SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષત્રિયકુંડ [ જૈન તીર્થોના ભાતું અપાય છે. (તે તલાટીનું મકાન હમણાં નવું કરાવ્યું છે.) પહાડ ઉપરને ચઢાવ કઠણ અને કઈક વિકટ પણ છે. દેગડાની, હિંદુઆની સકસી બાની, અને • ચીકનાની આદિ સાત પહાડી વટાવવી પડે છે. કુલ ત્રણ માચ્છલને ચલાલ છે. લછવાડ ગામથી કુલ છ માઈલ છે. દૂરથી મંદિરનું શિખર (લીલા પાનાના રંગનું). ધવલ દેખાય છે. અદિરની નજીકમાં એક નિર્મળ મીઠા પાણીને કરે છે. પાણીને ખળખળ શબ્દ બહુ દૂર સુધી સંભળાય છે. દૂરથી આને દેખાવ પણ રળીયામણે લાગે છે. કહે છે કે ગમે તેવા દુષ્કાળમાં પણ આ ઝરાનું પાણી ખૂટતું નથી, મંદિર મજબૂત અને ઊંચા ગઢની અંદર આવેલું છે. મંદિરની બહાર તરફ જંગલ જ છે જેથી વાઘ આદિ હિંસક પ્રાણીઓને ભય રહે છે, પરંતુ મંદિરને કેટ વગેરે મજબૂત છે જેથી અહીં રહેનારને કેઈ જાતને ડર નથી રહતે. મંદિરમાં પરમ શાંતિદાયક આહ્લાદક વિજ્ઞનિવારક શ્રીવરપ્રભુની સુંદર પ્રતિમા છે. દર્શન કરવાથી બધો થાક ઉતરી જાય છે. યાત્રીઓને પૂજા આદિની સગવડ સારી છે. અહીંથી એક ના રસ્તા મળે છે જે નવા પડને મળી જાય છે. આ શરતે મોટર ઠેઠ મદિરજી નજીક આવી શકે છે. - જે ક્ષત્રિયકુંડની યશગાથા, વૈભવ અને સમૃદ્ધિનું વર્ણન જન ગ્રંથોમાં મળે છે તે નગરમાં આજે ઝાડવાં ઊગ્યો છે. માનવીઓને બદલે હિંસક પશુઓ વસે છે અને પક્ષીઓ કોલ કરે છે. માત્ર એ સ્થાન અને ભૂમિ છે. મંદિરછમાં સ્મૃતિ ઘમ્રા સમય સુધી ગભારામાં બિરાજમાન હતી. હમણાં જ પ્રતિષ્ઠા થઈ છે. હાલ જે ઠેકાણે આપણું મંદિર છે ત્યાંથી ત્રણેક માઈલ દૂર ઉત્તરે લોધાપાળી નામનું સ્થાન છે, જે મૂળ જન્મકથાક થાન કહેવાય છે. ત્યાં જવાને રસ્તા બહુ કઠ છે. ત્યાં જતાં વચમાં છાતી સુધી ઊંચું ઘાસ વચમાં આવે છે, તેમ રતા પ ઘસાઈ ગયે છે એટલે અમે ને ન જઈ શક્યા, પરંતુ ત્યાં એક માટે ટીલે છે. ચોતરફ ફરતો કિલે છે. અંદર મંદિરનાં ખંડિચેરે છે. ત્યાં એક વિશ્વાસુ અનુભવી માસ મોકલી મુનિમજીએ ત્યાંની ઇટે મંગાવી હતી. નાલંદા વિદ્યાપીઠ ખેદતાં જેવી અને જેવડી મોટી હટે નીકળી છે, તેવડી મોટી ઇંટે અહીં પણ નીકળે છે જે અમે નજરે જોઈ. પ્રાયઃ બે હજાર વર્ષની પુરાણ ઇટે છે મૂળ જન્મસ્થાનનું મંદિર પહેલાં આ સ્થાને હતું એમ સાંભળ્યું. બસે વર્ષ પહેલાં પણ અહીં તે આ જ સ્થિતિ હતી. તે વખતે પણ લેધાપાણીનું મૂળ સ્થાન અલગ જ હતું અને યાત્રીઓ પણ ઘેહા જ જતા હતા. તે વખતના વિદ્વાન યાત્રી જૈન સાધુ તે સમયનું વર્ણન આ પ્રમાણે આપે છે, કાળ ૫ ખાંતિ ખરી ખત્રીકુંડની જાણ, જનમકલ્યાણ હે વીરજી ચિત્રી સુકલ તેરસી દિને યાત્રા ચઢી સુપ્રમાણ વીર. (૧)
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy