SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ જયગિરિ-ખંડગિરિ પ૦૩ ઈ. સ. પૂર્વે બીજી શતાબ્દીમાં મહારાજા ખારવેલના શાસનકાળનાં ૧૩ વર્ષોની ઘટનાઓને આમાં લિપિબદ્ધ કરવામાં આવી છે. કલિંગનાં પડેશી રાજ્ય અને તત્કાલીન રાજવીઓને પણ એ નિર્દેશ કરે છે. ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તે ભારતવર્ષના પ્રાચીન એવા બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન ધર્મ પૈકી બ્રાઘાણેના “આદિત્ય પુરાણમાં કલિંગને અનાર્ય દેશ તરીકે ઓળખાવ્યું છે એટલું જ નહિ પણ તેમાં જવાથી બ્રાહ્મણે પતિત થાય છે એ પણ નિર્દેશ કર્યો છે, જ્યારે બૌદ્ધધર્મના પ્રચાર અર્થે અશોકે જે દેશમાં ધર્મપ્રચારકે મોકલ્યા હતા તે દેશમાં કલિંગનું નામ ઉલેખવામાં આવ્યું નથી. આ ઉપરથી એમ માનવાને કારણ છે કે, એક સમયે કલિંગમાં જેનધર્મનું સામ્રાજ્ય પ્રવર્તતું હતું જેના કારણે બ્રાહ્મણએ એ દેશને અનાર્ય કહ્યો અને બોદ્ધધર્મને ત્યાં સ્થાન મળે એમ જણાયું નહીં. જેન શાસ્ત્રોની દષ્ટિએ જે ૨૫ આર્ય દેશે ગણાવવામાં આવ્યા છે તેમાં કલિંગનો ઉલ્લેખ કરે છે. આ દેશમાં ભગવાન પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીએ વિહાર કરીને આ દેશને પવિત્ર બનાવ્યું હોવાનું સૂચન શાઓ કરે છે? એટલું જ નહિ, કલિંગના કુમારીગિરિ અને કુમારગિરિને તીર્થભૂત ગણાવ્યાં છે. અશેકને કલિંગવિજય એ કલિંગમાં જૈનધર્મના દઢ અને અધષ્ય કિલ્લાની સાખ પૂરે છે. - સમ્રાટ અશોકે બૌદ્ધધર્મ અંગીકાર કર્યો ત્યારે તેણે સામ્રાજ્યની પ્રબળ વિજિગીષાના મદમાં પરાક્રમી કલિંગવાસીઓને નિર્દયપણે સામને કર્યો. ઈતિહાસની વિગતે સૂચવે છે કે, કલિંગનું આ યુદ્ધ અતિત્રાસદાયક અને માંચકરી અને એવા નિય ઘમસાણમાં કલિંગવાસીએ દીનતા દાખવી નહોતી. સ્વદેશ. સ્વધર્મ અને સ્વમાનની રક્ષા ખાતર લાખો કલિંગવાસીઓ એ યુદ્ધમાં સામે પગલે ચાલીને પિતાનાં દેહનાં બલિદાન દીધાં હતાં. તેમાં એક લાખ માણસે ખપી ગયા. એક લાખને પચાસ હજાર માનવીઓ બંદીવાન બન્યા અને યુદ્ધજનિત રોગ, ભૂખ અને લૂંટફાટથી જે નાશ પામ્યા તેની સંખ્યા એ કરતા અધિક હતી. આટલા નરસંહાર પછી અશોક જી ખરે પરંતુ આ યુદ્ધ તેના જીવનમાં ભારે આઘાત પહોંચાડયો. એની જીત પાછળના આર્તનાદે તેના જીવનમાં અજબ પલટો આ. કલિંગનું ચુદ્ધ એના જીવનનું છેલ્લું યુદ્ધ બની રહ્યું. એ પછી જાણે પ્રાયશ્ચિત માટે જ એણે ધર્મને આશ્રય લીધે. કલંગ મગધને આધીન બન્યું પણ અશોકના મૃત્યુ પછી એ જીવંત પ્રજાએ માથું ઊંચું કર્યું અને મગધની ગુલામી તરછોડી દીધી. કલિંગ પાછું સ્વતંત્ર થયું અને એક પછી લગભગ ૧૦૦ વર્ષે એટલે ઈ. સ. પૂર્વે બીજી શતાબ્દીમાં થયેલા ખારવેલ મહારાજાએ કલિગને ફરીથી સમૃદ્ધિ બક્ષી, ભારતમાં ગણનાપાત્ર સામ્રાજ્ય બનાવ્યું. ખારવેલને શિલાલેખ માહિતી આપે છે કે, ખારવેલે ભારતવર્ષના ઉત્તરાપથથી માડીને દક્ષિણના પાંચદેશ સુધીને પ્રદેશ પિતાને આધીન કર્યો. ખારવેલ સૌ સમ્રાટ ચંદ્રગુપ્ત કે અશોક કરતાં ઓછો પરાક્રમી નહોતે. ધર્મનિષામાં તે મૌર્ય અશક અને સંપ્રતિને હરીફ હતું. તેણે તારા રાજ્યમાં જૈનધર્મને રાજધમ બનાવ્યું છતાં બીજા ધર્મો પ્રત્યે તે એટલે જ આદરભાવ રાખો. એ સર્વ વિટમાં પારંગત હતે. પ્રજાની સુખ-સગવડ માટે તેણે તળાવ ખોદાવ્યાં, જનાં મકાનને સમરાવ્યાં, નવાં ઘરો બનાવ્યાં. ઘણાં દાન દીધાં, બંધ પડેલી નહેરેને તેણે ફરીથી ચાલુ કરાવી, ઉત્સવ કર્યા અને ધર્મસભાઓ ભરી. આ રીતે તે ઉદારમના. પ્રજાપ્રિય, વિદ્યાવ્યાસંગી, દેશવિજયી અને ધર્મવિજયી તરીકે ભારતવર્ષના ઈતિહાસમાં નામાંકિત રાજવી બની ગયે. આમ હોવા છતાં આશ્ચર્યની વાત તે એ છે કે, આ શિલાલેખ સિવાય ખારવેલ જેવા પરાક્રમી અને સંસ્કારપ્રિય હતી રાજવી વિશે જાણવાને જેન કે અજૈન અનુશ્રુતિઓમાંથી કઈ હકીકત ઉપલબ્ધ થતી નથી પરંતુ સંશોધકકિરમણિ શ્રીમાન પુણયવિજયજી મહારાજને થોડા સમય અગાઉ એક પ્રાચીન પટ્ટાવલી મળી આવી છે. જે પં. શ્રી. લાયચંદ્ર ભ, ગાંધીના સહકાર સાથે પ્રગટ કરાવી છે તે આ વિશે સંતોષકારક વિગત દર્શાવે છે. કલિંગમાં જૈનધર્મના ઇતિહાસ વિશે અગત્યની માહિતી આપવા સાથે સમ્રાટ, ખારવેલના પૂર્વ અને વંશજોને જમવાર ઈતિહાસ નેધે છે એ ઇતિહાસથી ખારવેલના શિલાલેખની વિગતોને પણ બરાબર સમર્થન મળી રહે છે. એ પટ્ટાવલીની હકીકત આપણે પ્રથમ જોઈ લઈએ. ૧. ચા---ઢિniધ, ઝાર-માધિredયા ” તયા- “રતાનુ મતો રેશાન, શિવ તે નિઃ ”
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy