SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ . . જૈન તીર્થ સર્વસંગ્રહ ૨. અહીં કરતબાગમાં શ્રીશામળિયા પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. સં. ૧૮૩૦ માં શ્રીસંઘે બંધાવેલું છે. આ મંદિરમાં કસોટીની પ્રતિમા છે તે મૂર્તિ જગતશેઠના મંદિરમાંથી લાવીને અહીં પધરાવવામાં આવ્યાનું કહેવાય છે. મંદિરમાં કાચને ગભારે સુંદર છે. અહીં દાદાવાડીનું સ્થાન પણ છે. મુશદાબાદ-'. નરસિંહપુરથી ૨ માઈલ દૂર સીધી સડકે મુશીદાબાદ નામે શહેર છે. આ વિસ્તાર પ્રાચીન કાળના લાઢ પ્રદેશની. સૂચના આપી રહ્યો છે, એ લાઢ દેશનું મુખ્ય નગર છેટિવર્ષ હતું. અત્યારના મુશીદાદના માર્ગે એક તરફ ગંગાને પ્રવાહ યાત્રીને સાથ આપતે બે માઈલના વિસ્તારમાં પથરાયેલું છે એ નદી કિનારે રાજશાહી મહેલે પિતાની. આત્મકથાનું કરુણ ગીત સંભળાવતા ઊભા છે. . . લગભગ ૧૮મા સિકાની શરૂઆતમાં મુશીદકુલીખાએ આ શહેર વસાવ્યું હતું અને બંગાલ પ્રાંતની રાજધાનીનું, મુખ્ય મથક બનાવ્યું હતું. જોકે આને મથુદાબાદ નામે પણ ઓળખતા હતા. મુશદકુલીખાં પછી તેને જમાઈ શુજાખાન, જેને ઇતિહાસમાં શુજા-ઉદ-દૌલાના નામે ઓળખવામાં આવે છે, તેણે ઈ. સ. ૧૭૨૬ થી ૧૭૩૯ સુધી અહીં રાજ્ય કર્યું. એના સમયમાં થયેલા નિહાલ નામના જૈન ચતિએ “બંગાલદેશકો ગઝલમાં એ રાજવી વિશે અને તત્કાલીન, આબાદી વિશે સુરેખ ચિત્ર દોરેલું જાણવા મળે છે. શુજાખાનની રાજનીતિની પ્રશંસા કરતાં કવિ કહે છે-“નવાબના. રાજ્યમાં લોકો ખૂબ સુખી હતા. દુઃખિયાને એ વિસામે હતે, હિંદુ અને મુસલમાન બધી પ્રજ એનાથી સંતુષ્ટ હતી, અને નવાબના આયુષ્ય, પરિવાર અને સમૃદ્ધિની આબાદી વધતી રહે એવા દિલના આશીવૉદથી પ્રજા એને નવાજતી ** એક મુસ્લિમ નવાબના વિષયમાં જેન યતિનું આ કથન પ્રામાણિક હોવા વિશે ભાગ્યે જ શંકા કરી શકાય. એ શહેરની. આબાદી વિશે તેઓ કહે છે: “અહીં મોટી મોટી હવેલીઓ બનેલી છે. મંદિર, મસ્જિદો અને ધર્મશાળાઓ અનેક છે, અને કેટલાયે કટલા છે. તેમાં કોટ અને ટંકશાળ છે. અહીંના બજારોમાં દેશ-પરદેશના શાહદાગરોની ભીડ જામેલી રહે છે, દુનિયાની. દરેક ચીજ અહીંના બજારમાં જોવાય છે. “જગતશેઠ માણેકચંદજીનું વિશ્રામધામ પણ ભવ્ય અને રમણીય છે. તેમાં મંદિર, મહેલ અને તળાવ બનેલાં છે. રાવ કે રંક સોને માટે આ સ્થળ દર્શનીય છે.” - ઈતિહાસથી જાણવા મળે છે કે, જગતશેઠ સાથે અહીંના નવાબોને ગાઢ સંબંધ હતું. તેમની લક્ષ્મી અને બુદ્ધિના સહકારથી. નવાબે પિતાના રાજ્યને વિકાસ ઘેડા સમયમાં જ સાથે હતા. એ સમયે “કેટિવ્રજ કઈ સહસ”ના કથન દ્વારા જણાય છે કે, અહીં હજાર જેટલા કરોડપતિઓ વસતા હતા. એ સમયે આ શહેરની સમૃદ્ધિ અને મધ્યાહનની ઝાંખી કરાવતી હતી. પરંતુ શુજાખાન પછી અહીંના રાજકારણે પલટે ખાધે. પછી આવેલા શાસકેએ જગતશેઠ અને બીજા શ્રીમંતનો. સાથ તરછેડ્યો અને અહીંનું રાજકારણ અંગ્રેજોની ભાગલાનીતિને ભેગ બન્યું ત્યારે આ શહેર તેમજ રાજ્યનો નમતા. પહેરતે સૂર્ય ધીમે ધીમે આથમી ચૂક્યો. બંગાળ સદા માટે ગુલામીની બેડીઓમાં જકડાઈ ગયું. પં. શ્રી સોભાગ્યવિજયજી (સં. ૧૭૫૦માં) આ નગર વિશે ખ્યાલ આપતાં કહે છે – મક્ષદાબાદ મઝાર, શ્રાવક સઘલા સુખકાર; સુંદર સુણજી એસવંશ સિરદાર, દાની પડવંસ દ્વાર છે. સહ ૨ મક્ષદાબાદથી આવ્યા, કાસમ બજારે ભાવ્યા હે; સું૦ ભાગીરથી તિહાં ગંગા વહે, પશ્ચિમ દિશિ મન રંગ છે. સુત્ર ૪ તિહાં હિર એક વિશાલ, વંઘા પ્રભુ ચરણ રસાલ હે; સુવ પy: આ ઉપરથી પણુ જણાય છે કે, અઢારમા સૈકામાં અહીં કાસમબજારમાં જૈન મંદિર વિદ્યમાન હતું પરંતુ સશીદબાદની ધનાઢય વસ્તી અમિગંજ, બાહુચર અને બીજા સ્થળામાં ચાલી ગઈ, પરિણામે અહી કેઈ જેન ભાઈ ન રહેવાથી અહીંના મંદિરને વધાવી લેવું પડયું એમ કહેવાય છે. - મુશદાબાદની પંચતીર્થમાં મુશદાબાદ, નરસિંહપુર (કટગોલા), મહિમાપુર, બાહુચર અને અજિમગંજ તીર્થરૂપે. ગણતાં હતાં. આમાંથી હવે મુશીદાબાદને છોડી ચારે સ્થળે મંદિર વિદ્યમાન છે. , " ,
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy