SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - આબુ-અચલગઢ : ૨૮૯ : [ તીર્થને શરૂઆતમાં શ્રી અરિષ્ટનેમિ ભગવાન બિરાજમાન હશે. પાછળથી અજયપાલના સમયમાં કે બીજા કારણથી મૂતિ ખંડિત થઈ હશે, જેથી ૧૩૮૦ પછી શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ બિરાજમાન થઈ હશે અને ત્યારપછી અથાત ૧૭પપ અને ૧૮૭૯ની વચમાં શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન કરવામાં આવેલ હશે. આ મંદિરમાં એક કાઉસ્સગીયા ઉપર વિ. સં. ૧૩૨ જેઠ શ્ર. ૯ ને શુક્રવારને લેખ છે. મંદિરને રંગમંડપ બહુ જ સુંદર અને વિશાલ છે. મૂલા ગભારાની પાસેના ગભારામાં નકશીદાર છે ખંભા છે. મંદિરમાં એ મૂર્તિઓ પધાસનસ્થ અને બે ઊભી કાઉસ્સગીયાની છે. બધાને સુંદર પરિકર છે અને તેમાં નાની મૂર્તિઓ પણ વિરાજિત છે. - મંદિરની બહાર ભમતીની દિવાલમાં અનેક ટક્ય ચિત્રિત છે, જેમાં જિનમૃનિઓ, કાઉસ્સગીયા, આચાર્ય, સાધુઓની મૂર્તિઓ તથા પાંચ પાંડવ, મલ્લ કુસ્તી, લડાઈ, સવારી આદિનાં દયે છે. મૂલ ગભારાના પાછલા ભાગમાં અત્યન્ત રમણીય શિપકલાના નમૂનારૂપ કાઉસગ્ગીયા–દેવદેવીઓની મૂર્તિઓ વગેરે દેલ છે. શાતિનાથ ભગવાના મંદિરની સામે ડાબી બાજુ તથ્થુ અચલેશ્વર મહાદેવજીનું મંદિર છે તેના દરવાજ ઉપર મંગલમૂતિના સ્થાનમાં તીર્થકર ભગવાનની દેલી મૂર્તિ છે. આ ઉપરથી એમ લાગે છે કે આ મંદિર પહેલાં જૈન મંદિર હથ. મહાદેવના મંદિરની પાસે મંદાકિની કુંડ વગેરે જોવા લાયક છે. સામે તલાવ ઉપર ત્રણ ભેસા છે. આગળ પહાડ ઉપર વધતાં ગણેશપાળ, પછી આગળ હનુમાનળ, ત્યાથી આગળ પહાડ ઉપર ચઢવાની સીડીઓ-પગથિયાં આવે છે. , ત્યાં એક વિશાલ કપૂરસાગર તળાવ છે. તળાવના કિનારા ઉપર જૈન શ્વેતાંબર કાર્યાલયને બાગ છે. આગળ ઉપર ચંપાળ આવે છે. થોડે દૂર ગયા પછી લોન વેતાંબર કાર્યાલય, ધર્મશાલા અને શ્રી કુંથુનાથ ભગવાનનું મંદિર છે. મૂર્તિમાં લેખ છે. વિ. સં. ૧૫૨૩ શાખ દિ ૮ તપાગચ્છાધિપતિ શ્રી લમીસાગર સૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આ સિવાય મૂલનાયકછની અને બાજી ધાતુના કાઉક્સગીયા , પાવાની , આ સિવાય પંચનીથી, વીશી, સમવસરણ આદિ મળી કુલ ૧૭% પ્રતિમાઓ છે. એક ગુરુ-પુંડરીક ગણધરની મૂતિ પણ છે. આ સિવાય કારખાનામાં પીત્તલના ત્રણ ડેસ્વાર છે. અચલગઢના કારખાનાનું નામ શાહ અલી અમરશી(અચલગઢ) છે. રહીડા શ્રી સંઘ તરફથી આ કારખાનાની દેખરેખ ચાલે છે. અચલગઢમાં શ્રાવકનું ઘર *શ્રી રા. બા. શ્રીયુત ઓઝા પણ એ જ કહે છે કે આ મંદિર પહેલાં જિનમંદિર હશે. (જુઓ સિદી રાત્મક ઇતિહાસ)
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy