SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૩૯ : બામણવાડાજી - - - - - બામણવાડાજી પીંડવાડાથી લગભગ સો માઈલ દૂર આ તીર્થસ્થાન આવ્યું છે. અહીં બાવન જિનાલયનું સુંદર પ્રાચીન ભવ્ય મંદિર છે. મૂલનાયકજી શ્રી વીરપ્રભુની મૂતિ પ્રાચીન અને મનહર છે. મૂલનાયકજીની મૂતિ વેલુકા-રેતની બનેલી છે અને ઉપર સાચા મોતીને લેપ છે. દેરીઓ નીચી છે. અહીં દેરીઓ ઉપર લેખો પણ છે. એક ધાતુની પંચતીથી ઉપર ૧૪૮૨ ને લેખ છે. દેરીઓ ઉપરના લેખેમાં ૧૫૧, ૧૫ર૧-૧૫ર૩ ના લે છે. આ લેખમાં “ત્રાણા વાહમાચ્છાને” લખ્યું છે, આ દેરીઓ બંધાવવામાં વીરવાડા-લાજ વગેરેના ગામના શ્રાવકને મુખ્ય ભાગ છે. પ્રતિષ્ઠાપક તપાગચ્છીય આચાર્ય શ્રી લક્ષમીસાગરસૂરિજી અને તેમના શિષ્યો છે. મંદિરમાં પેસતાં જ બહારના ભાગમાં જમણી અને ડાબી બાજુ તીર્થોના સુંદર આયેશાન પટે કેતરેલા છે. મંદિર બહાર મોટી વિશાલ ધર્મશાલા છે. આ ભાગમાં પ્રભુ શ્રી મહાવીર દેવને ખીલા ઠેકયાના દશ્યની દેરી છે. આ પણ પ્રાચીન સ્થાપના તીર્થ છે. તેમજ મંદિરમાં કાચની પેટીમાં મહાવીર પ્રભુ જીના ઉપસર્ગનું અને કાનમાં ખીલા ઠેકયાનું સૂચન કરનાર દશ્યો સુંદર છે ધર્મશાળાની પાછળ ટેકરા ઉપર ગિરાજ શ્રી વિજય શાંતિસૂરિજીનો ગુફા છે. ત્રણ માળને માટે બંગલે છે અને એક દેરીમાં પ્રભુ મહાવીરની ચરણપાદુકા છે. બામણવાડજીનું મોટું કારખાનું -દેવકી પેઢીને વહીવટ નાના રજવાડા જેવો છે. વીરવાડા ગામ આ તીર્થને ભેટ અપાયેલ છે. તેને વહીવટ પેઢી ચલાવે છે. અત્યારે વીરવાડામાં બે મંદિરો છે. એક બાવન જિનાલયનું ભવ્ય પ્રાચીન મંદિર છે. ધર્મશાળા છે, શ્રાવકોનાં ઘર ૧૦ છે. અહીં વધુ ઘર હતાં પણ ત્યાં જે ચેકી કરવા ઠાકર રાખ્યા હતા તે ત્યાંના માલીક બન્યા અને મહાજન સાથે તકરાર થવાથી શ્રાવકોએ ગામ ખાલી કર્યું છે. બામણવાડજીની શ્વેતાંબર પેઢી વીરવાડાનો વહીવટ કરે છે. બામણવાડથી એક જ માઈલ વીરવાડા છે. અહીંથી સિરોહી તેમજ દુંદુભી નગરના (ઝાડેલીના) શ્રી સંઘે એકત્ર થઈને મંદિરમાં છ ચોકી સહિત મંડપ તથા ત્રિગાનો ઉદ્ધાર કરાવ્યો હતો. મંદિરના ગભારા બહારના ગોખલા ઉપરના ૧૨૫૫ને લેખને આધારે સિહી સ્ટેટે જૈન સ ધન લેખમાં લખ્યા મુજબ મંદિરની પૂજાના ખર્ચ માટે વાવ તથા જમીન આપી છે યદ્યપિ મૂલ વાવ(રેટ) તે ન આપે પરંતુ બીજી વાવ આપી છે. આ સિવાય અત્યારે મંદિરમાં મૂલનાયકછ શ્રીવીપ્રભુની મૂર્તિ નથી કિન્ત શ્રી ઋષભદેવ પ્રભુજીની મૂર્તિ છે, જેની નીચે ૧૬૩૨ ને લેખ છે અને તેની પ્રતિષ્ઠા સુપ્રસિદ્ધ તપાગચ્છીય ઉ. શ્રી ધર્મસાગરજીગણિએ કરાવેલી છેઅહીંના બેંયરામાથી નીકળેલા પરિકો ઉપર ૧૨૩૪, ૧૨૩૬ અને ૪૭૫ ના લેબ મલ્યા છે અહી અત્યારે જેનેનાં ૫. ઘર છે. ઉપાશ્રય-ધર્મશાલા વગેરે છે. મદિરને જીર્ણોદ્ધાર હમણાં જ શરૂ થયો છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy