SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ નવ તત્વને બદલે સાત તનાં સાત પ્રકરણે કરવામાં આવ્યાં છે. જ્ઞાન અને દર્શન થયા પછી ચારિત્રની ખાસ જરૂર છે એટલે ચારિત્રને કથન કરનાર આઠમું પ્રકરણ છે. ત્યારપછી પૂર્વના પ્રકરણના સાર રૂપ અને સાથે કેટલીક બીજી બાબતેના ખુલાસાવાળું સર્વતત્વ રહસ્ય નામનું નવમું પ્રકરણ આપીને આ ગ્રંથ સમાપ્ત કરવામાં આવ્યો છે. આ ગ્રંથ નિશ્ચય અને વ્યવહાર બન્નેની અપેક્ષા સાથે લખવામાં આવ્યું છે. શુદ્ધ વ્યવહારનું પણું વર્ણન સાથે આપેલું છે, આજકાલ જે એકલા અશુદ્ધ અને શુદ્ધ વ્યવહારના ગ્રંથો લખાયેલા નજરે પડે છે તેવા વખતમાં શુદ્ધ વ્યવહાર અને નિશ્ચયના વર્ણનવાળા આ ગ્રંથ જરૂર ઉપગી થવા સાથે આવકાર દાયક થઈ પડવા સંભવ છે. મૂળ વસ્તુ કે જે પિતાને પ્રાપ્ત કરવી છે અને તે આત્મા પોતેજ છે, તેવું. જ્ઞાન ક્યાં સુધી જીવ સારી રીતિ જાણું શકયો ન હોય ત્યાં સુધી જીવ ને વસ્તુ પ્રાપ્ત કરી શકે નહિ, એટલા માટે આવા ગ્રંથની મનુષ્યને ઘણી જરૂર છે. અને તે જરૂરીયાત આ ગ્રંથથી કેટલાક અંશે પાર પડે તો ઠીક એવી માન્યતાવાળે આ ગ્રંથ લખવાને ઉદ્દેશ છે. આ ગ્રંથના અધિકારીઓ સત્ય વસ્તુના શોધક અને ઈચ્છક છે છે. આ વિશ્વની મેહની માયાથી કંટાળેલા અને આત્માના અખંડ આનંદને ઈચ્છનારાઓને આ ગ્રંથ તેમના માર્ગમાં મદદગાર થશે એમમારી માન્યતા છે. આ પ્રથમ સ્વતંત્ર લખ્યો નથી. એમાં તો પ્રભુ મહાવીરને ધ ભરેલો છે. તે બોધ પ્રભુ મહાવીરને ઉપદેશેલે છે અને પૂર્વના સમર્થ બુદ્ધિમાન આચાર્યોએ સંગ્રહી રાખેલ છે તેમાંથી સાર રૂપ ભાવાર્થ લઈને જેમ સુતાર કે કડી જુદા જુદા પડેલા પથ્થર ઈટ ચુને અને
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy