SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ' ૧૩ આ જ માન્યતાથી પ્રેરાઈ આ નિતીને ઇતિહાસ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુરતકમાંના ઘણાં તીર્થોની યાત્રા તે અમારી ત્રિપુટીએ કરી છે. એટલે પ્રત્યક્ષ દષ્ટારૂપે તીર્થોનાં વર્ણને જેન સામાયિકમાં અવારનવાર આપ્યાં છે. ખાસ ભાવનગરથી પ્રકાશિત થતા જેન આમાનંદ પ્રકાશમાં અમારી પૂર્વ દેશની યાત્રા, અમારી મારવાડ યાત્રા વગેરે પ્રસિદ્ધ થયેલા હતા. એ લેખે જોઈને જ ભાઈ કેસરીચંદ ઝવેરીએ જૈન તીર્થોને ઇતિહાસ પુસ્તકરૂપે પ્રગટ કરવા માંગણી કરી. અને તેમની જ પ્રેરણાથી આ પુરતક તયાર થયું છે. ત્યારપછી જન, જૈન જાતિ, જન ધર્મ સત્યપ્રકાશ વગેરેમાં પણ તીર્થયાત્રાના લેખ અવારનવાર અમારી ત્રિપુટીદારા લખાતા હતા એને પણ આમાં સમહ કર્યો છે આ સિવાય બીજા પણ અનેક ઉપલબ્ધ સાહિત્યને શકય તેટલો ઉપયોગ કર્યો છે તે વાંચક ગ્રંથનાં નામથી જોઈ શકશે-અ પુસ્તક લખાયા પછી કેટલાયે મહાવના પ્રાચીન શિલાલેખ અને ઈતિહાસ પ્રકાશિત થયાં છે. જેમકે ઘંઘા થિત શ્રી નવખંડા પાર્શ્વનાથજીના ૧૪૩૧ અને ૧૩૮૧ ના શિલાલેખી પ્રમાણે મલે છે સિરોહી રાજયમાં ઘણું પ્રાચીન મંદિર છે. તેમાં દીયાણા, લોટાણા, નાંદીયા વગેરેમાંથી બારમી સદીને લે અમે જેનધર્મ સત્યપ્રકાશમાં પ્રકાશિત કર્યા છે. આવી જ રીતે હારીજ, કાઈ, ચાણસ્મા વગેરેના લેખો પણ ઉપલબ્ધ થયા છે. અમદાવાદના મંદિર, તેના સ ઘો વગેરેના રાસા ઢાળે મળ્યાં છે. કેસરીયાજી, જીરાવલા, અંતરીક્ષજી વગેરેના રાસે રતવને પ્રાચીન મલ્યા છે જે એ તીથેની એતિહાસિક પ્રાચીનતા સિદ્ધ કરે છે. આ બધા પ્રાચીન ઉલેખો દ્વિતીયાવૃત્તિમાં ઉમેરાશે. આ પુસ્તકના પ્રકાશનમાં અખેયે યશ પૂ પા. ગુરુમહારાજ શ્રી દર્શનવિજયજી માં. સા. તથા પૂ. પા વડીલ શ્રી જ્ઞાનવિજયજી મહારાજશ્રીને જ ઘટે છે. અમારી ત્રિપુટીએ સદાયે સાથે રહી જે કાંઈ જોયું, નિહાળ્યું, અનુવાવ કર્યો તે બધાને યશ એ પૂજયેને જ ઘટે છે. અને સદ્દગત ગુરુદેવની પરમકૃપા ને આશીર્વાદના પ્રતાપે જ અમારી યાત્રાઓ સફલ થઈ છે, ત્યાર પછી આત્માનંદ પ્રકાશ, જૈન ધર્મ સત્યપ્રકાશ, ઉન, જનજાતિ વગેરે સામયિકે એ લેખો પ્રકાશિત કરી અમારા ઉત્સાહમાં વૃદ્ધિ કરી છે તે કેમ ભૂલાય? આર્થિક સહાયક અને પરતક માટે પ્રેરણા કરનાર ભાઈ કેસરચંદ ઝવેરી તથા અમદાવાદનિવાસી મહાનુભાવ ડાહ્યાભાઈ રતનચંદ વગેરે વગેરે મહાનુભાવોની તેમની કૃતકિત અને તીર્થસેવાને પણ ન જ ભૂલી શકાય. છેલે પુસ્તક છપાવીને તૈયાર કરનાર શેઠ દેવચંદભાઈ દામજીભાઈ, તેમના બને સુપુ ગુલાબચ દભાઈ અને હરિલાલભાઈ તથા પ્રફ સધન કરનાર બાલુભાઈ રૂગનાથ શાહ આ બધાની ધીરજ, ખંત અને અમાપ ઉત્સાહે આ પુસ્તક સુંદર રીતે બહાર પડે છે તે બધાને પ્રેમથી સંભારું છું.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy