SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ લકવાડ-ક્ષત્રિયકુંડ. - જઉં પાશ્ચાત્ય વિદ્વાનોના વિચારોના આધારે જ આ કલ્પનાઓના કિલા ઊભા કર્યા છે. તેઓના આ નિર્ણયની વિરુદ્ધમાં આપણને ઘણું દલીલ અને સૂત્રપાઠે મળે છે, જેના આધારે આપણે એવા નિર્ણય ઉપર આવી શકીએ કે આજનું ક્ષત્રિયકુંડ એ જ ભગવાન શ્રી મહાવીરની જન્મભૂમિનું સાચું ક્ષત્રિયકુટે છે.” . . . . . . : તેઓ ઉપર્યુક્ત વિદ્વાનોની દલીલેના સાધાર જવાબ આપતાં અંતે તારવણીમાં ઉલ્લેખે છે તે જ જોઈ લઈએ: સાડ પાસેનું વસુકુંડ તે આર્ય દેશમાં છે, વિદેહ રાજ્યમાં છે, ગંગાની ઉત્તરે છે, સમતલ ભૂમિમાં છે, તે વૈશાલીનું ઉપનગર હતું. તેની પાસે વૈશાલી, ગંડકી નદી, વાણિજ્યગ્રામ, ક્રતિ પલાશ ચેત્ય અને કેલ્લાગ સંનિવેશ હતાં. આજે વેસાડ, બનિયા અને કેલવા ગામ છે, તેની અને કેલવાની વચ્ચે કર્માર ગામ, નદીને જળમાર્ગ અને સ્થળમાર્ગ હેવા જોઈએ તે નથી, માત્ર સ્થળમાર્ગ છે, તેની પાસે ક્રમનછાપરાગાછી છે, જે ઊલટી દિશામાં છે, વૈશાલી અને ક્ષત્રિયકુંડ પાસે પાસે હવાને પુરા મળતો નથી, એટલે તે દૂર દૂર હતાં, આજે પણ દૂર દૂર છે. કુડપુરમાંથી વસુકુંડ શબ્દ બની શકે નહિ. કુડપુર, બ્રાહ્મણકુંડ, ક્ષત્રિયકુંડ અને પાવાપુરી અહીંથી દૂર દૂર હતાં અને આજે પણ દૂર દર છે. સિદ્ધાર્થ રાજા અહીં થયા ન હતા કેમકે મગધરાજ કુણિકે વૈિશાલી અને તેનાં પરાંને નાશ કરી ત્યાં પિતાની સત્તા સ્થાપી. ત્યારે નંદિવર્ધન વૈશાલીથી દર ક્ષત્રિયકુંડમાં રાજ્ય કરતા હતા. માતા ત્રિશલા વિદેહનાં હતાં. તેથી ભગવાન “વૈદેહિદન” કહેવાયા. ભગવાન વિશાલી વિભાગમાં વિશેષ વિચર્યા છે તેથી “વૈશાલિક” પણ કહેવાયા છે. સિદ્ધાર્થ રાજા અને નંદિવર્ધન રાજ અહીં (વિદેહમાં) થયા નથી તેમ ભગવાન પણ અહીં જગ્યા નથી.” તેઓ લવાડ પાસેના ક્ષત્રિયકુંડની સ્થાપના કરતાં ઊમેરે છે કે- “લછવાડ પાસેનું ક્ષત્રિયકુંડ તે આર્યદેશમાં છે, વિડ દેશમાં નથી. ગંગા અને મેદગિરિ પ્રદેશની દક્ષિણે પહાડી ઘાટી ઉપર છે. તે વૈશાલીનું ઉપનગર નહીં પણ સ્વતંત્ર રાજધાનીનું શહેર હતું. તેની પાસે “જ્ઞાતખંડવન” હતું, “બહુશાલ ચૈત્ય’ હતું, બ્રાહ્મણકુંડ જેડિયું ગામ હતું. ઊભા પ્રવાહવાળી નદી હતી. તેની પાસે માહણ, કમર, કે લાગ, મેરા, વસુપટ્ટી ગામે છે, અહવાર નદી છે, જળ-સ્થળ માર્ગ છે. મારાક પાસે વડ નદી છે. સિદ્ધાર્થ રાજા, ત્રિશલા રાણી, નંદિવર્ધન રાજા, ભગવાન મહાવીર અને જમાલી વગેરે અહીં થયા છે. ભગવાન મહાવીર અહીં વિચર્યો છે પણું માસુ કર્યું નથી. અહીંથી પાવાપુરી પાસે પડે છે, પણ સાડ પટ્ટી, ગંડકી નદી અને વાણિજ્યગ્રામ ઘણાં દૂર છે. : મુનિરાજ શ્રીદશર્નવિજ્યજીએ આપેલી સાધાર હકીકતે ભગવાન મહાવીરનું જન્મસ્થળ લઇવાડ પાસેના ક્ષત્રિયકુંડમાં હવાનું પ્રામાણિક ઠરાવે છે. * * લછવાડ : લખીસરાઈથી ૧૮ માઈલ દૂર લઈવાડ નામે ગામ છે. નવાદા અને કુંડલપુરથી પણ મટર માર્ગે લછવાડ આવી. શકાય છે, આ માર્ગો વીરપ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણકે આસપાસના પ્રદેશમાં અરસપરસ સંકકળાયેલાં હોવાનું સૂચન કરે છે. - પ લિચ્છવી રાજાઓની રાજધાની અહીં હોય અને એ કારણે લછવાડ નામ પ્રચારમાં આવ્યું હોય એ બનવાજોગ છે. લછવાડમાં વિશાળ ધર્મશાળા અને મૂળનાયક શ્રી મહાવીર પ્રભુનું શિખરબંધી મંદિર રા. બ. ધનપતસિંહજીએ સં. ૧૯૩૧માં બંધાવેલું છે. આમાં પાષાણની એક માત્ર અને ધાતુની ૩ પ્રતિમાઓ છે. ભગવાન મહાવીરનું જન્મસ્થાન લઈવાડ ગામની બાજુમાં પહાડની પાછળની ગાળીમાં આવેલું છે. અહીં નજીકમાં ક્ષત્રિયકુંડ નામે ગામ પણ છે પરંતુ તે પહાડી પ્રદેશની વિકટતા અને જવા-આવવાની પ્રતિકૂળતાથી ક્ષત્રિયકુંડની તળેટી અને પેઢી લછવાડમાં રાખેલી છે, ક્ષત્રિયકુંડ “ જન્મસ્થાનના બીજા નામથી અહીના વતનીઓમાં પણું પ્રસિદ્ધ છે. : લછવાડથી પહાડ તરફ જવાને માર્ગ સુષ્ટિસૌંદર્યથી ભરપુર છે. માર્ગમાં એકની એક નદીને ફરી ફરીને આળગવી પડે છે, એનું પાણી મીઠું અને પાચક છે. ૩. “ક્ષત્રિયકુંડ'–શ્રીદર્શનવિજયજી (ત્રિપુટી) પૂ. ૬૩. ૪. “ ક્ષત્રિયકુ.” –શ્રીદર્શનવિજયજી ત્રિપુટી.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy