SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - ઈતિહાસ ] * ૩૧૫ : સાર ત્યાર પછી ઘણે સમય વિત્યા પછી માલવદેશને રાજા ગુજરાત દેશને ભાંગીને સત્યપુરની હદમાં પહોંચે, પરંતુ બ્રહ્મશાંતિ યક્ષરાજે ઘણું સૈન્ય વિકુવી તેના સભ્યને ભાંગ્યું. તેના આવાસમાં વજીને અગ્નિ ઉત્પન્ન થયે, આગ લાગવા માંડી. આ ચમત્કાર જે માલવપતિ ધનમાલ મૂકી જીવ લઈને કાગડાની જેમ નાઠે. વિક્રમના તેરમા શતકમાં કનોજના રાજાએ સત્યપુરમાં શ્રી વીર ભગવાનનું પ્રતિમાયુક્ત દેવદારનું જિનમંદિર બંધાવ્યું હતું. વિ. સં. ૧૭૪૮ કાફરનું મોટું સૈન્ય દેશોને ભાંગતુભાંગતું ત્યાં આવ્યું, તેથી ગામ અને શહેરના લેકે ભાગવા માંડ્યા; તેમજ મંદિરના દરવાજા બંધ થવા માંડ્યા. અનુક્રમે એ સન્ય સત્યપુરની નજીક આવતાં બ્રહ્મશાંતિદેવે વિયુર્વેલા મેટા સૈન્યને જોઈને ગુજરાતના મહારાજા સારંગદેવના સૈન્યના આગમનની શંકાથી મોગલસેના નાસી ગઈ અને સત્યપુરની હદમાં પેસી પણ ન શકી, વિ. સં. ૧૩૫૬માં અલ્લાઉદ્દીન ખીલજીનો નને ભાઈ ઉખાન મંત્રી માધવની પ્રેરણાથી દિલ્લીથી ગુજરાત તરફ નીકળે. ચિત્તોડના સ્વામી સમરસિંહે દડ દઈને જેમ તેમ મેવાડને બચાવ કર્યો. ત્યાં તે યુવરાજ હમીર (બાદશાહનો ભાઈ) વાગડદેશ અને મોડાસા નગરને લૂંટી આસાવલી પહોંચ્યા. કર્ણદેવ રાજા નાસી ગયે, સોમનાથ જઈ એમનાથ મહાદેવની મૂતિને ઘણુના પ્રહારથી તેડીને ગાડામાં નાખીને દિલ્લી મોકલી દીધી. ત્યાંથી વામનસ્થલી જઈ મંડલિક રાયને દંડ અને સેરઠપાં પિતાની આણ પ્રવર્તાવી પાછો આસાવલીમાં આવીને રહ્યો. ત્યાં તેણે મઠ, મંદિર, દેવળ વગેરે બાળી નાંખ્યાં. પછી અનુક્રમે ત્યાંથી સાચોર પહોંચ્યા પણ આગળની માફક જ અનાહત દેવી સુર સાંભળીને આ પ્લેચ્છ સૈન્ય પણ જતું રહ્યું. આવા અનેક ચમત્કારે સારના મહાવીરસવામીના વિષયમાં સાંભળવામાં આવે છે, પણ ભવિતવ્યતાના બળે, કલિકાલના પ્રભાવે દેવતાઓ પણ પ્રમાદી બની જાય છે તેમજ રોમાંસના અને લેહીના છાંટણાથી દેવતાઓ દૂર નાસી જાય છે. આવા કેઈ કારને લઈને બ્રહ્મશાંતિયક્ષ પ્રમાદી થઈ દૂર ગયે હતું તે વખતે અલ્લાઉદ્દીને તે જ અનંત માહામ્યવાળી ભગવાન મહાવીરની મૂતિને સંવત્ ૧૩૬૧ની સાલમાં દિલ્હીમાં આણીને તેની આશાતના-અવમાનના કરી. (આ પ્રમાણે જિનપ્રભસૂરિજીએ વાંછિત ફળને આપનાર એ સત્યપુરતીને કલ્પ બનાવ્યું છે. તેનું ભવ્યજને નિત્ય વાંચન કરે અને ઈચ્છિત ફળ પામે.) વિ. સં. ૧૩૬૭ આ પ્રભાવિક તીર્થ તેના પ્રભાવને ચમકાવતું હતું વિ. સ. ૧૩૪૮, ૧૩૫૬ અને ૧૩૬૭ સાર ઉપરના હુમલા વખતે શ્રી જિનપ્રભસૂરિજી સાધુ અવસ્થામાં વિદ્યમાન હતા એટલે આ પ્રસંગે તદ્દન સાચા જ છે. સાચેરમાં અત્યારે પાંચ જિનમદિરા છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy