SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - ઈતિહાસ ] ' : ૨૦૩ : તારંગા કેગર લાકડું '; ' * * * * * આ ભમતમાં એક ઉત્તમ પ્રકારનું લાકડું વાપરવામાં આવ્યું છે તે કેગરનું લાકડું કહેવાય છે મોટા મોટા જબરા લાકડાના ચોકઠાં ગોઠવી દીધાં છે. જ્યાં જુઓ ત્યાં કેગર જ જોવામાં આવે છે, ખૂબી એ છે કે આ લાકડું અગ્નિમાં બળતું નથી, ઊલટું તેમાંથી પાણી છૂટે છે. આટલાં બધાં વર્ષો થઈ ગયાં છતાં તેમજ વિશાલકાય મંદિરને આટલો બધો ભાર હોવા છતાં તે લાકડા જેવાં ને તેવા જ દેખાય છે. નંદીશ્વર અને અષ્ટાપદનાં દર્શનીય જિનમંદિર મૂળ મંદિરને ફરતે વિશાલ એક છે. આગળના ભાગમાં ૩-૪ મદિર છે. તે પૈકી એકમાં જ પ્રદીપ વગેરે સાત દ્વીપ અને સમુદ્રો વલયાકારે બતાવી ‘આઠમાં નંદીશ્વર દ્વીપમાં (પર) ચૌમુખવાળી (૫૨) નાની સુદર દેરીઓ છે. બીજા મંદિરમાં મધ્ય ભાગમાં આરસનું સુંદર સમવસરણું બનાવ્યું છે, તેની ફરતી અષ્ટાપદ અને સમેતશિખરની રચના બહુ જ સરસ કરી છે. તેમજ ૧૪પર. ગણધર પગલાં ને સહસ્ત્રકૂટનાં નાનાં ચૈત્ય બહુ જ દર્શનીય છે. અષ્ટાપદની રચનામાં રાક્ષસરાજ લંકાધિપતિ રાવણુ અને મંદોદરી, વીશ તીર્થકર ભગવાને સમક્ષ જે અદ્દભુત ભક્તિ કરે છે તે પ્રસંગ છે. તેમજ સમવસરણની રચના, પૂર્વ તરફ નવપદજીનું મંડલ, પશ્ચિમ તરફ લેભિયાનું, મધુબજૂનું અને કલ્પવૃક્ષ તથા દક્ષિણ તરફ ચૌદ રાજલક વગેરે દશ્ય ઉપદેશક અને બેધક છે. આ બધી રચનાઓ શાંતિથી જોઈ વિચારવાલાયક છે. તેની બાજુમાં જ મુખજીની દેરી છે. પાછળના ભાગમાં બે નાની દેરીઓ છે. એકમાં શ્રી અજિતનાથ ભગવાનની પાદુકા છે, બીજી દેરીમાં ત્રણ પાદુકાયુગ્મ છે. એકંદર તીર્થ પરમ સુંદર અને શાંતિનુ ધામ છે. શાંતિઈચ્છુક મહાનુભાવોએ જરૂર અહીં આવી તીર્થયાત્રાને લાભ લેવા જેવું છે * અત્યારે કલિયુગમાં આપણાં પાંચ મુખ્ય તીર્થોમાનું આ એક તીર્થ ગણાય છે. શત્રુંજય, ગિરનાર, આબૂ, સમેતશિખર અને તારગાજી પાંચ મુખ્ય તીર્થો ગણાય છે વિવિધતીર્થકલ્પકાર મહાત્મા જિનપ્રભસૂરિજી પણ ૮૪ મહાતીથે ગણતરીનીં આપતાં લખે છે કે “રાને વિશ્લોટીfuસ્ત્રાવ શ્રી અજિત આ ઉલ્લેખ પણ તારંગજીની પ્રાચીનતા અને મહાતીતાને સૂચવે છે. અને “તારંગે શ્રી અજિત જુહાર” (સકલતીર્થ વંદના) પણ એ જ સૂચવે છે. સિદ્ધશિલા - હવે તારંગાજી ઉપર જે સિદ્ધશિલા અને કેટીશિલાને ઉલ્લેખ શરૂઆતમાં વધે છે તેને પરિચય કરી લઈએ. મૂળ મંદિરની ઉત્તર દિશા તરફ એક ટેકરી છે જે સિદ્ધશિલા તરીકે પ્રસિદ્ધ છે ત્યાં જતાં રસ્તામાં એક જૂનો કૂવો અને કુંડ આવે છે. કૂવામાં કચરો ભરેલ
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy