SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] ૬ ૨૮૧ ઃ આબુ વસ્તુપાલે મંદિરની રક્ષા માટે પણ સમુચિત પ્રબંધ કર્યો હતે આ મદિરને ભંગ વિમલવસહીની સાથે જ વિ. સં. ૧૩૬૮માં મુસલમાનોએ કર્યો હતે. અને ૧૩૭૮ વિમલવસહીની સાથે આને પણ જીર્ણોદ્ધાર વ્યાપારી ચંડસિંહના પુત્ર પેથડે કરાવ્યું હતું. વળી નેમનાથ ભગવાનની નવી મૂર્તિ બિરાજમાન કરાવી હતી. આ મૂતિ સુંદર કટીની બનેલી છે. પં. શ્રી પદાવિજ્ય ગણિ મહારાજ લખે છે કે- અહીં કુલ ૪૬૮ પ્રતિમાઓ છે. લુણવસહીની બહાર દરવાજાની ડાબી તરફ ચબુતરા પર એક મેટે કીતિથંભ બન્યો છે. ઉપરનો ભાગ અધૂરો જ દેખાય છે. કીર્તિસ્થ બની નીચે એક સુરભી( સુરહીને પથ્થર છે, જેમાં વાછડા સહિત ગાયનું ચિત્ર છે. તેની નીચે વિ સં. ૧૫૦૬ કુંભારાણાને લેખ છે. તેમાં લખ્યું છે કે “આ મંદિરની યાત્રાએ આવનાર કેઈ પણ યાત્રોની પાસેથી કેઈપણ પ્રકારને ટેકસ અથવા ચેકીદારીના બદલામાં કશું પણ લેવામાં નહિં આવે એવી કુભારાણાની આજ્ઞા છે.” આબનાં અપૂર્વ મંદિર માટે “કુમાર 'ના સંપાદક લખે છે કે “દેલવાડામાં બનાવેલું વિમળશાહનું મહામદિર સમરત ભારતવર્ષમાં શિલ્પકળાને અપૂર્વ નમૂને છે. દેલવાડાનાં આ મંદિર માત્ર જૈનમંદિર જ નહિં પરંતુ સમસ્ત ગુજરાતના અપૂર્વ ગૌરવની પ્રતિભા છે.” લુણાવસહીના દેવાલમાં પણ અપૂર્વ કારીગરીને પ્રજાને ભર્યો છે. વિમલવસહીથી લગારે ઉતરતું કામ નથી, અનેક વિવિધ ભાવો તેમાં આલેખેલા છે. ખાસ કરીને દેરાણી જેઠાણીના ગોખલા, નવ ચોકીના મધ્યગુબજ, ગામડાને વચલે ગુજ, રંગમંડપની ભમતીના જમણી બાજુના ગુમ્બજમાં કૃષ્ણજન્મ, બાદમાં કૃષ્ણક્રીડાનું દશ્ય, નવમી દેહરીના ગુજમાં દ્વારિકા નગરી અને શ્રી નેમનાથ ભગવાનનું સમવસરણું, દેહરી નં. ૧૧માં નેમિનાથ ભગવાનની જાનનું દશ્ય, પાર્શ્વનાથ, સપાર્શ્વનાથ, શાંતિનાથ વગેરે તીર્થકરોનાં કલ્યાણકો-જીવનદરશ્ય આદિ અનેક દશ્ય જોવા લાયક છે. લુગવસહીમાં કુલ ૪૮ દેરીઓ છે. લુણાવસહીમાં કુલ ૧૪૬ ગુજ છે. તેમાં ૯૩ નકશીવાળા અને પેટ સાદા ગુબજ છે. મદિર છમાં ૧૩૦ ખંભા છે, ૩૮ નકશીવાળા અને ૨ સામાન્ય છે. વિમલવસહીમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાન અને ઉજવણીમાં મલનાયક શ્રી નેમિનાથ ભગવાન બિરાજમાન હોવાથી અને સ્થાને અનુક્રમે થય તીર્યાવતાર અને ગિરિનારતીથવતાર માનવામાં આવે છે. યુવતીની પાસે બીજી ચાર કે બનાવીને આ સ્થાનને બરાબર જનનીની પ્રતિનિરૂપે સ્થાપેલ છે. લુણગવસીની કપ્તિશાળામાં વસ્તુપાલતેજપાલના કુટુંબની મનિ છે. સાથે પ્રતિષ્ઠાપક આચાર્યની મૂર્તિ પણ બિરાજમાન કરે છે આ નિયામાં
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy