SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ દ સાંવત્સરિક ક્ષમાપના જીવન જીવવા માટે અનેક લોકોના સ્થળ કે સૂકમ. સહકારની અપેક્ષા રહે છે. બધાંની શારીરિક, માનસિક કે આત્મિક શક્તિ એકસરખી હોતી નથી, એથી વ્યકિત-- વ્યક્તિના પુરુષાર્થમાં ફરક રહે છે; પરંતુ જેમની પાસે કર્મવેગે વધુ શક્તિ હોય છે તેવી વ્યક્તિઓમાં ક્યારેક સહકારને બદલે અસહકાર, સ્વાર્થ, અહંકાર જેવાં લક્ષણે આવી જાય છે. એથી વ્યવહારની સમતુલા ખોરવાય છે. શ્રેષ, ધિક્કાર, ઈર્ષ્યા, નિંદા, અહિતચિંતા વગેરે ભાવમાંથી ઘર્ષણ અને વૈરવૃત્તિ પ્રગટ થાય છે. એકબીજાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થાય છે. બદલો લેવાની ભાવના જાગે . છે. અનુદારતા, અસહિષ્ણુતા, અક્ષમા વગેરેની વૃત્તિઓ જેર. પકડતાં પરસ્પરનો વ્યવહાર દૂષિત થાય છે. ઉપેક્ષા-અણબનાવથી માંડીને લડાઈ-ઝઘડા સુધી વાત પહોંચે છે. એવા દૂષિત વ્યવહારને ફરીથી સ-રસ, સુખમય, શાંતિમય બનાવવા. માટે પ્રેમ, સહકાર, ઉદારતા, સહિષ્ણુતા વગેરેની સાથે. ક્ષમાની પણ અતિશય આવશ્યકતા રહે છે. * પિતાની ભૂલનો એકરાર કરીને ક્ષમા માગવી અને પિતાના પ્રત્યે બીજાએ ભૂલ કરી હોય તે તે માટે તેને ઉદાર ક્ષમા આપવી એમ ઉભય પ્રકારે, ક્ષમાપના કરવાની. હોય છે.
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy