SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ' ઇતિહાસ ] * ૨૩ : નાગકણ પાર્શ્વનાથ ગામથી રાા માઈલ દૂર પ્રાચીન રાજમહેલ વગેરે પણ દેખાય છે. અત્યારે અહીં ચૌહાણ રાજપુત રાજ્ય કરે છે. દરબારશ્રીને અને આ જૈન પ્રજાને પણ શ્રી નેમિનાથ પ્રભુ ઉપર પૂર્ણ શ્રધ્ધા અને ભક્તિ છે. . અહીં આવવા માટે ડીસાથી મોટર રને અવાય છે. ડીસાથી ૫૦ માઈલ રેલ છે. થરાદ સુધી મોટર સવસ છે. ત્યાંથી ૮ થી ૧૦ માઈલ દૂર ભેરેલ છે. થરાદમાં પણ ૧૨ મદિરે છે જેમાં અનેક ભવ્ય પ્રાચીન પ્રતિમાઓ છે. અહીંથી દશ ગાઉ દૂર સાર છે, જ્યાં પ્રાચીન ૪ જૈનમંદિર છે. આ તીર્થના ચમત્કારે સંબધી વિશેષ જાણવા ઈચ્છનાર જિજ્ઞાસુએ ભેરેલ નેમિકથાકીર્તન પુસ્તક વાંચવું. રોલમાં નાની ધર્મશાળા છે. યાત્રિકોને બધી સગવડ મલે છે. નાગફણી પાર્શ્વનાથ આ તીર્થની સ્થાપના ચૌદમી સદીમાં થયેલી છે. આ તીર્થની ચારે તરફ મેવાડના ડુંગરે ફેલાયેલા છે અને વચમાં આ તીર્થ આવ્યું છે. ચૂંઠાવાડાથી પશ્ચિમમાં આમલાઘાટ થી એક માઈલ નીચે ઉતર્યા પછી એ જ પહાડની નાળમાં બે ફલાંગ દૂર પહાડના ઢળાવમાં આ સુંદર પ્રાચીન તીર્થ આવ્યું છે. અહીં એક પુરાણી ધર્મશાળા છે જેમાં પાંચ તે ઝરણું વહે છે. એની નજીકમાં જ શિખરબધ્ધ નાનું સુંદર જિનાલય છે મંદિરમાં બે હાથની વિશાલ યક્ષરાજ શ્રી ધરણે દ્રની ફણાવાળી શ્યામ મૂર્તિ છે અને તેના ઉપર છ ઈંચની સુદર મનહર પાર્શ્વનાથજીની 'પ્રાચીન મૂર્તિ છે - મંદિરની નીચેથી ત્રણ ઝરણું જાય છે અને ત્રણેના પાણીને રાંગમ થઈ - કુંડમાં ગૌમુખીથી પડે છે. આ ઝરણાં દિવસ ને રાત વહે છે. એક ઈચની ધારા પડે છે, પરંતુ ખૂબી એ છે કે કુડ ઉપર ઊભા રહી શ્રી પાર્શ્વનાથજીનું નામ લેવાથી બે ઈંચની જાડી ધારા વહે છેગમે તેવા દુકાળમાં પણ પાણીની ધાર તે અખંડ વહે છે. બીજુ કુંડમાં ગમે તેટલું પાણી પડે પણ કુંડ કદી પણ છલકાતે નથી. ચોમાસામાં પણ આમ જ બને છે. મંદિરજીની ચારે બાજુ ઝાડી છે. સિંહ, વાઘ આદિને ભય પણ રહે છે, છતાંયે તીર્થના ચમત્કારથી કોઈને હરત આવતી નથી. અહીં કોઈ અન્ય દેશની ગો, તપસ્વી, અવધૂત ધૂણી ધખાવીને રહી નથી શકતા. શાસનદેવ તેમને ભય પમાડી બેચાર દિવસમાં જ રવાના કરી દે છે. અહીં આવવાને રસ્તો વિકટ છે. નાળ ઉપર ચઢતાં ઉતરતાં સાવધાનીથી એક જ મનુષ્ય ચઢી કે ઉતરી શકે છે અહીં ગુણ વાચા ઓસવાલ વિરમશાહને ધરણેન્દ્ર સંઘની સાધના કરાવી હતી. જે દિવસે અધિષ્ઠાયક દેવે કહ્યું કેજ આમલાવટ પર મદિર બંધાવ, અને તારી ઈચ્છા પૂર્ણ થશે. * વનકશા
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy