SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યા ૪૬૭ ચંદ્રાવતંસ રાજા પણ આ અધ્યાને જ હતું. એના વિશે કહેવાય છે કે તેણે એક દિવસે મનમાં અભિગ્રહ કર્યો કે, “આ સળગતા દીવાનું તેજ પૂરું થાય અને આપોઆપ હેલવાય ત્યાં સુધી પરમાત્માનું ધ્યાન કરીશ.” એવા નિર્ણયથી તેણે કાઉસગ મુદ્રામાં પરમાત્માનું ધ્યાન આવ્યું. થોડીવારે તેમને એક સેવક ત્યાં આવ્યું અને સળગતા દીવાનું દીવેલ ત્રણેક કલાક પછી ખૂટવાની અણી ઉપર જોઈને, રખેને દીવે હેલવાઈ જાય અને રાજાને અંધારામાં રહેવું પડે એ ભયે એણે દીવામાં તેલ પૂર્યું. આમ એણે સવાર પડે ત્યાં સુધી દીવામાં દીવેલ ખૂટતાં પૂર્યે રાખ્યું. રાજાએ પિતાને અભિગ્રહ સાચવી રાખી આખી રાત ઊભા ઊભા ધ્યાનમાં પૂરી કરી પણ એમણે સેવક ઉપર જરાયે અરેષ ન કર્યો. - આ ઘટનાઓમાંથી આ નગરીની પવિત્રતા, મહત્તા અને લેકસંસ્કારને વાસ્તવિક ખ્યાલ આવે છે. આ પુરાણકાળની કથાઓ પછી ઈતિહાસકાળમાં પણ આ ભૂમિમાં હિંદુઓ અને જેનેની કથાઓ તાણાવાણાની જેમ સંકળાઈ ગયેલી છે, જેમાંથી ઉકેલ કાઢવો મુશ્કેલ થઈ પડે છે. છતાં ભગવાન મહાવીરસ્વામી અને બુદ્ધના સમયે આ નગરી સાકેતપુરી' નામે ઓળખાતી હતી. ભગવાન મહાવીરે અને બુદ્ધ આ ભૂમિમાં વિહાર કર્યો હતો. ભગવાન મહાવીરે સાકેતથી આગળ વિહાર કરીને સુભૂમિભાગના ઉદ્યાનમાં જેન શ્રમણોના વિહારની મર્યાદા નક્કી કરી આપી હતી. અહીં જ તેમણે કટિવર્ષના રાજવી ચિલાતને દીક્ષા આપી હતી. ત્રીજા સિકામાં થયેલા શ્રીપાદલિપ્તસૂરિને જન્મ આ નગરમાં થયું હતું. આજે તે આ નગરી હિંદુતીર્થનું ગૌરવ પામી રહી છે. અહીં ઘણું હિંદુમંદિર અને કુંડ જોવાય છે. નદીકિનારે તે મંદિરની હારમાળા જ ઊભી કરેલી છે. હનુમાન ગાદી, કનકભવન, રત્નસિંહાસન, સીતાજીની રઈ વગેરે હિંદુઓનાં છે. અહીં વિદ્યમાન છે પરંતુ આ રચનાઓ પાછલા કાળની છે એમાં શંકા નથી અને આ સ્થળે જોઈને તપ-ત્યાગની - ભાવના જ્યુરી આવતી નથી. તપ અને ત્યાગની ભાવના તીર્થકરેનાં ચરિત્રમાંથી મળી આવે છે તેવી જ પ્રેરણા તેમના ઊભા કરેલાં મારકેમાંથી પણ સ્ફર્યા કરે છે. આ ભૂમિ શીષભદેવ ભગવાનનાં ૩ અને શ્રી અજિતનાથ, શ્રીઅભિનંદન, શ્રીસુમતિનાથ અને શ્રીઅનંતનાથનાં ચાર ચાર કલ્યાણકોથી પવિત્ર થયેલી છે. એ ભૂમિમાં કેટલાંયે જૈન મંદિરો અવશ્ય હોવાં જોઈએ. એ વિશે છીતપ્રભસૂરિ “વિવિધતીર્થક૯૫માં ઉલ્લેખ છે કે, બારમા-તેરમા સૈકામાં શ્રીદેવેન્દ્રસૂરિ અધ્યામાં જિનમંદિરમાંથી અને પ્રભાવક એવી ચાર મૂર્તિઓ લઈને સેરિસા તીર્થની સ્થાપના માટે જતા હતા ત્યાં માર્ગમાં “ધારાસેનક” ( કદાચ માળવાનું “ધાર” હોય)માં એક પ્રતિમા મૂકીને બાકીની ત્રણ પ્રતિમાઓ સેરિસા લઈ ગયા હતા. સંભવ છે કે, બારમા તેરમા સૈકામાં અહીં જેનેની વસ્તી ઘટી જતાં અને યાત્રાળુઓની અવરજવરના અભાવે અહીંની મૂર્તિઓને - લઈ જવામાં આવી હોય. આમ છતાં શ્રીજિનપ્રભસૂરિના સમયમાં એટલે સં. ૧૩૭૦માં અહીં ઘાઘરા અને સરયૂ નદીના સંગમ ઉપર . સ્વર્ગદ્વાર હોવાનું તેમણે ઉલ્લેખ કર્યો છે. એ પવિત્ર સ્થાનમાં આવેલા જિનમંદિરમાં રત્નના બનાવેલા ગોખલામાં ચકેશ્વરી અને ગોમુખની પ્રતિમાઓ હતી. વળી, ત્યાં શ્રીનાભિરાજાનું મંદિર અને પાવાટિકા હતાં એ સિવાય સીતા કુંડ, સહસધાર નામનું સ્થાન, કિલ્લામાં મત્તગજેન્દ્ર નામના યક્ષ અને ગેપતાર વગેરે લૌકિક તીર્થો હતાં એમ બે વિવિધ તીર્થકલ્પમાં જણાવ્યું છે. હાલના શહેરમાં કટર મહેલામાં નદીકિનારે શ્વેતાંબર જેનેનું તીર્થધામ આવેલું છે. કેટની મધ્યમાં શ્રી અજિતનાથ - ભગવાનનું દેવાલય નવા સ્વાંગમાં શિખર અને ભૂમિગૃહથી શોભી રહ્યું છે. સામે જ સમવસરણ આકારની દેરીમાં ચૌમુખજી બિરાજમાન છે, ખૂણા પરની દેરીઓમાંથી પાદુકા અને બિબે લાવી અહીં તેમજ મૂળ મંદિરમાં પધરાવ્યાં છે. શ્યામવણી સાત પાદુકાઓમાં ચાર ચાર, પાંચ-પાંચ જોડી પગલાં આલેખ્યાં છે, જે પાંચે ભગવાનનાં મળીને ૧૯ કલ્યાગકોના સ્મરની સ્થાપનારૂપે છે. ભેંયરામાં શ્રી અનંતનાથ ભગવાન વગેરેની આઠ પાદુકાઓ છે. દેરાસરની ક્ષ્મી પ્રતિમાઓ પૈકી એક પ્રતિમા ઉપર સં. ૧૬૭૧ની સાલને લેખ આ પ્રકારે કોતરેલે છે – "श्रीमत्संवत् १६७१ वर्षे वैशाप शुदि ३ शनौ रोहिणीनक्षत्रे आगरावास्तव्योपकेस(श) ज्ञाती(ति )लोदागोने जाणीवंसे (शे)
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy