ્રતિષ્ઠા ખૂબ ધામધૂમથી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રીના વરદ હસ્તે થઈ ત્યારબાદ શ્રીગુલાબમુનિ અભડાસા પંચતીર્થીની યાત્રાર્થે ગયા અને આનંદ પૂર્વક યાત્રા કરી પાછા ઉપાધ્યાયજી મહારાજની સેવામાં આવી પહોંચ્યા. અહીંથી પૂનડીની પ્રતિષ્ઠા તથા કુંદ્રોડીમાં વરસી તપના પારણા પ્રસંગે તેમજ મુંદ્રા દાદાવાડીની પ્રતિષ્ઠા અને માંડવી જૈન આશ્રમના દહેરાસરની પ્રતિષ્ઠા પ્રસંગે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની સાથે રહ્યા. કોડાય શ્રીસંઘ તરફથી અત્યંત આગ્રહ ભરી વિનંતિ થવાથી ૨૦૧૫ નું ચાતુર્માસ કોડાય કર્યું. આ ચાતુર્માસમાં ગુરૂદેવોની જયંતીઓ વગેરે ઉજવી ધર્મ પ્રભાવના સારી કરી. ચાતુર્માસ પૂર્ણ કરી પાછા માંડવી જઈ પૂ. ઉપાધ્યાયજી મહારાજના ચરણે વંદન કર્યું. થોડા દિવસની સ્થિરતા કરી સિદ્ધાચળજી યાત્રાની ભાવના
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy