SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ - - - નાશીક : ૪ર૪ : [ જૈન તીર્થોને માતાજી અને શ્રી માણિભદ્ર યક્ષની મૂર્તિ છે. આ ડુંગર ઉપર ચઢવાને પાકે પગથિયાં , ને રસ્તે શ્રી વેતાંબર જૈન સંઘે બંધાવ્યું છે. ઉપર થોડો કાચો રસ્તો પણ છે. ઉપર વેતાંબર સુંદર ધર્મશાળાઓ પણ છે. બીજી બાજુ દિગંબર મદિર અને ધર્મશાળા જુદા જ છે. નીચે પણ ધર્મશાળા વગેરે છે. કુમ્ભજ તીર્થથી કુજ ગામ થોડું દૂર છે. આ તીર્થ કેલ્હાપુર સ્ટેટમાં આવેલું છે. આ તીર્થની વ્યવસ્થા હવેતાંબર સંઘ કમિટીવતી કોલ્હાપુરને વેતાંબર જૈન સંઘ કરે છે. અહી છેલ્લા જીર્ણોધ્ધારની પ્રતિષ્ઠા સં. ૧૯૨૬ શાકે ૧૭૯૧ થયેલી છે અને તપાગચ્છીય શ્રીપૂજ્ય શ્રી વિજયાન દસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે. અહીં નજીકમાં સાંગલી, કેલહાપુર વગેરે મોટા શહેરે છે જ્યાં સુદર વેતાંબર જૈન મંદિર અને જન શ્રાવકેની વસ્તી ઠીક ઠીક છે. દક્ષિણનાં કેટલાંક નાનાં તીર્થો સતારા જીલ્લામાં કુતલગિરિ અને કુસેજ નામનાં બે તર્થોિ છે. ફલેજ જવા માટે M. S. M. ની M, C બ્રાંચ લાઈનમાં મોરજથી માઇલ ૧૭ પશ્ચિમમાં, કેલ્હાપુરથી માઈલ ૧૩ હાથ લંગડા સ્ટેશન છે ત્યાંથી બે માઈલ ઉત્તરમાં જ ગામ છે પિષ્ટ ઓફીસ તથા તાર ઓફીસ છે, પાસે જ તીર્થક્ષેત્ર બાહુબલી પહાડ ઉપર જગવલલભ પાર્શ્વનાથજીનું તીર્થ છે. ત્યાં વે. ધર્મશાલા છે. કા. શુ. ૧૫, ચે. શુ. ૧૫ પુનમે મેળો ભરાય છે, તીર્થની વ્યવસ્થા મહારાષ્ટ્ર છે. જૈન પરિષદ કરે છે, કેહાપુરમાં ૧ મદિર, સાંગલીમાં મંદિર છે, બેડીગ છે, હુબલી પાસે હોલીપટ્ટનમાં સમ્રાટ સતિના ૧૦ મંદિર હતાં. નાશીક નાશીક રોડ સ્ટેશનથી છ માઈલ દૂર ગોદાવરી નદીના કાંઠે નાશીક શહેર આવેલું છે. અહીં પૂર્વે પદ્મપ્રભવામીનુ તીર્થ હતું, તેથી આ શહેર પધ્ધપુર નામે પ્રસિદ્ધ હતુ. ચંદ્રપ્રભુજીનું સુંદર મંદિર હતું. અહીં અત્યારે ત્રશુ જિનમદિર છે. શ્રાવકેની વસ્તી ઘેડી છે. અહી રામચંદ્રજીએ વનવાસને અમુક સમય પસાર કર્યો હતો. વૈષ્ણનું યાત્રાનું ધામ છે. નદીમાં ન્હાવાનુ ઘણું પુણ્ય મનાય છે. વૈષ્ણવ અને શિવ મદિરા પુષ્કળ છે. રામકુંડ, સીતાવન વગેરે જેવા જેવા છે. ચાર માઈલ દુર ટેકરી ઉપર ગુફાઓમાં બૌદ્ધ સ્થાપત્યના નમૂના છે. તેની મતિઓ પણ છે, પરંતુ અત્યારે તે પાંડ તરીકે ઓળખાય છે. તેને પાંડવ ગુફા કહે છે. આ સિવાય અહીંથી વશ માઈલ દૂર નંબક વૈષ્ણવ તીર્થ છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy