SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ બાળકોનાં મન કોરા કાગળ જેવાં છે તેથી તેના ઉપર જે લખવા ધારીએ તે લખી શકાય છે, પણ એકવાર લખ્યું તે વજલેપ જેવું થઈ જાય છે, માટે તેના ઉપર જે લખવું તે સંપૂર્ણ વિચાર કરીને જ લખવું જોઈએ. ૧૦૨ બાળાને ઉપદેશ કરીએ, તેના કરતાં આપણું વર્તનની તેમના ઉપર વધારે ઉડી છાપ પડે છે. આથી કરીને જેમના વર્તનના સંસ્કાર, બાળકના ઉપર પડવાનો સંભવ હોય તેમણે પોતાનું વર્તન ઉચા પ્રકારનું રાખવું જોઈએ. ૧૦૩ પુરૂષોમાં શરીરબળ વધારે હોય છે, પુરૂષોમાં મનની દઢતા અધિક હોય છે. સ્ત્રીઓમાં સંભાવવાની–શ્રદ્ધાની દઢતા અધિક હોય છે. ૧૦૪ મનુષ્ય ગમે તેટલે ગરીબ હોય પણ સદ્દવર્તનશાળી હેય તો તે રાજા કરતાં પણ ચડીયાતો છે, પણ ધનવાન છતાં વિકારને ગુલામ થઈ જાય, દુષ્ટ વૃત્તિઓ દેરવે ત્યાં દેરવાય, અને લાલચોમાં લપટાય તે અધમજ છે. ૧૦૫ મનુષ્યનું ખરું મનુષ્યત્વ તેના ચારિત્રમાંજ રહેલું છે. મુગટ ધારી મસ્તક હમેશાં બેચેન રહે છે. રાજા વિગેરે મોટા લોકોની સ્થીતિ આકશમાંના ગ્રહો જેવી છે, તેમને વિશ્રાન્તિ હોતી નથી. ૧૦૬ બીજાને બદીખાનામાં નાખનારે જુલ્મી રાજા પિતાના કદી કરતાં વધારે છુટ ભેગવી શક્તો નથી. એટલુજ નહિ પણ ઉલટું વધારામાં તેને જીવ વધારે ધાસ્તીમાં હોય છે. ૧૦૭ માણસ જે નિર્દોષ અને નિષ્પક્ષક હોય, તેનું અંતઃકરણ પવિત્ર અને ચિત્ત સ્વસ્થ હોય, તે કેદખાનું પણ તેને સારું છે. પણ જે ફીકર અને ચિનામા ગ્રસ્ત હોય તો મોટું રાજ્ય પણ નકામું છે. ૧૦૮ સુખ પ્રાપ્તિના કામમાં જોર જુલમ કે બળાત્કારનો ઉપાય કામમાં આવતા નથી.
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy