SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૨૩૯ :. ભરુચ અત્યારે પણ શ્રી મુનિસુવ્રતસ્વામીનું મંદિર ભરૂચમાં મુખ્ય મંદિર છે. મૃતિ ભવ્ય અને દર્શનીય છે. ભરૂચમાં બીજા ૯ જિનમંદિરે છે. સ્થાન દર્શન નીય છે. “ હિં કુળગુરાય” આ સ્તુતિ અત્યારે પણ સાર્થક છે એમ જરૂર લાગે છે. ઉપાશ્રય, ધર્મશાળા વગેરેની સગવડ છે. મહામંત્રી વરતુપાલ તેજપાલ અહીં ખાવ્યા હતા. તેમણે અહીં ત્રણ સરસવતી ભંડાર જ્ઞાનમંદિર કરાવ્યા હતા. હમ્મીરમદમદન જયસિંહસૂરિજીએ બનાવ્યું છે તેમાં ભરૂચનું વર્ણન છે. શકુનિકાવિહાર શ્રી મુનિસુવ્રતસ્વામીનું મંદિર ગુજરાતના છેલ્લા હિન્દુ રાજા કર્ણદેવના સમય સુધી વિદ્યમાન હતું. અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત કર્યું અને સુપ્રસિદ્ધ જૈન તીર્થમંદિરને મરછદરૂપે બનાવી દીધું. શ્રીયુત બરસ મહાશય ગુજરાતના અવશેષોની સરવે કરવા આવેલા ત્યારે તેમણે “ બાયોલોજીકલ સર્વે ઓફ વેસ્ટ ઈન્ડિયા ” પુસ્તકના ૬ વોલ્યુમમાં આ જુમ્મામસિદ વિષે નેધ લખી છે. ઈ. સ. ૧૨૯૭ માં અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત સર કર્યું એ સમયે ભરૂચ પણ મુસલમાનેના હાથમાં ગયું. તેઓએ ગુજરાતમાં ઘણે સ્થળે હિન્દુ અને જૈન દેવાલને મચ્છમાં ફેરવી નાખ્યાં. એ કાળમાં ભરૂચની જુમ્મા મજીદ પણ જેન મંદિરમાંથી પરિવતિત બનેલી લાગે છે. અત્યારે પણ ત્યાંના અવશેષ ખંડિત થયેલા પુરાતન જૈન વિહાર કે મંદિરને ભાગ છે, એમ જણાય છે. ” આ રથળની પ્રાચીન કારીગરી, બાકૃતિઓની કતરણી અને રસિકતા, સ્થાપત્ય, શિલ્પની કળાનું રૂપ, અને લાવાય ભારતવર્ષમાં અજોડ છે ” ( A. S. of India Vol, VI, P. 22 FE.) મુસલમાનોના રાજ્ય તત્ર નીચે, પણ કાયમ રહેલી હિન્દુ કળાનું એમાંથી સચન થાય છે. જુમ્મામરજીદની લંબાઈ ૧૨૬ ૧/૨ છે અને પહેલાઈ પર ફૂટની છે. અડતાલીસ થાંભલાની સરખી હાર છે. તે ઉપર અગાશી છે. અને ત્રણ ભાગ્ય ઘુમ્મટ છે, છત ઉપર આબુના વિમળ વસતીમાં જે સુંદર કાતરણી છે તેવી કોતરણી છે. થાભલામાં શિલ્પીની કારીગરી અને કળા અદ્ભુત છે, થાંભલા ઉપરના પાટમાં જૈન અને હિન્દુ ધાર્મિક જીવનનાં કેટલાક દો કાતરેલાં છે. ' ભરૂચના કિલ્લામાં સિદ્ધરાજે અથવા કુમારપાલે જે પત્થરો વાપર્યા છે એના જેવા જ ત્યારે અત્યારે આ મંદિરમાંથી બનેલ મછિદમાં પણ દેખાય છે. બા ઉપરથી એમ લાગે છે કે અંબા મંત્રીએ બહુ જ મજબૂત ઉત્તમ પથરનું અને કારીગરીવાળ સુંદર મંદિર બંધાવ્યું છે. આ મસિદને ઉત્તર તરફને દરવાજો જેન દેવળને છે. દ્વારપાળ યા દંડ લઇને ઉભેલા છે. આખું દ્વાર આરસનું છે. કેટલીક કળા ઘસાઈ ગઈ છે. ઉબરા બારસને છે અને પ્રતિમાના આસનની ઝાંખી કરાવે છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy