SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ જૈન તીર્થ સર્વસંગ્રહ પ્રતિમા છે અને બાકીનાં જન્મકલ્યાણક, દીક્ષા કલ્યાણ અને કેવલ્યકલ્યાણકનાં દેરાસરોમાં પાષાણુની એકેક પ્રતિમા ' બિરાજમાન છે. આ મંદિરમાં અને ચંપાપુરીમાં ઓગણીસમા સૈકા પહેલાંનું કઈ અવશેષ જોવા મળતું નથી. સં. ૧૮૫૬ પહેલાંને કઈ પ્રાચીન શિલાલેખ પણ નથી. મંદારગિરિ : ભાગલપુર સ્ટેશનથી બી. એમ. બ્રાંચ રેલ્વે રસ્તે ૨૫ માઈલ દૂર “મદારહિલ' નામનું સ્ટેશન છે. ગામનું નામ ખાંસી છે. સ્ટેશનથી ૨ માઈલ દૂર મદારગિરિ નામે નાને પહાડ છે. ચંપાપુરીના વિસ્તારમાં ગણાતા આ પહાડ ઉપર શ્રીવાસુપૂજ્ય ભગવાનનું નિર્વાણ કલ્યાણક થયું હતું. નિર્વાણ કલ્યાણકની સ્થાપનારૂપે અહીં ૨ જિનાલયે વિદ્યમાન છે, જેમાં ચરણપાદુકાઓ પધરાવેલી છે. અઢારમા સૈકાના શ્વેતાંબર મુનિ શ્રીસોભાગ્યવિજયજી આ તીર્થની યાત્રાએ આવ્યા ત્યારે આ તીર્થની સ્થિતિ કેવી હતી તેની નોંધ આ રીતે આપે છે – “ચપાથી દક્ષિણ સાર રે, ગિરિ મથુદા નામ મંદાર રે, કેશ સેલ કહે તે હમિરે, તિહાં મુક્તિ વાસુપૂજ્યસ્વામી રે. પ્રતિમા પગલાં કહિવાય રે, પણિ યાત્રા થોડા જાય રે; એવી વાણું વિખ્યાત રે, કહે લેક તે દેશી વાત રે. એ તીરથ ભૂમિ નિહારે આ અવતરણથી જણાય છે કે, અઢારમી સદી સુધી આ તીર્થ શ્વેતાંબરમાં જાણીતું હતું પરંતુ તેની અવરજવર ઓછી હેવાથી દિગંબરેએ એ સ્થિતિને લાભ લઈ પિતાની માન્યતા મુજબની રચના કરી દીધી છે. હવે દિગં. અરેએ આ પહાડ ખરીદી લેવાની પેરવી કર્યાનું પણ સંભળાય છે. ૨૬૨. બાઉચર (ઠા નંબર : ૪૩૫૪-~૩૫૭) કલકત્તાથી ઈ. બી. રેલ્વેના સાલદા સ્ટેશનથી રેલ્વે દ્વારા જીયાગંજ રટેશને ઉતરાય છે. આ સ્ટેશનથી ૧ માઈલ દિર બાહુચર નામનું મોટું ગામ ગંગાનદીના કિનારે વસેલું છે. તેના સામા કાંઠે અજીમગંજ છે. એક બીજા સ્થળે હેડીદ્વારા જઈ શકાય છે. અહીં જેનોનાં ૫૦ ઘરમાં ૩૦૦ માણસોની વસ્તી છે. મોટા મોટા જાગીરદાર શ્રીમંતે અહીં વસે છે. એમની શ્રીમંતાઈની સાર્થકતા તે અહીંનાં જૈન મંદિરોની રચનામાં જણાઈ આવે છે. ગામમાં ૧ ઉપાશ્રય, ૧ જેનધર્મશાળા. અને ૪ જેનમંદિરે વિદ્યમાન છે. ૧. મહારાજા બહાદુરસિંહજીની કેડીમાં શ્રીકેશરિયાજી ભગવાનનું ઘર દેરાસર છે રાય ધનપતસિંહજીએ આ દેરાસર બંધાવેલું છે. તેમાં પાષાણની ૧ અને ધાતુની ૨ પ્રતિમાઓ છે. અહીં પુસ્તકભંડાર પણ છે. ૨, એસવાલપટ્ટીમાં શ્રીસંભવનાથ ભગવાનનું શિખરબંધી મંદિર સં. ૧૯૮૧ માં શ્રીસંઘે બંધાવેલું છે. તેમાં પાષાણની. ૩ અને ધાતુની ૧૬ મૂતિઓ છે, તેમજ સોનાના ૩ સિદ્ધચક્રો છે. . એસવાલપટ્ટીમાં શ્રીવિમલનાથ ભગવાનનું શિખરબંધી મંદિર બે માળનું છે. સં. ૧૯૪૯ માં રાય લક્ષ્મીપતિસિંહજીએ અંધાર્યું છે. ઉપરના માળમાં ચોમુખજી છે, આમાં પાષાણની કુલ ૭ અને ધાતુની ૪ મૂર્તિઓ છે. ૪ આરસની. ગુરુમૂર્તિઓ પણ છે. ૪. એસવાલપટ્ટીમાં શ્રી આદિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર સં.૧૮૪૫ માં શ્રીસંઘે બંધાવેલું છે. તેમાં પાષાણની - ૯ અને ધાતુની ૧૧ પ્રતિમાઓ છે. ૨ ગુરુમૂર્તિઓ પણ વિદ્યમાન છે. ::
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy