SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ . લકત્તા, ૪૯ (૩) વ. બાબુ પૂરણચંદજીને એક ધાતુમૂર્તિ ગુજરાતમાંથી મળી આવેલી, તેના ઉપર આ પ્રકારે લેખ છે – " ब्रह्मालसत्कसंपंकः श्रिया वे सुनस्तु पुन्नकश्राद्धः सीलगलसूरिभत्कचंद्रकुले कारयामास संवतु १०७२ ॥ ૩. બડા બજારની કેનીંગ સ્ટ્રીટ નં. ૯૬ માં તપાગચ્છીય જૈન ઉપાશ્રયના ત્રીજા માળે નાનું છતાં રમણીય નવીન મંદિર છે. તેમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાન બિરાજમાન છે. એ સિવાય શ્રી આદિનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાઓ પ્રાચીન છે. પાષાણની ૩ અને ધાતુની ૧૧ પ્રતિમાઓ અહીં છે. બીજે માળે ઉપાશ્રય છે અને તેમાં પુસ્તકને સારો સંગ્રહ છે. શામબજારના માણેકલામાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું શિખરબંધી મંદિર છે. ગર્ભદ્વારની બાજુમાં તેમજ ઉપર દેવદેવીઓ અને યક્ષોનાં સુંદર ચિત્રો શોભી રહ્યાં છે. શેઠ ગણેશીલાલ કપૂરચંદજીએ સં. ૧૫ર માં આ મંદિર બંધાવ્યું છે. મૂળનાયકની મૂર્તિ ઉપર એ સાલમાં પ્રતિષ્ઠા કર્યાને લેખ છે. અહીં દાદાજીનાં પગલાંની દેરી પણ છે. આમાં પાષાણુની કુલ ૪ અને ધાતુની ૩ મૂતિઓ છે. • શામબજારના માણેકતલામાં આવેલા બગીચામાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનું મંદિર છે. આમાં દાદાજીનાં પગલાંની ઇમટી છે. શ્વેત આરસના સુંદર મંદિરમાં શ્રીનિકુશળસુરિ અને શ્રીજિનદત્તસૂરિની ચરણપાદુકાઓ છે. મંદિરમાં ૧ ગુરુમૂર્તિ છે, જે શ્રીસ્થૂલિભદ્રસ્વામીની મનાય છે. સં. ૧૯૨૪ માં શેઠ સુખલાલજી ઝવેરીએ આ મંદિર બંધાવ્યું છે. આમાં પાષાણુની કુલ ૧૮ અને ધાતુની ૬ મૂર્તિઓ છે. શામબજારના માણેકલામાં રાયબહાદુર બાબુ બદ્રીદાસનું સુંદર કાચનું મંદિર શિખરબંધી છે. માતા ખુશાલકુંવરીની પ્રેરણાથી બાબુ બદ્રીદાસે જ્યારે આ મંદિરને પાયે નાખ્યા ત્યારે આવું સુંદર કળામય મંદિર બંધાવવા જેટલી એમની પાસે સંપત્તિ નહતી પરંતુ પાયો નાખ્યા પછી એમની ભાવનાને ભાગ્યને સાથ આપે. અઢળક મણે આવું અદ્ભુત કારીગરીવાળું મંદિર ઊભું કર્યું અને આગરાના મંદિરના ભંયરામાંથી દેવગે પ્રાભાવિક મૂર્તિ મળી આવતાં સં. ૧૯૨૩ માં આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. મંદિરની આસપાસ સુંદર બગીચે છે. તેમાં મંદિરની સામે રાય બદ્રીદાસજીની મૂર્તિ ભક્તિભાવથી હાથ જોડીને બેઠેલી છે. તેની પાછળ નાનું તળાવ અને હજ છે, હેજના ખૂણુ ઉપર આરસની ૮ પૂતળીઓ બેસાડી દરેકને એકેક માંગલિક ચિહ્ન હાથમાં આપી અષ્ટમંગલની ભાવનાનું જીવંતચિત્ર ખડું કર્યું હોય એમ લાગે છે. બાજુમાં ગુરમંદિર અને બાબુશેઠને રહેવાને બંગલા છે મંદિરમાં પ્રવેશતાં ડાબા હાથે આવેલા ગોખલામાં પાનાની ૧ અને સ્ફટિકની ૨ મૂર્તિઓ બિરાજમાન છે. બીજી તરફ ગણધરનાં પગલાંની સ્થાપના છે. ઉપરની છતમાં જૈન કથાઓના જુદા જુદા પ્રસંગો આલેખ્યા છે. વચ્ચે લટકતી સુંદર ઝુમ્મર મંદિરની ભવ્યતામાં વધારો કરે છે. બાજોઠ આદિ સાધને પણ આરસનાં બનાવેલાં છે. મૂળગભારામાં મૂળનાયક શ્રીશીતળનાથ ભગવાનની આરસની મૂર્તિ એક છે અને બીજી એક ધાતુમૂર્તિ છે. એકંદરે આ મંદિરની અંદરની પચરંગી કાચની મીનાકારી સ્થાપત્યરચના, આરસને વિશાળ ચેક, બહારના -ભાગની પૂતળીઓ, ફરસબંધી તળાવ અને લીલીછમ વાડીને જ્યારે વીજળીના પ્રકાશમાં જોઈએ ત્યારે કઈ દેવવિમાનને ભાસ થઈ આવે. દુનિયાના કળામમાએ આ મંદિરને “Beauty of Bangal’–‘બંગાળનું સૌંદર્ય ના વિશેષણથી ઓળખાવ્યું છે. આ મંદિરની ગણના એના પ્રકારમાં સર્વોત્તમ મનાય છે. ગમે તેવા પ્રવાસીઓ આ મંદિરની મુલાકાતે આવે છે ને તેની મક્તકઠે પ્રશંસા કરે છે. શેઠ બદ્રીદાસની ભાવના આમાં સાકાર બનેલી જોઈ શકાય છે. શ્રદ્ધાભર્યું સમર્પણ કેવું હોય એને આ મંદિર નમૂનો છે. શ્રીયુત ચક્રધર નામના એક વિદ્વાને આ મંદિરની મહત્તા આંકતે હિંદી ભાષામાં લેખ લખ્યું છે તેને સાર ભાગ અહીં આપીએ છીએ જેથી આ મંદિરને જેમણે જોયું નથી તેમને તેની રચના અને શોભાને ખ્યાલ આવે: ૩. “જૈન લેખસંગ્રહ” ભા. ૨. લેખાંક: ૧૦૦૨.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy