SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ (૩) વ્રત આચરનાર વ્યક્તિ પાસે આસપાસના લેકે ખૂબ પ્રેમ અને આદરથી આવતા હોય છે અને વંદન કરતા હોય છે. પ્રેમ-આદર અને ભક્તિ સંથારો લેનારને ગમવા લાગે અને એને પરિણામે વધુ જીવવા મળે તો સારું એ ભાવ થવાનો પણ સંભવ રહે છે; પરંતુ વધુ જીવવાને તે ભાવ ન જ થવું જોઈએ. (૪) અન્ન-પાણીના ત્યાગ પછી દેહનું કષ્ટ જ્યારે વધતું જતું હોય છે ત્યારે પિતાના જીવનનો અંત વહેલે આવી જાય તો જલદી છુટાય એવો ભાવ પણ થવાનો સંભવ છે. જેમ વધારે જીવવાની આકાંક્ષા ન થવી જોઈએ, તેમ મૃત્યુ વહેલું આવે એવી આકાંક્ષા પણ ન થવી જોઈએ. • (૫) સંલેખનાને વ્રત દરમિયાન વ્યક્તિને ક્યારેક સારું ખાવાનું, સારું સાંભળવાનું કે અન્ય પ્રકારના ભેગ ભેગવવાનું મન થાય એ સંભવ છે. એવે વખતે મનથી પણ ભેગો પગની એવી ઈચ્છા ન થવી જોઈએ. આમ, પાંચેય પ્રકારના અતિચારની બાબતમાં વ્રત કરનારે સાવધાન રહેવું જોઈએ, કારણ કે અતિચર થતાં અસંમાધિ થવાને સંભવ છે. સંલેખનાગ્રત સ્વીકાર્યા પછી મૃત્યુ સુધીને સમય પસાર કરવો એ સહેલી વાત નથી. વ્રત લેનાર વ્રતથી કંટાળી જાય, વ્રતમાંથી પાછા આવી જાય, જાણતાં કે અજાણતાં વ્રતભંગ કરે વગેરે પ્રકારનાં ઘણાં ભયસ્થાને
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy