________________
કલ્પસૂત્ર
પર્યુષણ એ લોકોત્તર પર્વ મનાય છે. એ પર્વના દિવસે દરમિયાન કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ અત્યંત પવિત્ર મનાયું છે. કલ્પસૂત્રનો મહિમા દર્શાવનારાં અનેક વિધાનો પૂર્વાચાર્યોનાં મળે છે. કલ્પસૂત્ર કલ્પવૃક્ષની જેમ મનોવાંછિત ઋદ્ધિ, સમૃદ્ધિ અને આત્મિક સુખ આપે છે. પૂર્વાચાર્યોએ કહ્યું છે કે જે માણસ જિનશાસનની પ્રભાવના કરવાપૂર્વક એકાગ્ર ચિત્તે એકવીસ વાર શ્રદ્ધાસહિત કપસૂત્રનું શ્રવણ કરે છે તે ભવસાગરને જલદી તરી જાય છે.
एगग्गाचिचा जिणसासणम्मि
पभावणा पूअपरायणा जे ।
19, तिसत्तवारं निसुणंति कप्पं
भवन्नवं ते लहुसा तरंति ॥ દુનિયામાં ધર્મો ઘણા છે. દરેક ધર્મ વિશે ઠીક ઠીક સાહિત્ય મળે છે. જેમ ધમ વધુ ગહન અને પ્રાચીન તેમ તે ધર્મ વિશે લખાયેલું સાહિત્ય સહજ રીતે વિપુલ હાય. હિન્દુ ધર્મ દુનિયાના પ્રાચીન ધર્મોમાંનો એક ધર્મ છે. જૈન ધર્મની પણ જગતના પ્રાચીનતમ ધર્મોમાં ગણના થાય છે. કેટલાક ધર્મોના સાહિત્યમાં કઈક એક મુખ્ય ગ્રંથ પવિત્ર, પ્રમાણભૂત અને પ્રતિનિધિરૂપ મનાય છે. એમાં તે ધર્મનો બધે નિચોડ આવી જાય છે. હિન્દુ ધર્મમાં
શ્રીમદ ભગવદ્દગીતા”, ખ્રિસ્તી ધર્મમાં “બાઈબલ” અને ઈસ્લામ ધર્મમાં “કુરાન’ પ્રતિનિધિરૂપ ગ્રંથ મનાય છે. જિ. ૬