SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દૃષ્ટિએ તપશ્ચર્યા * ૧૨૭ તીવ્ર લાગતું નથી. પિતે ભૂખ્યા રહી પિતાના બાળકને ખાવાનું ખવડાવતી માતાને ભૂખ્યા રહેવાનું કઈ ખાસ લાગશે નહિ, બલકે એને બહુ આનંદ થશે. બાહ્ય તપમાં પણ આવું જ છે. એ ભાવલાસપૂર્વક કરવાનું હોય છે. ઉપવાસ કરનારને આનંદ થ જોઈએ. તપ એટલે ઈચ્છાનિરોધ; તપ એટલે વાસનાઓ ઉપર * વિજય; તપ એટલે તૃષ્ણા ત્યાગ. તપમાં અભ્યાસથી આગળ વધી શકાય છે. એકાસણું પણ ન કરી શકનાર કેમે કેમ અભ્યાસથી માસમણ સુધી પહોંચી શકે છે. કઈ કઈ સ્થળે મા ખમણે કરેલાં માણસને હરતાંફરતાં અને બધું કાર્ય કરતાં આપણે જોઈ શકીએ છીએ ત્યારે " આ વાતની સાચર્ય પ્રતીતિ થાય છે. તપશ્ચર્યા સાથે ચિત્તની પ્રસન્નતા ટકી રહેવી જોઈએ. ચિત્તની પ્રસન્નતા ટકે નહિ એટલી હદ સુધી તપશ્ચર્યા કરવાનો નિષેધ છે. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે : बलं थामं च पहाए सद्धामारोग्गमप्पणा । __ खेतं कालं च विन्नाय तहप्पाणं निजुंजए । (દરેકે પિતાની શક્તિ, દઢતા, શ્રદ્ધા, આરોગ્ય તથા ક્ષેત્ર અને કાળ પ્રમાણે સમજીવિચારીને પિતાના આત્માને તપમાં જેડ જોઈએ.) " ભગવાન મહાવીરે આથી સ્પષ્ટ જ કહ્યું છે કે પિતાની શક્તિની ઉપરવટ જઈને તપશ્ચર્યા કરવી ન જોઈએ. આરોગ્ય સારું ન હોય તેવી વ્યક્તિએ પરાણે
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy