SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૩૧૧ ઃ કાયદા-કાસહદ અહીંના જૈને એમ પણ કહે છે કે-આ મંદિરથી લગભગ સે કદમ દૂર એક બાવન જિનાલયનું વસ્ત મંદિર છે. જેમાં ૪ થી ૫ હાથ મટી શ્રી આદિનાથછની ખંડિત મૂતિ હતી તે ભંડારી દીધેલી છે. આ મંદિરના પત્થરે ઘણા તે ઉપડી ગયા છે, માત્ર પાયાને ભાગ વગેરે દેખાય છે. આ સિવાય ગામ બહાર વાંગા નદી તરફ બ્રહ્માણવામીનું મંદિર છે. જેનારને એક વાર તે એમ થાય કે કદાચ પ્રાચીન જૈન મંદિર જ હોય. મંદિરના સ્થ ઉપર તથા છતમાં પણ લે છે, જેમાં એક લેખ તે ૧૦૧૬ ને છે તથા બીજા ૧૩૧૫, ૧૩૪૨, ૧૩પ૬ વગેરેના લેખે છે. અહીંથી મજબૂત પત્થરે ઘણા નીકળે છે. જે આરસ જેવા હોય છે. આ બાજુ મંદિર વગેરે બંધાવવામાં અહીંને પત્થર વપરાય છે. અત્યારે અહીં શ્રાવકનાં માત્ર બે ત્રણ ઘર છે. બાકી મંદિર પરમ દર્શનીય છે. સિરાહી સ્ટેટનું ગામ છે. કાયદ્રાંકા હદ શિરોહી સ્ટેટની પ્રાચીન રાજધાની અને કાસહદ ગચ્છનું ઉત્પત્તિસ્થાન આ કાયદા છે. અહીં એક પ્રાચીન જિનમંદિર હતુ, જેને હમણાં જીર્ણોધ્ધાર થયો છે. મુખ્ય મંદિરની ચારે તરફની નાની દેરીમાંથી એક દેરી ઉપર વિ. સં. ૧૦૯૧ ને લેખ છે. આ સિવાય એક બીજું પણ પ્રાચીન મંદિર હતું, જેના કેટલાક પથરો તે રેહીડાના રેન મંદિરમાં ઉપયોગમાં લેવાયા છે. અહીં એક વાર, હજાર જૈનેની વસ્તી હતી. વિ. સં. ૧૦૯૧ ને લેખ આ પ્રમાણે છે – श्रीभिल्लमालनिर्यातः प्राग्वाटः वणिजांवरः । श्रीपतिरिवलक्ष्मीयुग् गालच्छीराजपूजितः ॥१॥ आकरो गुणरत्नानां वंधुपद्मदिवाकरः । • ગુપતાસ્ય પુત્ર શ્યામwારામ તજsai ૨ | जज्जुसुतगुणाढयेन वामनेन भवाद् भयम् । । दृष्ट्वा चक्रे गृहं जैन मुक्त्यै विश्वमनोहरम् ॥ ३ ॥ संवत १०९१ આ શિલાલેખથી એમ સમજાય છે કે “વિક્રમ સંવત ૧૦૯૧ માં ભીનમાલનિવાસી શેઠ જજજીકના પુત્ર વામને આ ભવ્ય મંદિર બનાવ્યું હતું.” અહીંથી નીકળેલ કાસહદીય ગચ્છમાં શ્રી ઉદ્યોતનસૂરિ, શ્રી સિંહસૂરિ આદિ સમર્થ જૈનાચાર્યો થયા છે. કાસહદ-કાયદ્રાં સિરોહી સ્ટેટની પુરાણું રાજધાની તે હતી જ કિનg સિરોહી સ્ટેટમાં પણ આ નગરની પ્રાચીનતા માટે ભારે ગૌરવ લેવામાં આવે છે આ પ્રાંતની કાશી” તરીકે આ નગરની ખ્યાતિ હતી. અત્યારે તે નાનું ગામડું છે. જેનોનાં માત્ર ૨૦ ઘર છે અને બીજી વસ્તી પણ ડી' છે. અહીં પંડિતેને બદલે વાસ છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy