SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] ૨૫૧ ? ખંભાત મૃતિ સુંદર નીલમની છે જેના ઉપર અત્યારે લેપ છે. અને તે ભવ્ય મતિ અત્યારે ભેંયરામાં બિરાજમાન છે. એવી જ રીતે જીરાવલાપાડામાં ચિન્તામણી પાર્શ્વ નાથજીનું પાંચ-શિખરી ત્રણ માળનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરમાં ખંભાતનાં બીજા વીશ મંદિરને સમાવેશ કરવામાં આવ્યો છે. શેઠ પોપટભાઈ અમરચંદે તન, મન અને ધનથી આ મંદિરનો જીર્ણોધ્ધાર માટે ભગીરથ પ્રયત્ન કર્યો હતો. ખંભાતમાં ચિન્તામણી પાર્શ્વનાથજીનાં ચાર મંદિર, મનમોહન પાર્શ્વનાથજીનાં બે મંદિર, થંભણુ પાર્શ્વનાથજી, સુખસાગર પાર્શ્વનાથજી,સોમ ચિન્તામણિ પાર્શ્વનાથજી, નવપલવ પાર્શ્વનાથજી, ગેડી પાશ્વનાથજી, નવખંડા પાર્શ્વનાથજી, વિજય ચિંતામણું પાર્શ્વનાથજી, અમીઝરા પાર્શ્વનાથજી વગેરે પાર્શ્વનાથજીનાં મંદિર અને મૂર્તિઓ સુંદર, ચમત્કારી અને પ્રભાવશાળી છે. ખંભાતની ત્યપરિપાટી કરતાં લગભગ અઠવાડીયું થાય છે. મેટાં કુલ પર મંદિરમાં કુલ ૭૬૦ પાષાણની મૂતિઓ છે. એક ગુરૂમંદિર સુંદર છે. જ્ઞાનભંડારેને ટૂંક પરિચય આ પ્રમાણે છે. ૧. જ્ઞાનવિમલસૂરિજીને ભંડાર અમરચંદ પ્રેમચંદની ધર્મશાળામાં છે. ૯ પોથીઓ કાગળ ઉપર લખેલી છે. પુસ્તકો પણ છે. ૨. ચુનીલાલજી યતિને ભંડાર દેવચંદજી યતિના કબજામાં છે. ૧૨૫૦ ગ્રંથ છે. ૩. ભોંયરાના પાડાને ભંડાર નજીકની ધર્મશાળામાં છે. સંગ્રહ સારે છે. તાડપત્રનાં પુસ્તક છે ૪. નીતિવિજયજીને ભંડાર-જેનશાળાના કબાટમાં છે. ૫૦ થિીઓ છે. પ. શાંતિનાથજીને ભંડાર–ખભાતને આ પ્રાચીન તાડપત્રીય ભડાર છે. આ ભંડારમાં ઘણુ અલભ્ય પ્રાચીન પુરત છે. આ પુસ્તકનું લીસ્ટ ઈ. સ. ૧૮૮૫ પિટર્સન સાહેબે કર્યું હતું અને હમણાં પૂ. આ. શ્રી વિજયવલભસૂરિજીના સમયમાં જીર્ણોદ્ધાર-સુધારાવધારે થયે અને ત્યાર પછી પૂ આ. શ્રી વિજયકુમુદસૂરિજીએ આ ભંડારનાં પુસ્તકનું લીસ્ટ પ્રકાશિત-સંપાદિત કર્યું છે. ૬. ખારવાડામાં પૂ. પા આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના ઉપદેશથી બધાવેલ ત્રણ માળનું ભવ્ય જ્ઞાનમંદિર છે, જેમાં પુસ્તકને સંગ્રહ ઘણો સારો છે. સૂરિજીના ઉપદેશથી જીરાવલા, પાડામાં એક જ્ઞાનશાળા પણ સ્થપાયેલી છે ખભાતમાં બીજી પણ અનેક સંસ્થાઓ છે. ગુલાબવિજયજીને જે ઉપાશ્રય કહેવાય છે તે પૂ. કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરિજીને ઉપાશ્રય છે.? ખંભાતથી સેના અકબરપુરમાં આચાર્યશ્રી વિજયસેનસુરિજીનું સ્વર્ગગમન થય હતુ. ત્યા તે સમયે ત્રણ સુંદર જિનમંદિર હતા. તેમજ સમ્રાટ જાગીર રારિબા નાક સ્થાને નૂપ બનાવવા દશ વીઘાં જમીન ભેટ આપી હતી. અત્યારે ત્યાં મદિરે વગેરે કર નથી.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy