SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર સામાચારીના વિભાગમાં સાધુઓના ચાતુર્માસ-વર્ષાવાસ (વાસાવાસ) અને તેમના આચારની વિચારણા કરવામાં આવી છે. એટલે ઘણી કંડિકાઓને આરંભ વારાવાસ પણોવિયાળ શાથી થાય છે. સમાચારી એટલે આચાર-પાલન માટેના નિયમે. જૈન સાધુ-સાદવીઓ પંચ મહાવ્રતધારી છે. એમના વ્રતના પાલન માટે વિચારપૂર્વક ઘણા નિયમ બનાવવામાં આવ્યા છે, જેથી ચાર-પાલનમાં શિથિલતા ન આવી જાય. રહેઠાણું, ગેચરી, વિહાર, સ્વાધ્યાય, તપ, ગુરુ આજ્ઞા, પ્રાયશ્ચિત્ત વગેરેને લગતા જે નિયમે આપવામાં આવ્યા છે તે પરથી શ્રમણ-સમુદાયનું જીવન કેટલું કડક, ઊંચું અને આદરણીય છે તે સમજાય છે. પિતાના દેશે માટે ક્ષમા માગવી અને બીજાને એના દે, અપરાધે માટે ક્ષમા આપવી એ બંને ઉપર ઘણે ભાર તેમાં મૂકવામાં આવ્યું છે. જૈન સાધુ-સાધ્વીઓ ક્ષમાના સાક્ષાત્ અવતાર જેવાં હોવાં જોઈએ. એટલે જ ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે કે જે ક્ષમા માગીને તથા ક્ષમા આપીને શાંત, ઉપશાંત થતો નથી તે સાચે આરાધક થઈ શકતો નથી. जो उबसमह तस्स अस्थि आराहणा । जो न उवसमइ तस्स नस्थि -आराहणा । तम्हा अप्पणा चेव उवसमियव्वं । ... પર્યુષણના દિવસેમાં સાધુ-સાધ્વીઓએ કલપસૂત્રનું વાચન કે શ્રવણ અવશ્ય કરવું જોઈએ, એવી પરંપરા.
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy