________________
( ૩૪ ) કે શરણ નથી એવું જે ભાવવું તે.) ૩ સંસાર ભાવના (માતા સ્ત્રી થાય, સી તે
માતા થાય, પિતા તે પુત્ર થાય, પુત્ર તે પિતા માય ઇત્યાદિ આજીવે સંસારને વિષે સર્વ ભાવને અનુભવ કર્યો છે એવું જે ભાવવું તે.) જ એકત્વ ભાવના (આ છવ સંસારમાં એક
આવ્યું છે ને એકલો જશે એવું ધારવું તે) ૫ અન્યત્વ ભાવના (આત્મા જ્ઞાન સ્વરૂપ છે
અને શરીર જડ છે માટે પરસ્પર ભિન્ન છે, આત્મા શરીર નથી અને શરીર આત્મા નથી આત્માથી શરીર તેમજ ધન તથા સ્વજનાદિક
અન્ય છે એવું ભાવવું તે.). ૬ અશુચિ ભાવના (રસ, રૂધીર, માંસ, હાડકાં,
વીર્ય, પરૂ વગેરેથી ભરેલું શરીર છે તથા તેનાં નવ તથા બાર દ્વારે સદા વહાં કરે છે (પુરૂષ તથા સ્ત્રી આશ્રી)ને તે કઈ દહાડે પવિત્ર થતું નથી એવું ભાવવું તે. ) ૭ આશ્રવ ભાવને ઈંદ્રીય પાંચ, કષાય ચાર,
અવ્રત પાંચ પ્રાણાતિપાતાદિક, જગ ત્રણ કિયા પચીસ એ ભેદ કરીને કર્મ બંધાય છે તથા દયા દાનાદિકે શુભ અને વિષય કક્ષાયાદિકે
અશુભ કર્મ બંધાય છે એવું જે ભાવવું તે.) ૮ સંવર ભાવના (જે જે સંવર આદરવા થકી