SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ હસ્તિનાપુર ૪૬૫. પંચ નમું શૂભ થાપના, પંચ નમું જિનમૂર્તિ ૫ સં. ૧૬૨૭માં શ્રીજિનચંદ્રસૂરિ અહીં આવ્યા ત્યારે અહીંના ૪ સ્તૂપને પિતાના “વિહારપત્રમાં આ પ્રકારે ઉલ્લેખ કરે છે:–“ર૬ર૭ મમિ શ૦ ૨૦ ૨૦ ધૂમ ” - અઢારમા સૈકામાં અહીં આવેલા શ્રીસૌભાગ્યવિજયજી અહીં ૩ થુભ હોવાની વાત લખે છે.” * આજે હસ્તિનાપુર ગંગા કિનારે નથી, પરંતુ કેટલાંક ઝરણાંઓથી બનેલી બૂઢી ગંગા એ હસ્તિનાપુરની નજીક એક દ્વીપ જે આકાર બનાવી દીધો છે. આ બૂઢીગંગાને સંગમ, તેનાથી ૭ માઈલ દૂર આવેલા ગઢમુક્લેશ્વરની પાસે વર્તમાન ગંગામાં થાય છે. એમ પણ મનાય છે કે, ગઢમુકતેશ્વર પ્રાચીન સમયમાં હસ્તિનાપુરને એક ભાગ હતે. આજે હસ્તિનાપુરને કેટલો ભાગ ગંગાએ પિતામાં સમાવી દઈ ખાદર બનાવી દીધું છે. અહીં જેનેની વસ્તી નથી. શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરને ફરતી એક ધર્મશાળા છે અને બીજી ધર્મશાળા તેની પાસે જ છે. - શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર શિખરબંધી છે. મૂળનાયકની પ્રતિમા શ્રીશાંતિચંદ્ર ઉપાધ્યાયે પ્રતિષ્ઠિત કરેલી છે. મૂળનાયકના મંદિરની જુદી જુદી દેરીઓમાં શ્રી શાંતિનાથ અને ડાબી બાજુએ શ્રીઅરનાથ ભગવાનની પ્રતિમાઓ છે. મંદિરમાં પાષાણની કુલ ૬ અને ધાતુની ૮ મૂર્તિઓ છે. સં. ૧૯૦૦ લગભગમાં આ મંદિરને જીર્ણોદ્ધાર કલકત્તાનિવાસી શેઠ પ્રતાપચંદ પારસાન જોડરીએ કરાવ્યું છે. અહી થી લગભગ ૧ માઈલ દરની એક ટેકરી ઉપર ૨ દેરીઓ છે. તે પૈકી એકમાં શ્રી શાંતિનાથ, શ્રીકુંથુનાથ "અને શ્રીઅરનાથ ભગવાનનાં ૪ કલ્યાણકને સૂચવતી ૩ ચરણપાદુકાઓ એકીસાથે સ્થાપના કરેલી છે. બીજી દેરીમાં -શીષભદેવ ભગવાનની પાદુકા જેડી છે. પાસે એક નાની દેરી છે, જેની મધ્યમાં સાથિયાની નિશાની છે તે જગાએ શ્રીમલ્લિનાથ ભગવાનનું સમવસરણ રચાયું હતું એવી માન્યતા છે. એના સ્મરણરૂપે શ્રીમલિલનાથ ભગવાનની પાદુકાજેડી વિદ્યમાન છે. આ પંચે પાદુકાઓ પ્રાચીન છે. હાલના શ્વેતાંબરીય જૈનમંદિરની પાસે એક ટેકરે છે તે વેતાંબરેના કબજામાં છે. એ ટેકરા ઉપર જુનાં ખંડેરે અને મકાનની દીવાલો વિદ્યમાન છે. આ સ્થળેથી જૂનાં મંદિર અને મૂર્તિઓ મળી આવવાની સંભાવના છે. અડીના “ અટાછેડા” નામના ટીલા-ટેકરાનું ખોદકામ કરતાં પ્રાચીન કાળનાં ઘણાં અવશેષો મળી આવ્યાં છે. અહીની સામગ્રીમાં પ્રાચીનકાળનાં ખંડિયેરે, જૈન પ્રતિમાઓ, સિક્કાઓ અને માટીના પાત્રના નમૂનાઓને સમાવેશ - ચાય છે પણ એના ઉપર પૂરતો પ્રકાશ પાડવામાં આવ્યું નથી. પુરાતત્વવિદેનું માનવું છે કે, ભારતમાં અંધકારયુગથી ઓળખાતા સમય ઉપર આછો પ્રકાશ નાખતી આ સામગ્રી છે. એનું બરાબર સંશાધનપૂર્વક અનુસંધાન કરવામાં આવે -તે જૈન અનુકૃતિઓને પૂરતે ટેકે મળી રહે. શ્રીષભદેવની પ્રાચીન પાદુકા અને જૂનાં જૈન દેવળો વગેરે જે અહીંથી મળી આવ્યું છે એ જોતાં વિદ્વાનો કહે. છે કે, પ્રાચીનકાળથી આ પવિત્ર ભૂમિ સાથે જેનેને સંબંધ હતું અને સમયે સમયે અનેક આચાર્યો અહીં આવ્યા હતા, એની સાબિતી પણું એમાંથી પૂરતી મળી રહે એમ છે. ૫. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ” ૬. “યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ ” શ્રીઅગરચંદજી નાહટા, પૃ. ૫૩. . ' ૭. * પ્રાચીન તીર્થમાળા સંગ્રહ " પૃ૦ ૯૫. , , , , ૮. “ હસ્તિનાપુર ”—શ્રીવિજયેન્દ્રસૂરિ.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy