SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ભિન્નમાલ * [ જૈન તીર્થને * આ ભિન્નમાલ નગર પ્રાચીન કાલમાં પાંચ જિન-વીશ ગાઉના ઘેરાવામાં હતું. એને ફરતે માટે મજબૂત કિલ્લો હતા, જે કિલાને ૮૪ તે દરવાજા હતા. કિલાની નીચે પાણીથી ભરેલી મોટી ખાઈ વહેતી હતી. આ નગરમાં જ ન કરેડપતિઓ વસતા હતા. તેમજ દર શ્રીમાલ બ્રાહ્મણ અને ૮ પ્રાગ્વાટે બ્રાહ્મણ કરોડપતિઓ હતા. હજારે ભવ્ય સૌશિખરી જૈન મંદિર હતાં. તેમ જ ગgપતિ-મહાદેવ વગેરેનાં પણ હજારો મંદિર હતાં. અહીના પ્રાગ્વાટે બ્રાહ્મણો અને શ્રીમાલી બ્રાહ્મણ વગેરેને શખેશ્વર ગચ્છના આચાર્ય ઉદયપ્રભસૂરિજીએ જૈન ધર્મના ઉપાસક બનાવ્યા હતા, વિક્રમની આઠમી સદીમાં આ ભિન્નમાલમાં જ કુલગુરુઓની સ્થાપના થયાના ઉલેખે મરે છે, આ વખતે અહીં ૮ ગચ્છના સમર્થ આચાર્યો વિદ્યમાન હતા. વિમાની સત્તરમી સદીમાં આવેલા અંગ્રેજી વ્યાપારીએ પણ ભિન્નમાલ ૩૬ માઈલના ઘેરાવામાં હવાને ઉલ્લેખ કર્યો છે, પરંતુ અત્યારે ત્યાં ચા ટેકરા, મેદાન, ઝાડો-વનરાજી અને જંગલી ઘાસ પડયું છે. અત્યારે પણ ભિન્નમાલથી પાંચ છ માઈલ દૂર ઉત્તર તરફ જારી દરવાજો, પશ્ચિમ તરફ સારી દરવાજે, પૂર્વ તરફ સૂર્ય દરવાજો અને દક્ષિ તરફ લકમી દરવાજે છે. ખુલ્લા મેદાનમાં મકાનના પાયા, ઈટ, થાંભલા અને નકશીદાર થાંભલા, તારણે વગેરે દેખાય છે. શહેરથી પૂર્વ દક્ષિણ તરફ ૦ થી બે માઈલ દૂર બે માળનું મેટું સૂર્યમંદિર હતું. કહે છે કે આ મંદિર સવાલ–પોરવાડ છે જેનેએ બંધાવેલું હતું. આ મંદિર ૧૧૧૭ માં પરમાર રાજા કૃષ્ણદેવના સમયમાં બે સવાલ અને એક પિરવાડ ને મળી જીદ્ધાર કરાવ્યો ” એવો લેખ છે. વસ્તુતઃ આ સૂર્યમંદિર હૂણે યા તે કોઈ શક રાજાએ બંધાવ્યાનું સમજાય છે. - આ સૂર્યમંદિર માટે એક બીજી દંતકથા છે. ભિન્નમાલમાં જગસિંહ રાજા હતો જેના કનકસિંહ, કનિષ્કસેન વગેરે નામો હતાં. એક વાર એ રાજા જંગલમાં સૂતા હતા ત્યાં એના સુખ દ્વારા એક સાપ એના પેટમાં પેસી ગયે. ત્યારપછી રાજાની તબીયત નરમ થવા લાગી, રાજા સુકાવા લાગ્યા. એક વાર રાજા ગામ બહાર જઈ ઝાડ નીચે સૂ હતું તે વખતે પેટમાં રહેલા સાપે રાજાના મેઢા દ્વારા પિતાનું માથું બહાર કાઢ્યું. એને જોઈ ભૂચર સાપે એને કહ્યું-ભાઈ, ભલે થઈને તું બહાર નીકળી જ, અમારા રાજાને હેરાન કરમા આ સાંભળી પેટવાળા સાપે ફૂંફાડા મારવા માંડ્યા એટલે પેલા ભૂતલના સાપે કહ્યું. તને ખબર છે, આ કેરડાના ઝાડ નીચે રહેલા પુષ્પના રસને, અને પાંદડાના રસને મેળવી તેલમાં ઉકાળી રાજાને કેઈ પાઠ દેશે તે પેટમાં જ તારા ઢકડા ટુકડા થઈ જાય અને રાજાને જુલાબ લાગતા તેમાં તુ નીકળી જા, માટે તારી આવી દશા થાય તે પહેલાં જ તું નીકળી જા, આ
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy