SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીઈ સર્વસંગ્રહ સિદ્ધ રાજ્ઞી રિમિત્ર સં ૨૦,૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૨ મવિ ........વિરત વરાસત નિર્વાન શ........ વિનંદિત સંવરિર..........શિવપરિતા સાયપર થાપતિ સતાવે ?" –સિદ્ધ, રાજ શિવમિત્રના રાત્યના ૧૨ મા વર્ષે સ્થવિર બલદાસના ઉપદેશથી...શિવનંદિના શિષ્ય...શિવપાતિને....આપષ્ટ અર તેની પૂજા માટે સ્થાપન કર્યો. અહીં કે શ્રાવકની વસ્તી કે મંદિર નથી માત્ર ક્ષેત્ર પર્શના કરવાની રહે છે. આ ભૂમિમાંથી કેટલીયે પ્રાચીન વસ્તુઓ મળી આવે છે. અહીંથી કેટલાક સિક્કા મળ્યા છે, તેના ઉપર વત્સવાછરડાનું ચિહન લેવાય છે. આ ચિહ્ન વત્સ દેશને સંકેત કરે છે. તુરિયસનિવેશ: - ઉપર્યુક્ત કોશાબીની આસપાસ તુંગિયસંનિવેશ હતું. ભગવાન મહાવીરના દશમા ગણધર શ્રીમેતાર્યને અહીં જન્મ થયે હતે. આજનું માંગતુંગી ગામ પ્રાચીન તંગિયસંનિવેશ હોવું જોઈએ એવું અનુમાન છે. નંદિગ્રામ કીબી અને વૈશાલીની વચ્ચે નંદીગ્રામ હતું. ભગવાન મહાવીર વૈશાલીથી સૂસુમાર, ભેગપુર થઈને આ ગામમાં પધાર્યા હતા. અહીંથી મેંટિય ગામ થઈને ભગવાન કોશબીમાં વિચર્યા હતા. આજે અધ્યામાં ફેજાબાદથી દક્ષિણ તરફ ૮-૯ માઈલ ઉપર આવેલા ભરતકુંડની પાસે નંદગામ છે, તે જ પ્રાચીન નંદિગ્રામ હેય એમ જણાય છે. ગયા ? ' ફશુ નદીના કિનારે આવેલું ગયા મોટું શહેર છે. ફશુમાં પાણી નથી હોતું. કહે છે કે સીતાના શાપથી એ યમાં રહે છે. તેમાં ત્રણ ચાર હાથ જમીન ખેદીએ ત્યારે પાણી જેવાય છે. હિંદુઓનું આ તીર્થધામ છે. હિંદુઓ પિતૃઓનું શ્રાદ્ધ કરવા આ તીર્થમાં આવે છે. જેને શ્રાદ્ધમાં માનતા નથી. આ આ ગંગાથી ૭ માઈલ દૂર બોદ્ધોના તીર્થસ્થળ તરીકે જાણીતું ધિગયાનું સ્થાન છે. જુના વખતમાં આને ઉરુલા કહેતા હતા. ભગવાન બુદ્ધે અહીં સાધના કરી નવા તત્તમાર્ગની શોધ કરી હતી. એ માર્ગ તે ઉપશમ, પ્રજ્ઞા, સંબધ અને નિર્વાણ આપનારો મધ્યમમાર્ગ હતા. આ જ માર્ગ આર્ય અગિક માર્ગ તરીકે પ્રસિદ્ધિ પામ્યો હતે. એ સાધનાના મરરૂપે અહીં બુદ્ધ ભગવાનનું વિશાળ મંદિર બનેલું છે. પાસે “ચંક્રમણ ભૂમિ છે અને નજીકમાં કમળથી છવાયેલું તળાવ અને બોદ્ધ સાધુઓનો મઠ છે. * શ્રીઅદીશચંદ્ર વંધોપાધ્યાય આ તીર્થ વિશે પ્રકાશ પાડતાં લખે છે કે, ગયા-બોધિવૃક્ષ બુદ્ધની ધ્યાનસાધના પૂર્વે પવું પવિત્ર સ્થળ માનવામાં આવતું હતું પરંતુ એના તરફ ઉપેક્ષા કરવામાં આવી છે. વસ્તુતઃ જૈન ગ્રનાં વિવર, જે આધુનિક અન્વેષકોને પ્રામાણ્ય નહેતાં તે કંઈક અંશે આ ઉપેક્ષા માટે ઉત્તરદાયી છે.' “ આકાજીકલ સર્વે ઓફ ઈંડિયા’ પ્રથ: ૩ માં નેંધ છે કે –“ આ મતિની ડાબી બાજુએ એક બે હાથની ઉભી (કાયેત્સર્ગસ્થ) નાની મૂર્તિ છે. તેની નીચે ઘડાનું લાંછન છે, તેથી આ મૂર્તિ જેના ત્રીજા તીર્થંકર સંભવનાથની હોય એમ જણાય છે. આ મંદિર બ્રહ્મની પહાડીના શિખર ઉપર આવેલું છે. પચાર પહાડી : રફીગંજથી દક્ષિણ પૂર્વ ૨ માઈલ દૂર પચાર પહાડી આવેલી છે. એ પહાડી પર દક્ષિણ દિશામાં એક ગુફા છે. એ ગુફામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ તેમજ બીજી મૂર્તિઓ છે. 1. « ન ભારતી” માસિક, વ૧૨. અંક: ૩. માં “ રામેં ૨. “બંગાલ, બિહાર, ડિસા પ્રાંત જૈન સમારક” પૃ. ૩૩. પ્રાચીન જૈન સામગ્રી ” શીર્વક લેખ. :
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy