SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય [; દર : [ જૈન તીર્થોને કેસર ઘસવાની જગ્યા છે તથા એરસીયા પાસે ભંડાર છે. તેમાં જાત્રાળુઓ કેસર સુખડ વગેરેના નકરાનું નાણું નાંખે છે. ૭૭. દિગમ્બનું દહેરૂં ૧. આ દહેરૂં ગઢને લગતું આવેલું છે. આત્મીય લાભ તથા ઘણા જીવેને ઉપકારનું કારણ જાણીને શ્રી શ્વેતાંબર સંઘે દિગંબરી લેકેને એકજ દહેરું બંધાવવાને જગ્યા આપી દેવાથી ડા દાયકા (દશકાથી તેઓએ આ દહેરૂં બંધાવેલું છે. મેટી ટુંક-દાદાજીની ટુંકના વિમળવશી-વિભાગમાં ઉપર દહેરાએ દહેરીઓ વગેરે છે. તદુપરાંત શ્રીચક્રેશ્વરી માતાના દહેરાના પગથિયા સામે તીર્થાધિષ્ઠાયક કપર્દીચક્ષની દહેરી લે છે. તેમાં અક્ષરાજની સિંદુરવર્ગીય ભવ્ય મુતિ શ્રદ્ધાન્વિત યાત્રાળુઓના મનવાંછિત પૂરે છે, દુઃખદારિદ્રવ્ય દર કરે છે. આ દહેરી ભીંતમાં હોવાથી ઘણા લોકેના અજાણપણામાં હતી તે થોડા જ વરસથી ભાવનગરવાળા શેઠ અમરચંદ જસરાજ વોરાએ સૌના જાણવામાં આવે તેવી બનાવી છે. એક ઘુમટ બનાવ્યો છે. બારણાની જાળીના જોડે છત્રી કાઢેલી છે. આથી સંખ્યાબંધ જાત્રાળું ચક્ષરાજને જુહારે છે. હાથીપળની નજીક એક આરસની સુંદર નકીદાર દહેરીમાં શ્રી શત્રુંજય માહાસ્યના કર્તા યુગપ્રધાનાચાર્ય શ્રીધનેશ્વસૂરિજીની યુતિ તેઓને પગે લાગતા બે શિની મુતિ સાથેની છેડા વરસથી સ્થાપના કરેલી છે. કુમારપાલ ભૂપાલના દેરાસરના કિલ્લાને તથા હાથીપળના નાકે એક લાંબી ગલી આવે છે તે સૂર્યકુંડને રસ્તે કહેવાય છે. એક વિશાળ અને શરીરને ઠંડક આપનાર ત્રીવાળા વીસામા પાસે સૂર્યકુંડ નામે એક કુંડ છે. તેની જોડે ભીમકુંડ નામે એક વિશાલ કુંડ છે. તે પાણીથી ચીકાર ભરાયેલે તથા જેનાં ચક્કર આવે એવે છે. કિલ્લાની રાંગે ત્રીજે કુંડ ભીમકુંડ અગર ઈશ્વરકુંડ નામે કુંડ છે. તે ગઢની બહારના કાને એક ખૂણા પર એક દહેરી પગલાંની છે. સૂર્યકુંડ અને ભીમકુંડની વચગાળે એક દહેરી બંધાવીને, આપણ પૂજારીઓ જેઓ શિવપંથના છે તેઓની સગવડ સાચવવામાં જૈનાનાં બુદ્ધિ, ઔદાર્ય, ગૌરવ સ્પષ્ટ થાય છે કે જે જગતભરમાં સુપ્રસિદ્ધ છે. ત્યારબાદ કુમારપાલ રાજા (જેઓ માટે આ દેહરે પ્રચલિત છે કે-પાંચ કેદીને ફૂલડે, પામ્યા દેશ અઢાર, કુમારપાલ રાજા થયા, વત્યે ક્ય જયકાર)ના દહેરાના ઉગમણા ભાગની પછવાડે એક પાણીનું ટાંકું વિશાલ જગ્યાથી બાંધેલું છે. તે ટાંકું અસલ સૂર્યકુંડના છેડા ઉપરનું જ આવેલું કહેવાય છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy